આ ફરાળી મઠરી તમે વ્રત ઉપવાસમાં બનાવી ને રાખી શકો છો અને ચા દૂધ સાથે ખાઈ શકો છો. અને વ્રત ઉપવાસ વગર પણ બનાવી ને ખાઈ અને ખવડાવી શકો છો. જે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગશે. નવરાત્રી આવી રહી છે તો એક વખત બનાવી ને વ્રત માં ખાઈ શકો છો. તો ચાલો Farali mathri banavani rit શીખીએ.
ફરાળી મઠરી બનાવવા જરૂરી સામગ્રી
- સામો નો લોટ 1 કપ
- લીલા મરચા ઝીણા સમારેલા 2+3
- જીરું 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર પ્રમાણે
- પાણી 1 કપ
Farali mathri banavani rit
ફરાળી મઠરી બનાવવા સૌપ્રથમ સામા ને મિક્સર જારમાં પીસી ને પાઉડર બનાવી લ્યો અને ઝીણી ચારણી વડે ચાળી લ્યો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં જીરું, લીલા મરચા ઝીણા સમારેલા, લીલા ધાણા સુધારેલા, એક બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી પાણી ને ઉકાળી લ્યો.
પાણી ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી એમાં ચાળી રાખેલ સામા નો લોટ થોડો થોડો નાખો અને ગાંઠા ના પડે એમ ચમચા થી બરોબર મિક્સ કરતા જાઓ. લોટ અને પાણી બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.
પંદર મિનિટ પછી મિશ્રણ નવશેકું હોય એટલે કથરોટ માં નાખી હાથ થી મસળી ને લોટ બાંધી લ્યો. લોટ બાંધવા જરૂર લાગે એટલે બે ત્રણ ચમચી પાણી નાખી મસળી લ્યો અને લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી મસળી લ્યો. હવે બાંધેલા લોટ માંથી જે આકાર ની મઠરી બનાવી હોય એ આકારની મઠરી બનાવી લ્યો.
અથવા બાંધેલા લોટ માંથી લુવો લઈ કોરા લોટ લગાવી વણી લ્યો અને પાતળી રોટલી બનાવી લ્યો અને ત્યાર બાદ કાંટા ચમચી થી કાણા કરી ચાકુથી મનગમતા આકાર માં કાપી કટકા કરી પ્લેટ માં અથવા પ્લાસ્ટિક પર અલગ અલગ કરી મૂકો. આમ બધા લોટ માંથી મઠરી વણી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં વણી રાખેલ મઠરી ને નાખો અને બને બાજુ ગોલ્ડન તરી લ્યો. આમ થોડી થોડી કરી બધી જ મઠરી ને લાઈટ ગોલ્ડન તરી લ્યો અને તરેલી મઠરી ને ઠંડી કરી લ્યો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને વ્રત ઉપવાસમાં મજા લ્યો ફરાળી મઠરી.
Mathri recipe notes
- અહી તમે લોટ બાંધવા માટે તમારી પસંદ માં મસાલા નાખી શકો છો.
- મઠરી ને તમારા મનગમતા આકાર માં કાપી ને તૈયાર કરી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Farali mathri banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 વેલણ
- 1 પાટલો
Ingredients
ફરાળી મઠરી બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ સામો નો લોટ
- 5 લીલા મરચા ઝીણા સમારેલા
- 1 ચમચી જીરું
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર પ્રમાણે
- 1 કપ પાણી
Instructions
Farali mathri banavani rit
- ફરાળી મઠરી બનાવવા સૌપ્રથમ સામા ને મિક્સર જારમાં પીસી ને પાઉડર બનાવી લ્યો અને ઝીણી ચારણી વડે ચાળી લ્યો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં જીરું, લીલા મરચા ઝીણા સમારેલા, લીલા ધાણા સુધારેલા, એક બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી પાણી ને ઉકાળી લ્યો.
- પાણી ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી એમાં ચાળી રાખેલ સામા નો લોટ થોડો થોડો નાખો અને ગાંઠા ના પડે એમ ચમચા થી બરોબર મિક્સ કરતા જાઓ. લોટ અને પાણી બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.
- પંદર મિનિટ પછી મિશ્રણ નવશેકું હોય એટલે કથરોટ માં નાખી હાથ થી મસળી ને લોટ બાંધી લ્યો. લોટ બાંધવા જરૂર લાગે એટલે બે ત્રણ ચમચી પાણી નાખી મસળી લ્યો અને લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી મસળી લ્યો. હવે બાંધેલા લોટ માંથી જે આકાર ની મઠરી બનાવી હોય એ આકારની મઠરી બનાવી લ્યો.
- અથવા બાંધેલા લોટ માંથી લુવો લઈ કોરા લોટ લગાવી વણી લ્યો અને પાતળી રોટલી બનાવી લ્યો અને ત્યાર બાદ કાંટા ચમચી થી કાણા કરી ચાકુથી મનગમતા આકાર માં કાપી કટકા કરી પ્લેટ માં અથવા પ્લાસ્ટિક પર અલગ અલગ કરી મૂકો. આમ બધા લોટ માંથી મઠરી વણી ને તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં વણી રાખેલ મઠરી ને નાખો અને બને બાજુ ગોલ્ડન તરી લ્યો. આમ થોડી થોડી કરી બધી જ મઠરી ને લાઈટ ગોલ્ડન તરી લ્યો અને તરેલી મઠરી ને ઠંડી કરી લ્યો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને વ્રત ઉપવાસમાં મજા લ્યો ફરાળી મઠરી.
Mathri recipe notes
- અહી તમે લોટ બાંધવા માટે તમારી પસંદ માં મસાલા નાખી શકો છો.
- મઠરી ને તમારા મનગમતા આકાર માં કાપી ને તૈયાર કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Magdal stuffing chila | મગદાળ સ્ટફિંગ ચીલા
રવા ઈડલી બનાવવાની રીત | Rava idli recipe in gujarati
pizza banavani rit | પીઝા બનાવવાની રીત