જય શ્રી કૃષ્ણ આ Soji halva nu primix banavani rit એક વખત બનાવી ને તમે ફ્રીઝ માં ત્રણ ચાર મહિના અને બહાર એક મહિના સુંધી સાચવી શકો છો. ઘરમાં કોઈ નાનો મોટો પ્રસંગ હોય કે સત્યનારાયણ ભગવાન ની કથા હોય ત્યારે અગાઉ થી આ રીતે પ્રિ મિક્સ તૈયાર કરી ને રાખો અને પ્રસંગ કે કથા ના સમયે ગરમ ગરમ તૈયાર કરી શકો છો. તો ચાલો સોજી હલવા નું પ્રિમિક્ષ બનાવવાની રીત શીખીએ.
હલવા નું પ્રિમિક્ષ બનાવવા જરૂરી સામગ્રી
- સોજી 1 ½ કપ
- ઘી ½ કપ
- કાજુ ના કટકા 3-4 ચમચી
- બદામ ના કટકા 3-4 ચમચી
- કીસમીસ 2-3 ચમચી
- એલચી પાઉડર 1 ચમચી
- કેસર ના તાંતણા 10-15
- મિલ્ક પાઉડર ¼ કપ
- પીસેલી ખાંડ 1 ½ કપ
- પાણી જરૂર મુજબ
Soji halva nu primix banavani rit
સોજી હલવા નું પ્રિમિક્ષ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં કાજુના કટકા નાખો અને ગોલ્ડન શેકી લ્યો અને એક વાટકામાં કાઢી લ્યો ત્યાર બાદ બદામ ના કટકા નાખો અને એને પણ શેકી લઈ વાટકા માં કાઢી લ્યો અને એક બાજુ મૂકો હવે ગરમ ઘી માં સોજી નાખી બરોબર મિક્સ કરી હલાવતા રહો..
જયારે સોજી શેકાઈ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને એમાં કીસમીસ, એલચી પાઉડર અને કેસર ના તાંતણા નાખી ને બરોબર મિક્સ કરી શેકી લ્યો. કીસમીસ શેકી લીધા બાદ શેકેલ સોજી ના મિશ્રણ ને બીજા કથરોટ કે મોટા વાસણમાં કાઢી એમાં શેકી રાખેલ કાજુ અને બદામ નાખી ઠંડા કરી લ્યો.
ત્યારબાદ સોજી નું મિશ્રણ બિલકુલ ઠંડુ થઈ જાય એટલે એમાં મિલ્ક પાઉડર અને પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો. તો તૈયાર છે સોજી હલવા નું પ્રિ મિક્સ.
પ્રિમિક્ષ થી હલવો બનાવવાની રીત.
ગેસ પર એક કડાઈમાં દોઢ કપ પાણી લઈ ગરમ કરવા મૂકો. પાણી ગરમ થઇ ઉકળવા લાગે એટલે તૈયાર કરેલ પ્રિ મિક્સ માંથી એક કપ પ્રિ મિક્સ લઈ ઉકળતા પાણી માં નાખી બરોબર મિક્સ કરો જેથી એમાં કોઈ ગાંઠા ના રહે.
હવે હલવા ને બે ચાર મિનિટ ઢાંકી ને ચડવા દયો. ચાર મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને તૈયાર હલવા ની મજા લ્યો. તો તૈયાર છે સોજી હલવા માટેનું પ્રિ મિક્સ માંથી સોજી નો હલવો.
halva nu primix notes
- અહી હમેશા સોજી જેટલી લ્યો એનાથી દોઢું પાણી લેવાનું રહે છે.
- પીસેલી ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ કે ઓછી નાખી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
સોજી હલવા નું પ્રિમિક્ષ બનાવવાની રીત
Soji halva nu primix banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
હલવા નું પ્રિમિક્ષ બનાવવા જરૂરી સામગ્રી
- 1 ½ કપ સોજી
- ½ કપ ઘી
- 3-4 ચમચી કાજુ ના કટકા
- 3-4 ચમચી બદામ ના કટકા
- 2-3 ચમચી કીસમીસ
- 1 ચમચી એલચી પાઉડર
- 10-15 કેસર ના તાંતણા
- ¼ કપ મિલ્ક પાઉડર
- 1½ કપ પીસેલી ખાંડ
- પાણી જરૂર મુજબ
Instructions
Soji halva nu primix banavani rit
- સોજી હલવા નું પ્રિમિક્ષ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં કાજુના કટકા નાખો અને ગોલ્ડન શેકી લ્યો અને એક વાટકામાં કાઢી લ્યો ત્યાર બાદ બદામ ના કટકા નાખો અને એને પણ શેકી લઈ વાટકા માં કાઢી લ્યો અને એક બાજુ મૂકો હવે ગરમ ઘી માં સોજી નાખી બરોબર મિક્સ કરી હલાવતા રહો..
- જયારે સોજી શેકાઈ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને એમાં કીસમીસ, એલચી પાઉડર અને કેસર ના તાંતણા નાખી ને બરોબર મિક્સ કરી શેકી લ્યો. કીસમીસ શેકી લીધા બાદ શેકેલ સોજી ના મિશ્રણ ને બીજા કથરોટ કે મોટા વાસણમાં કાઢી એમાં શેકી રાખેલ કાજુ અને બદામ નાખી ઠંડા કરી લ્યો.
- ત્યારબાદ સોજી નું મિશ્રણ બિલકુલ ઠંડુ થઈ જાય એટલે એમાં મિલ્ક પાઉડર અને પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો. તો તૈયાર છે સોજી હલવા નું પ્રિ મિક્સ.
પ્રિમિક્ષ થી હલવો બનાવવાની રીત.
- ગેસ પર એક કડાઈમાં દોઢ કપ પાણી લઈ ગરમ કરવા મૂકો. પાણી ગરમ થઇ ઉકળવા લાગે એટલે તૈયાર કરેલ પ્રિ મિક્સ માંથી એક કપ પ્રિ મિક્સ લઈ ઉકળતા પાણી માં નાખી બરોબર મિક્સ કરો જેથી એમાં કોઈ ગાંઠા ના રહે.
- હવે હલવા ને બે ચાર મિનિટ ઢાંકી ને ચડવા દયો. ચાર મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને તૈયાર હલવા ની મજા લ્યો. તો તૈયાર છે સોજી હલવા માટેનું પ્રિ મિક્સ માંથી સોજી નો હલવો.
halva nu primix notes
- અહી હમેશા સોજી જેટલી લ્યો એનાથી દોઢું પાણી લેવાનું રહે છે.
- પીસેલી ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ કે ઓછી નાખી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
besan na ladoo | બેસન ના લાડુ ની રેસીપી
ખજુર દૂધ બનાવવાની રીત | Khajur dudh banavani rit
ઈન્સ્ટન્ટ હોટ ચોકલેટ મિક્સ બનાવવાની રીત | Hot Chocolate Mix
ડ્રાય ફ્રુટ કાજુ કટોરી બનાવવાની રીત | Dry fruit kaju katori banavani rit