આપણે ફરાળ માં ખાઇ શકાય એવો એક નવો નાસ્તો બનાવીશું. જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે અને રોજ એક ની એક વસ્તુ ખાઈ ને કંટાળી ગયા હોઈએ તો આ ફરાળી મુઠીયા એકદમ અલગજ છે. તો ચાલો આ Dudhi na farali muthiya – દુધી ના ફરાળી મુઠીયા ની રેસીપી બનાવતા શીખીશું.
INGREDIENTS
- સાઉ / મોરૈયો ½ કપ
- રાજગરા નો લોટ ½ કપ
- છીણેલી દૂધ 1.5 કપ
- આદુ મરચાની પેસ્ટ 2-3 ચમચી
- મીઠું 1.5 ચમચી
- ખાંડ 2 ચમચી
- લીંબુનો રસ 1
- તલ 2-3 ચમચી
- શેકેલું જીરું પાવડર 2 ચમચી
- કાળા મરી નો પાવડર 1 ચમચી
- મીઠા લીમડાનાં પાંદ અને જીરું
- સિંગદાણા નો ભૂકો ½ કપ
- લીલા ધાણા જીણા સુધારેલા ¼ કપ
Dudhi na farali muthiya banavani recipe
દુધી ના ફરાળી મુઠીયા બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્ષ્ચર જાર લેશું તેમાં ½ કપ સાઉં નાખી અને એકદમ સારી રીતે પીસી ને એક બાઉલ માં કાઢી લેશું ત્યાર બાદ તેમાં રાજગરા નો લોટ ½ કપ , આદુ મરચા ની પેસ્ટ 2-3 ચમચી , મીઠું 1.5 ચમચી , ખાંડ 2 ચમચી , ત્યાર બાદ દૂધી ને સારી રીતે ધોઈ તેની છાલ કાઢી અને 1.5 કપ દૂધી ને છીણી અને બાઉલ માં નાખી દેશું.
હવે બાઉલ માં લીંબુ નો રસ 1 નંગ , શેકેલું જીરું 2 ચમચી, કાળા મરી નો પાવડર 1 ચમચી , સફેદ તલ 3 ચમચી અને ત્યાર બાદ સિંગદાણા ને આપણે મિક્ષ્ચર જાર માં નાખી અને અધકચરા પીસી અને ½ કપ સિંગદાણા ને પણ બાઉલ માં નાખી દેશું , ¼ કપ લીલા ધાણા જીણા સુધારેલા નાખી અને બધી વસ્તુ ને હાથે થી સારી રીતે મિક્સ કરી લેશું ખાસ ધ્યાન રાખવું કે આપણે આ મુઠીયા મા પાણી નો ઉપયોગ બિલકુલ માં નઈ કરીએ પાણી વગર જ આપણા મુઠીયા નું બેટર તૈયાર થઈ જશે.
ત્યાર બાદ જો પાણી ની જરૂર લાગે તો પાણી ની જગ્યાએ તમે ફરીથી થોડી છીણેલી દૂધી લઈ શકો છો. હવે મુઠીયા નું બેટર તૈયાર થઈ ગયા બાદ આપણે સ્ટીમર વાળી પ્લેટ ને તેલ વડે ગ્રીસ કરી દેશું અને ત્યાર બાદ આપણે મુઠીયા ને હાથ વડે વાળી વાળી ને પ્લેટ માં મુક્તા જશું.અને મુઠીયા બધા એક સરખા અને થોડા પાતળા વાળશું.
હવે તૈયાર કરેલ મુઠીયા વાળી પ્લેટ ને સ્ટીમર માં મૂકી દેશું અને સ્ટીમર ને આપણે પેલે થીજ ગરમ કરવા મૂકી દેવું. મુઠીયા વાળી પ્લેટ મૂકી દીધા બાદ ઢાંકણ બંધ કરી પેલી 5 મિનિટ ફુલ તાપે મુઠીયા ચડવા મૂકીશું અને ત્યાર બાદ ગેસ ધીમો કરી અને 25 મિનિટ માટે મુઠીયા ને બાફવા માટે મૂકી દેશું ટોટલ 30 મિનિટ માટે આપણે મુઠીયા ને બાફી લેવા.
ત્યાર પછી મુઠીયા ચળી ગયા બાદ આપણે મુઠીયા ને 3-4 મિનિટ માટે ઠંડા થવા દેશું મુઠીયા ઠંડા થઈ જાય એટલે મુઠીયા ના મિડયમ સાઇઝ ના કટકા કરી લેશું. કટકા કરી લીધા બાદ એક કડાઈ માં આપણે મુઠીયા ના વઘાર ની તૈયારી કરી લેશું તેના માટે ગેસ પર એક કડાઈ માં 2-3 ચમચી જેટલું તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જીરું , સફેદ તલ 2 ચમચી , મીઠાં લીંબડા ના પાંદ થોડા અને સુધારેલા મુઠીયા નાખી સારી રીતે મિક્સ કરી ને 2-3 મિનિટ માટે ચડવા દેશું 2-3 મિનિટ બાદ ઉપર થી લીલા ધાણા નાખી અને ગાર્નિસ કરીશું.
