મિત્રો આજે આપણે દહીં માંથી એક શાક બનાવીશું . જ્યારે ઘરમાં શાકભાજી ના હોય કે પછી કઈ શાક ખાવાની ઈચ્છા ના હોય ત્યારે આ દહીં નું શાક એકદમ ઝડપથી બની જતું હોય છે અને ખાવા માં પણ મજા પડી જાય એવું એકદમ નવી રીત Dahi nu shaak – દહીં નું શાક બનાવતા શીખીશું .
INGREDIENTS
- દહીં 2 કપ
- સરસવનું તેલ 1 ચમચી
- રાઈ 1 ½ ચમચી
- જીરું ½ ચમચી
- લસણ (સમારેલું) 1 ચમચી
- આદુ (સમારેલું) 1 ચમચી
- લીલા મરચું (સમારેલું) 2 ચમચી
- ડુંગળી ( સ્લાઈસ કરેલી ) 2 નંગ
- હળદર પાવડર 1 ½ ચમચી
- સૂકી મેથી 1 ચમચી
- અથાણાં નો મસાલા પાવડર 1 ½ ચમચી
- સંચળ પાવડર 1 ½ ચમચી
- કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ½ ચમચી
- જીરું પાવડર 1 ચમચી
- મીઠું (સ્વાદ મુજબ)
- લીલા ધાણા સુધારેલા 2 ચમચી
- સાંતેડલી ડુંગળી (સજાવટ માટે)
Dahi nu shaak banavani rit
દહીં નું શાક બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક પેન ગરમ કરવા મૂકીશું તેમાં 1 ચમચી તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ½ ચમચી , જીરું ½ ચમચી નાખી બરાબર તતડી જાય એટલે તેમાં લસણ સુધારેલું 1 ચમચી , આદુ (સમારેલું) 1 ચમચી , લીલું મરચું (સમારેલું) 2 ચમચી નાખી થોડું સાંતળી લેશું .
ત્યાર બાદ તેમાં ડુંગળી ( સ્લાઈસ કરેલી ) 2 નંગ નાખી અને 2 મિનિટ જેવું ચડવા દેશું ત્યાર બાદ તેમાં હળદર પાવડર 1 ½ ચમચી , સૂકી મેથી 1 ચમચી , અથાણાં નો મસાલા પાવડર 1 ½ ચમચી નાખી અને બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી અને ગેસ બંધ કરી દેશું .
હવે એક મોટો બાઉલ લેશું અને તેમાં 2 કપ દહીં , સંચળ પાવડર ½ ચમચી , કાશ્મીરી લાલ મરચું ½ ચમચી , શેકેલું જીરું 1 ચમચી , સ્વાદ મુજબ મીઠું , લીલા ધાણા સમારેલાં બધી વસ્તુ ને એક દમ સારી રીતે મિક્સ કરી દેશું .
ત્યાર બાદ આપણો ડુંગળી વાળો મસાલો હવે ઠંડો થઈ ગયો છે તે મસાલા ને આપણે દહીં વાળા મિશ્રણ માં નાખી અને ફરીથી બધું બરાબર મિક્સ કરી દેશું . ઈયા ખાસ ધ્યાન રાખવું કે આપણે ડુંગળી વાળું મિશ્રણ ઠંડું થવા દેવું જો ડુંગળી વાળા મિશ્રણ ને આપણે ગરમ ગરમ જ દહીં માં નાખી દેશું તો આપણું દહીં ફાટી જશે માટે ખાસ ધ્યાન રાખવું કે મિશ્રણ ઠંડું થાય ત્યાર પછી જ દહીં ની અંદર નાખવું .
તો તૈયાર છે આપણું દહીં નું મસ્ત શાક જેને સર્વિંગ બાઉલ માં લઈ અને ઉપર થી થોડી ડુંગળી ગાર્નિસ કરી અને ગરમ ગરમ રોટલી , પરોઠા કે પછી ભાત સાથે સર્વ કરી શકો છો .
