આપણે બધા ને ખ્યાલ છે કે શિયાળા મા મેથી ખુબ સારી મળે છે તો આજે એનોજ ઉપયોગ કરીઓ બનાવશું ચીલા આ Methi besan chila – મેથી બેસન ચીલા તમે સવાર ના નાસ્તા માં અથવા સાંજ ના બનાવી તૈયાર કરી શકો છો. જે સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી અને ખૂબ ઓછી સામગ્રી થી બની ને તૈયાર થાય છે.
Ingredients list
- બેસન ½ કપ
- મેથી 500 ગ્રામ
- છીણેલું ગાજર ½ કપ
- ઝીણી સમારેલી ડુંગળી ¼ કપ
- આદુ લસણ ની પેસ્ટ 1-2 ચમચી
- લીલા મરચા સુધારેલા 3-4
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
Methi besan chila banavani recipe
મેથી બેસન ચીલા બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી લ્યો અને ત્યાર બાદ બે ત્રણ પાણીથી બરોબર ધોઇ સાફ કરી લ્યો અને નીતરવા મૂકો. મેથી માંથી પાણી નીતરી જાય એટલે ઝીણી ઝીણી સુધારી લ્યો અને એક વાસણમાં મૂકો. હવે ગાજર ને પણ ધોઇ સાફ કરી છોલી લ્યો અને ત્યાર બાદ ફરી ધોઇ સાફ કરી છીણી વડે છીણી લ્યો.
ડુંગળી ને છોલી સાફ કરી ધોઈ ઝીણી સુધારી લ્યો, લીલા મરચા પણ ઝીણા સુધારી લ્યો અને આદુ લસણ ની પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો. હવે મેથી વાળા વાસણમાં ઝીણી સુધારેલી ડુંગળી, આદુ લસણ ની પેસ્ટ, લીલા મરચા સુધારેલા , છીણેલું ગાજર, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર સાથે ચાળી ને બેસન નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં થોડું થોડું પાણી નાખી ને મિડીયમ ઘટ્ટ ચીલા માટે જરૂરી હોય એવું મિશ્રણ તૈયાર કરો. તૈયાર મિશ્રણ ને ઢાંકી દસ પંદર મિનિટ એક બાજુ મૂકો. પંદર મિનિટ પછી ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં એક ચમચી તેલ લગાવી એમાં તૈયાર મિશ્રણ ની એક થી દોઢ કડછી નાખી પાતળું ફેલાવી લ્યો અને ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો.
બે મિનિટ પછી ઉપર ના ભાગે એક ચમચી તેલ લગાવી તવિથા થી ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો. બને બાજુ ગોલ્ડન થાય એટલે ઉતારી લ્યો. આમ એક એક કરી બધા ચીલા ને ચડાવી લ્યો અને લીલી ચટણી, રાયતું અથવા સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે મેથી બેસન ચીલા.
Chila recipe notes
- અહીં તમે ચણા ની દાળ ને ચાર પાંચ કલાક પલાળી એની પેસ્ટ બનાવી ને ચીલા બનાવશો તો પણ બનાવી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
મેથી બેસન ચીલા બનાવવાની રેસીપી

Methi besan chila banavani recipe
Equipment
- 1 તવી
- 1 છીણી
- 1 તપેલી
Ingredients
Ingredients list
- ½ કપ બેસન
- 500 ગ્રામ મેથી
- ½ કપ છીણેલું ગાજર
- ¼ કપ ઝીણી સમારેલી ડુંગળી
- 1-2 ચમચી આદુ લસણ ની પેસ્ટ
- 3-4 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી હળદર
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી ધાણા જીરું પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ જરૂર મુજબ
Instructions
Methi besan chila banavani recipe
- મેથી બેસન ચીલા બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી લ્યો અને ત્યાર બાદ બે ત્રણ પાણીથી બરોબર ધોઇ સાફ કરી લ્યો અને નીતરવા મૂકો. મેથી માંથી પાણી નીતરી જાય એટલે ઝીણી ઝીણી સુધારી લ્યો અને એક વાસણમાં મૂકો. હવે ગાજર ને પણ ધોઇ સાફ કરી છોલી લ્યો અને ત્યાર બાદ ફરી ધોઇ સાફ કરી છીણી વડે છીણી લ્યો.
- ડુંગળી ને છોલી સાફ કરી ધોઈ ઝીણી સુધારી લ્યો, લીલા મરચા પણ ઝીણા સુધારી લ્યો અને આદુ લસણ ની પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો. હવે મેથી વાળા વાસણમાં ઝીણી સુધારેલી ડુંગળી, આદુ લસણ ની પેસ્ટ, લીલા મરચા સુધારેલા , છીણેલું ગાજર, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર સાથે ચાળી ને બેસન નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
- હવે એમાં થોડું થોડું પાણી નાખી ને મિડીયમ ઘટ્ટ ચીલા માટે જરૂરી હોય એવું મિશ્રણ તૈયાર કરો. તૈયાર મિશ્રણ ને ઢાંકી દસ પંદર મિનિટ એક બાજુ મૂકો. પંદર મિનિટ પછી ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં એક ચમચી તેલ લગાવી એમાં તૈયાર મિશ્રણ ની એક થી દોઢ કડછી નાખી પાતળું ફેલાવી લ્યો અને ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો.
- બે મિનિટ પછી ઉપર ના ભાગે એક ચમચી તેલ લગાવી તવિથા થી ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો. બને બાજુ ગોલ્ડન થાય એટલે ઉતારી લ્યો. આમ એક એક કરી બધા ચીલા ને ચડાવી લ્યો અને લીલી ચટણી, રાયતું અથવા સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે મેથી બેસન ચીલા.
Chila recipe notes
- અહીં તમે ચણા ની દાળ ને ચાર પાંચ કલાક પલાળી એની પેસ્ટ બનાવી ને ચીલા બનાવશો તો પણ બનાવી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Shakkariya chat banavani rit | શક્કરીયા ચાટ બનાવવાની રીત
bhungra bataka banavani rit |ભૂંગળા બટાકા બનાવવાની રીત | bhungara bateta recipe in gujarati
sev puri banavani rit | સેવપૂરી બનાવવાની રીત | સેવ પુરી બનાવવાની રીત
God ni mathri banavani rit | ગોળ વારી મઠરી બનાવવાની રીત |jaggery mathri recipe in gujarati
Cheesy Masala Pav banavani rit | ચીઝી મસાલા પાઉં | ચીઝી મસાલા પાવ
