શિયાળાની કડકડતી ઠંડીમાં (Winter Cold) જો ગરમાગરમ ચા સાથે બાજરીના લોટની કોઈ વાનગી મળી જાય તો જલસો પડી જાય. બાજરી તાસીરે ગરમ હોય છે, એટલે શિયાળામાં સ્વાસ્થ્ય માટે ખુબ સારી ગણાય છે. આજે આપણે બાજરી અને મેથીની ભાજી મિક્સ કરીને Methi Bajra Puri બનાવીશું. આ મેથી બાજરીની પૂરી સ્વાદમાં એકદમ ખસ્તા (Crispy) અને મસાલેદાર હોય છે.
આ વાનગીની ખાસિયત એ છે કે તે જલ્દી બગડતી નથી, એટલે કે તમે જો કોઈ પ્રવાસમાં (Travel Food) જતા હોવ તો આ પૂરી સાથે લઈ જવા માટે બેસ્ટ ઓપ્શન છે. દહીં, અથાણું કે ચા સાથે આ Healthy Winter Snack ખાવાની મજા પડી જશે.
Table of contents
INGREDIENTS
- બાજરા નો લોટ 1 ½ કપ
- ઘઉંનો લોટ ½ કપ
- બાફેલા બટાકા 2
- ઝીણી સુધારેલ મેથી ¼ કપ
- ઝીણા સુધારેલ લીલા ધાણા 3-4 ચમચી
- આદું મરચા ની પેસ્ટ 1 ચમચી
- લસણ ની પેસ્ટ 1 ચમચી જો ખાતા હો તો
- સફેદ તલ 1 ચમચી
- અજમો ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- હિંગ 1/8 ચમચી
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
Methi Bajra Puri banavani rit
મેથી બાજરીની પૂરી બનાવવા સૌથી પહેલા બટાકા ને બાફી લ્યો ત્યાર બાદ લીલા ધાણા મેથી ને સાફ કરી ધોઈ લ્યો ત્યાર બાદ પાણી નીતારી ઝીણી સુધારી લ્યો સાથે આદું મરચાની પેસ્ટ બનાવી લ્યો અને બીજી બધી સામગ્રી ભેગી કરી લ્યો. હવે કથરોટ માં ઘઉં નો લોટ અને બાજરા નો લોટ ચાળી ને લ્યો,
એમાં સ્વાદ મુજબ મીઠું, હિંગ હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, સફેદ તલ, હાથ થી મસળી અજમો નાખો અને આદું મરચા અને લસણ ની પેસ્ટ અને લીલી મેથી અને લીલા ધાણા, બાફેલા બટાકા ને છીણી ને નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.
હવે જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં અડધી ચમચી તેલ નાખી મસળી લ્યો અને એમાંથી લુવા બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી પાટલા અને વેલણ પર તેલ લગાવી લુવો લઇ મીડીયમ જાડી પૂરી વણી લ્યો.
વણેલી પૂરી ને ગરમ તેલ માં નાખી બને બાજુ ગોલ્ડન તારી લ્યો આમ પૂરી વણતા જઈ તારી લ્યો અનેપુરી તૈયાર કરી લ્યો. અને તૈયાર પૂરી ની મજા લ્યો. તો તૈયાર છે બાજરા મસાલા પૂરી.
Methi Bajra Puri recipe tips
જો લસણ ણા ખાતા હો તો સ્કીપ કરી નાખવું.
જો પૂરી ને વેલણ થી ના વણવી હોય તો પ્લાસ્ટિક પર તેલ લગાવી એમાં વછે લુવો મૂકી બીજી તેલ લગાવેલ પ્લાસ્ટી મૂકી થાળી થી દાવી કને પણ પૂરી બનાવી શકો છો.
મેથી બાજરીની પૂરી બનાવવાની રીત

શિયાળા સ્પેશિયલ મેથી બાજરીની પૂરી બનાવવાની રીત – Methi Bajra Puri Recipe in Gujarati
Ingredients
- 1 ½ કપ બાજરા નો લોટ
- ½ કપ ઘઉંનો લોટ
- 2 બાફેલા બટાકા
- ¼ કપ ઝીણી સુધારેલ મેથી
- 3-4 ચમચી ઝીણા સુધારેલ લીલા ધાણા
- 1 ચમચી આદું મરચા ની પેસ્ટ
- 1 ચમચી લસણ ની પેસ્ટ જો ખાતા હો તો
- 1 ચમચી સફેદ તલ
- ½ ચમચી અજમો
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હળદર
- ⅛ ચમચી હિંગ
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Methi Bajra Puri banavani rit
- મેથી બાજરીની પૂરી બનાવવા સૌથી પહેલા બટાકા ને બાફી લ્યો ત્યાર બાદ લીલા ધાણા મેથી ને સાફ કરી ધોઈ લ્યો ત્યાર બાદ પાણી નીતારી ઝીણી સુધારી લ્યો સાથે આદું મરચાની પેસ્ટ બનાવી લ્યો અને બીજી બધી સામગ્રી ભેગી કરી લ્યો. હવે કથરોટ માં ઘઉં નો લોટ અને બાજરા નો લોટ ચાળી ને લ્યો,
- એમાં સ્વાદ મુજબ મીઠું, હિંગ હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, સફેદ તલ, હાથ થી મસળી અજમો નાખો અને આદું મરચા અને લસણ ની પેસ્ટ અને લીલી મેથી અને લીલા ધાણા, બાફેલા બટાકા ને છીણી ને નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં અડધી ચમચી તેલ નાખી મસળી લ્યો અને એમાંથી લુવા બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી પાટલા અને વેલણ પર તેલ લગાવી લુવો લઇ મીડીયમ જાડી પૂરી વણી લ્યો
- વણેલી પૂરી ને ગરમ તેલ માં નાખી બને બાજુ ગોલ્ડન તારી લ્યો આમ પૂરી વણતા જઈ તારી લ્યો અનેપુરી તૈયાર કરી લ્યો. અને તૈયાર પૂરી ની મજા લ્યો. તો તૈયાર છે બાજરા મસાલા પૂરી.
Methi Bajra Puri recipe tips
- જો લસણ ણા ખાતા હો તો સ્કીપ કરી નાખવું.
- જો પૂરી ને વેલણ થી ના વણવી હોય તો પ્લાસ્ટિક પર તેલ લગાવી એમાં વછે લુવો મૂકી બીજી તેલ લગાવેલ પ્લાસ્ટી મૂકી થાળી થી દાવી કને પણ પૂરી બનાવી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
લીલા લસણના પરાઠા બનાવવાની રીત – Lila Lasan na Paratha Recipe in Gujarati
Sabudana bataka ni chakri | સાબુદાણા બટાકા ની ચકરી
Magdal stuffing chila | મગદાળ સ્ટફિંગ ચીલા
French Fries banavani rit | ફ્રેંચ ફ્રાઈસ બનાવવાની રીત