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
દહીં નું શાક બનાવવાની રીત

Dahi nu shaak banavani rit
Equipment
- 1 કડાઈ / પેન
- 1 બાઉલ
Ingredients
- 2 કપ દહીં
- 1 ચમચી સરસવનું તેલ
- 1½ ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- 1 ચમચી લસણ સમારેલું
- 1 ચમચી આદુ સમારેલું
- 2 ચમચી લીલા મરચું સમારેલું
- 2 નંગ ડુંગળી સ્લાઈસ કરેલી
- 1½ ચમચી હળદર પાવડર
- 1 ચમચી સૂકી મેથી
- 1½ ચમચી અથાણાં નો મસાલા પાવડર
- 1½ ચમચી સંચળ પાવડર
- 1½ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
- 1 ચમચી જીરું પાવડર
- મીઠું સ્વાદ મુજબ
- 2 ચમચી લીલા ધાણા સુધારેલા
- સાંતેડલી ડુંગળી સજાવટ માટે
Instructions
Dahi nu shaak banavani rit
- દહીં નું શાક બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક પેન ગરમ કરવા મૂકીશું તેમાં 1 ચમચી તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ½ ચમચી , જીરું ½ ચમચી નાખી બરાબર તતડી જાય એટલે તેમાં લસણ સુધારેલું 1 ચમચી , આદુ (સમારેલું) 1 ચમચી , લીલું મરચું (સમારેલું) 2 ચમચી નાખી થોડું સાંતળી લેશું .
- ત્યાર બાદ તેમાં ડુંગળી ( સ્લાઈસ કરેલી ) 2 નંગ નાખી અને 2 મિનિટ જેવું ચડવા દેશું ત્યાર બાદ તેમાં હળદર પાવડર 1 ½ ચમચી , સૂકી મેથી 1 ચમચી , અથાણાં નો મસાલા પાવડર 1 ½ ચમચી નાખી અને બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી અને ગેસ બંધ કરી દેશું .
- હવે એક મોટો બાઉલ લેશું અને તેમાં 2 કપ દહીં , સંચળ પાવડર ½ ચમચી , કાશ્મીરી લાલ મરચું ½ ચમચી , શેકેલું જીરું 1 ચમચી , સ્વાદ મુજબ મીઠું , લીલા ધાણા સમારેલાં બધી વસ્તુ ને એક દમ સારી રીતે મિક્સ કરી દેશું .
- ત્યાર બાદ આપણો ડુંગળી વાળો મસાલો હવે ઠંડો થઈ ગયો છે તે મસાલા ને આપણે દહીં વાળા મિશ્રણ માં નાખી અને ફરીથી બધું બરાબર મિક્સ કરી દેશું . ઈયા ખાસ ધ્યાન રાખવું કે આપણે ડુંગળી વાળું મિશ્રણ ઠંડું થવા દેવું જો ડુંગળી વાળા મિશ્રણ ને આપણે ગરમ ગરમ જ દહીં માં નાખી દેશું તો આપણું દહીં ફાટી જશે માટે ખાસ ધ્યાન રાખવું કે મિશ્રણ ઠંડું થાય ત્યાર પછી જ દહીં ની અંદર નાખવું .
- તો તૈયાર છે આપણું દહીં નું મસ્ત શાક જેને સર્વિંગ બાઉલ માં લઈ અને ઉપર થી થોડી ડુંગળી ગાર્નિસ કરી અને ગરમ ગરમ રોટલી , પરોઠા કે પછી ભાત સાથે સર્વ કરી શકો છો .
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Rasiya muthiya banavani recipe | રસિયા મુઠીયા બનાવવાની રેસીપી
Dahi vala marcha | દહીં વાળા મરચા બનાવવાની રીત
sattu paratha recipe in gujarati | સત્તુ પરાઠા બનાવવાની રીત
kurkuri aalo tiki chat banavani rit | કુરકુરી આલું ટીકી ચાટ બનાવવાની રીત