તો તૈયાર છે આપણા મસ્ત ફરાળી મુઠીયા જેને તમે ફરાળી લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
દુધી ના ફરાળી મુઠીયા બનાવવાની રેસીપી

Dudhi na farali muthiya banavani recipe
Equipment
- 1 કડાઈ / પેન
- 1 સ્ટીમર/ ઢોકડિયું
- 1 બાઉલ
- 1 મિક્ષ્ચર જાર
Ingredients
- ½ કપ સાઉ / મોરૈયો
- ½ કપ રાજગરા નો લોટ
- 1.5 કપ છીણેલી દૂધ
- 2-3 ચમચી આદુ મરચાની પેસ્ટ
- 1.5 ચમચી મીઠું
- 2 ચમચી ખાંડ 2 ચમચી
- 1 લીંબુનો રસ
- 2-3 ચમચી તલ
- 2 ચમચી શેકેલું જીરું પાવડર
- 1 ચમચી કાળા મરી નો પાવડર
- મીઠા લીમડાનાં પાંદ અને જીરું
- ½ કપ સિંગદાણા નો ભૂકો
- ¼ કપ લીલા ધાણા જીણા સુધારેલા
Instructions
Dudhi na farali muthiya banavani recipe
- દુધી ના ફરાળી મુઠીયા બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્ષ્ચર જાર લેશું તેમાં ½ કપ સાઉં નાખી અને એકદમ સારી રીતે પીસી ને એક બાઉલ માં કાઢી લેશું ત્યાર બાદ તેમાં રાજગરા નો લોટ ½ કપ , આદુ મરચા ની પેસ્ટ 2-3 ચમચી , મીઠું 1.5 ચમચી , ખાંડ 2 ચમચી , ત્યાર બાદ દૂધી ને સારી રીતે ધોઈ તેની છાલ કાઢી અને 1.5 કપ દૂધી ને છીણી અને બાઉલ માં નાખી દેશું.
- હવે બાઉલ માં લીંબુ નો રસ 1 નંગ , શેકેલું જીરું 2 ચમચી, કાળા મરી નો પાવડર 1 ચમચી , સફેદ તલ 3 ચમચી અને ત્યાર બાદ સિંગદાણા ને આપણે મિક્ષ્ચર જાર માં નાખી અને અધકચરા પીસી અને ½ કપ સિંગદાણા ને પણ બાઉલ માં નાખી દેશું , ¼ કપ લીલા ધાણા જીણા સુધારેલા નાખી અને બધી વસ્તુ ને હાથે થી સારી રીતે મિક્સ કરી લેશું ખાસ ધ્યાન રાખવું કે આપણે આ મુઠીયા મા પાણી નો ઉપયોગ બિલકુલ માં નઈ કરીએ પાણી વગર જ આપણા મુઠીયા નું બેટર તૈયાર થઈ જશે.
- ત્યાર બાદ જો પાણી ની જરૂર લાગે તો પાણી ની જગ્યાએ તમે ફરીથી થોડી છીણેલી દૂધી લઈ શકો છો. હવે મુઠીયા નું બેટર તૈયાર થઈ ગયા બાદ આપણે સ્ટીમર વાળી પ્લેટ ને તેલ વડે ગ્રીસ કરી દેશું અને ત્યાર બાદ આપણે મુઠીયા ને હાથ વડે વાળી વાળી ને પ્લેટ માં મુક્તા જશું.અને મુઠીયા બધા એક સરખા અને થોડા પાતળા વાળશું.
- હવે તૈયાર કરેલ મુઠીયા વાળી પ્લેટ ને સ્ટીમર માં મૂકી દેશું અને સ્ટીમર ને આપણે પેલે થીજ ગરમ કરવા મૂકી દેવું. મુઠીયા વાળી પ્લેટ મૂકી દીધા બાદ ઢાંકણ બંધ કરી પેલી 5 મિનિટ ફુલ તાપે મુઠીયા ચડવા મૂકીશું અને ત્યાર બાદ ગેસ ધીમો કરી અને 25 મિનિટ માટે મુઠીયા ને બાફવા માટે મૂકી દેશું ટોટલ 30 મિનિટ માટે આપણે મુઠીયા ને બાફી લેવા.
- ત્યાર પછી મુઠીયા ચળી ગયા બાદ આપણે મુઠીયા ને 3-4 મિનિટ માટે ઠંડા થવા દેશું મુઠીયા ઠંડા થઈ જાય એટલે મુઠીયા ના મિડયમ સાઇઝ ના કટકા કરી લેશું. કટકા કરી લીધા બાદ એક કડાઈ માં આપણે મુઠીયા ના વઘાર ની તૈયારી કરી લેશું તેના માટે ગેસ પર એક કડાઈ માં 2-3 ચમચી જેટલું તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જીરું , સફેદ તલ 2 ચમચી , મીઠાં લીંબડા ના પાંદ થોડા અને સુધારેલા મુઠીયા નાખી સારી રીતે મિક્સ કરી ને 2-3 મિનિટ માટે ચડવા દેશું 2-3 મિનિટ બાદ ઉપર થી લીલા ધાણા નાખી અને ગાર્નિસ કરીશું.
- તો તૈયાર છે આપણા મસ્ત ફરાળી મુઠીયા જેને તમે ફરાળી લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો.
Notes
- જો તમારા પાસે સ્ટીમર કે ઢોકડિયું ના હોય તો ચારણી માં નાખી અને કડાઈ માં પણ મુઠીયા બાફી શકો છો.
- આ મુઠીયા મા આપણે ઇનો કે પછી બેકિંગ સોડા સેનો પણ ઉપયોગ કરવાની જરૂર નથી.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Sabudana Thalipeeth ane lili chatni | સાબુદાણા થાળીપીઠ અને લીલી ચટણી
Fudina ni Chatni banavani rit | ફુદીના ની ચટણી
Magdal na muthiya recipe | મગદાળ ના મુઠીયા ની રેસીપી
methi no masalo banavani rit | મેથી નો મસાલો બનાવવાની રીત
Sandwich dosa ane sandwich uttapam | સેન્ડવીચ ઢોસા અને સેન્ડવીચ ઉત્પામ
