શિયાળા માં અલગ અલગ પ્રકારના લોટ ની રોટલીઓ ખાવાની ખૂબ મજા પડે છે આ લોટ મેથી એક લોટ છે મકાઈ નો જેમાંથી નરમ અને સ્વાદિષ્ટ રોટલી બની ને તૈયાર થાય છે અને આ Makai na lot ni rotli – મકાઈ ના લોટ ની રોટલી સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી પણ માનવામાં આવે છે.
Ingredients list
- મકાઈ નો લોટ 2 કપ
- પાણી 1 ¼ કપ
- ઘી જરૂર મુજબ
Makai na lot ni rotli banavani rit
મકાઈ ના લોટ ની રોટલી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુંધી કથરોટ માં મકાઈ ના લોટ ને ચાળી લ્યો ત્ત્યાર બાદ પાણી ઉકળવા લાગે એટલે એમાં ચાળી રાખેલ મકાઈનો લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.
પંદર મિનિટ પછી મિશ્રણ ને ફરી કથરોટ માં નાખો અને મસળી મસળી ને લોટ બાંધી લ્યો. જો જરૂર લાગે તો જરૂર મુજબ થોડું નવશેકું પાણી નાખી શકો છો. અને બાંધેલો લોટ એકદમ સ્મૂથ થઈ જાય ત્યાં સુંધી મસળી મસળી ને મિક્સ કરી લઈ મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ માંથી જે સાઇઝ ની રોટલી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો.
હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુંધી માં લુવા ને કોરા લોટ ની મદદ થી મિડીયમ જાડી રોટલી વણી લ્યો અને વણેલી રોટલી ને ગરમ તવી પર નાખી થોડી થોડી વારે ઉથલાવી ઉથલાવી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. શેકેલ રોટલી ને ઉતારી ને ઘી લગાવી લ્યો.
આમ એક એક રોટલી વણી શેકી ને તવી પર શેકી તૈયાર કરો લ્યો અને ગરમ ગરમ રોટલી સર્વ કરો. તો તૈયાર છે મકાઈ ના લોટની રોટલી.
Makai Rotli recipe notes
- અહી તમને મીઠું નાખવું હોય તો નાખી શકો છો.
- લોટ ને થોડી વધુ વાર સુંધી મસળી લઈ સ્મૂથ કરી લેશો અને થોડો મિડીયમ નરમ રાખશો તો કિનારી ફાટશે નહિ.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
મકાઈ ના લોટ ની રોટલી બનાવવાની રીત

Makai na lot ni rotli banavani rit
Equipment
- 1 કથરોટ
- 1 તવી
- 1 પાટલો – વેલણ
- 1 તપેલી
Ingredients
Ingredients list
- 2 કપ મકાઈ નો લોટ
- 1¼ કપ પાણી
- ઘી જરૂર મુજબ
Instructions
Makai na lot ni rotli banavani rit
- મકાઈ ના લોટ ની રોટલી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુંધી કથરોટ માં મકાઈ ના લોટ ને ચાળી લ્યો ત્ત્યાર બાદ પાણી ઉકળવા લાગે એટલે એમાં ચાળી રાખેલ મકાઈનો લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.
- પંદર મિનિટ પછી મિશ્રણ ને ફરી કથરોટ માં નાખો અને મસળી મસળી ને લોટ બાંધી લ્યો. જો જરૂર લાગે તો જરૂર મુજબ થોડું નવશેકું પાણી નાખી શકો છો. અને બાંધેલો લોટ એકદમ સ્મૂથ થઈ જાય ત્યાં સુંધી મસળી મસળી ને મિક્સ કરી લઈ મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ માંથી જે સાઇઝ ની રોટલી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો.
- હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુંધી માં લુવા ને કોરા લોટ ની મદદ થી મિડીયમ જાડી રોટલી વણી લ્યો અને વણેલી રોટલી ને ગરમ તવી પર નાખી થોડી થોડી વારે ઉથલાવી ઉથલાવી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. શેકેલ રોટલી ને ઉતારી ને ઘી લગાવી લ્યો.
- આમ એક એક રોટલી વણી શેકી ને તવી પર શેકી તૈયાર કરો લ્યો અને ગરમ ગરમ રોટલી સર્વ કરો. તો તૈયાર છે મકાઈ ના લોટની રોટલી.
Makai Rotli recipe notes
- અહી તમને મીઠું નાખવું હોય તો નાખી શકો છો.
- લોટ ને થોડી વધુ વાર સુંધી મસળી લઈ સ્મૂથ કરી લેશો અને થોડો મિડીયમ નરમ રાખશો તો કિનારી ફાટશે નહિ.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Jain undhiyu banavani rit | જૈન ઊંધિયું
Tran prakar ni Naan banavani rit | ત્રણ પ્રકાર ની નાન બનાવવાની રીત
dal makhani recipe in gujarati | દાલ મખની બનાવવાની રીત
