અત્યાર સુંધી ભાઈ ને રક્ષાબંધન પર બજાર માંથી લાવેલ મીઠાઈ જેવા કે પેંડા, બરફી, ચોકલેટ તો ઘણી વખત ખવડાવી હસે પણ આ રક્ષાબંધન પર ભાઈ ને પોતાના હાથ થી બનાવેલ ખૂબ જ સ્વાદિષ્ટ અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય એવા અને મોઢા માં નાખતા જ ઓગળી જાય પેંડા બનાવી ખવડાવો. તો ચાલો Malai penda banavani rit શીખીએ.
મલાઈ પેંડા બનાવવા જરૂરી સામગ્રી
- પનીર 250 ગ્રામ
- મિલ્ક પાઉડર 1 કપ
- ફૂલ ક્રીમ દૂધ 1 કપ
- ખાંડ ¼ કપ
- એલચી પાઉડર ½ ચમચી
- કેવડા જળ ½ ચમચી
Malai penda banavani rit
મલાઈ પેંડા બનાવવા સૌપ્રથમ પનીર ને છીણી લ્યો ત્યાર બાદ એને એક કડાઈમાં નાખો ત્યાર બાદ એમાં મિલ્ક પાઉડર, નવશેકું ફૂલ ક્રીમ દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ પર મૂકી ધીમા તાપે હલાવતા રહો અને મિક્સ કરી ઘટ્ટ થાય ત્યાં સુંધી હલાવતા રહો.
જયારે મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં ખાંડ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને ફરીથી બરોબર હલાવતા રહો અને ખાંડ ઓગળી મિશ્રણ ફરી નરમ થાય અને ત્યાર બાદ ફરી ઘટ્ટ થાય અને કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી હલાવી ને ચડાવી લ્યો.
હવે મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને એજ કડાઈમાં મિશ્રણ ને ઠંડુ થાવ દયો અને થોડી વારે હલાવતા રહો અને મિશ્રણ ને ઠંડુ કરી લ્યો. હવે મિશ્રણ સાવ ઠંડુ થાય એટલે એમાં એલચી પાઉડર અને કેવડા જળ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ ને થોડું સ્મુથ કરી લ્યો.
મિશ્રણ સ્મુથ થાય એટલે જે સાઇઝ માં પેંડા બનાવવાના હોય એ સાઇઝ ના પેંડા બનાવી લ્યો અને એના પર પિસ્તા ની કતરણ કે કેસર ના તાંતણા થી ગાર્નિશ કરી મજા લ્યો મલાઈ પેંડા.
Malai penda NOTES
- ખાંડ ની માત્ર તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો. અને ખાંડ ની જગ્યાએ સાકર કે બીજી સુગર ફ્રી નો ઉપયોગ કરી શકો છો.
મલાઈ પેંડા બનાવવાની રીત
Youtube પર Rita Arora Recipes ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Malai penda recipe
Malai penda banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 છીણી
Ingredients
મલાઈ પેંડા બનાવવા જરૂરી સામગ્રી
- 250 ગ્રામ પનીર
- 1 કપ મિલ્ક પાઉડર
- 1 કપ ફૂલ ક્રીમ દૂધ
- ¼ કપ ખાંડ
- ½ ચમચી એલચી પાઉડર
- ½ ચમચી કેવડા જળ
Instructions
Malai penda banavani rit
- મલાઈ પેંડા બનાવવા સૌપ્રથમ પનીર ને છીણી લ્યો ત્યાર બાદ એને એક કડાઈમાં નાખો ત્યાર બાદ એમાં મિલ્ક પાઉડર, નવશેકું ફૂલ ક્રીમ દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ પર મૂકી ધીમા તાપે હલાવતા રહો અને મિક્સ કરી ઘટ્ટ થાય ત્યાં સુંધી હલાવતા રહો.
- જયારે મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં ખાંડ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને ફરીથી બરોબર હલાવતા રહો અને ખાંડ ઓગળી મિશ્રણ ફરી નરમ થાય અને ત્યાર બાદ ફરી ઘટ્ટ થાય અને કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી હલાવી ને ચડાવી લ્યો.
- હવે મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને એજ કડાઈમાં મિશ્રણ ને ઠંડુ થાવ દયો અને થોડી વારે હલાવતા રહો અને મિશ્રણ ને ઠંડુ કરી લ્યો. હવે મિશ્રણ સાવ ઠંડુ થાય એટલે એમાં એલચી પાઉડર અને કેવડા જળ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ ને થોડું સ્મુથ કરી લ્યો.
- મિશ્રણ સ્મુથ થાય એટલે જે સાઇઝ માં પેંડા બનાવવાના હોય એ સાઇઝ ના પેંડા બનાવી લ્યો અને એના પર પિસ્તા ની કતરણ કે કેસર ના તાંતણા થી ગાર્નિશ કરી મજા લ્યો મલાઈ પેંડા.
Malai penda NOTES
- ખાંડ ની માત્ર તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો. અને ખાંડ ની જગ્યાએ સાકર કે બીજી સુગર ફ્રી નો ઉપયોગ કરી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Malai cake recipe | મલાઈ કેક બનાવવાની રીત
રસ માધુરી બનાવવાની રીત | Ras madhuri banavani rit
રબડી ખીર બનાવવાની રીત | Rabdi kheer banavani rit