Home Lunch & Dinner Mogri nu raitu banavani rit | મોગરી નું રાયતું બનાવવાની રીત

Mogri nu raitu banavani rit | મોગરી નું રાયતું બનાવવાની રીત

0
Image credit – Youtube/Food se Fitness Gujarati

મોગરી નો સ્વાદ મૂળા જેવો હોય છે અને મૂળા જેવા જ એમાં સારા એવા ગુણો રહેલા હોય છે એથી શિયાળા માં જ્યારે મળે ત્યારે ચોક્કસ ખાવી જોઈએ જેના ઘણા ફાયદા પણ રહેલ છે. તો ચાલો Mogri nu raitu – મોગરી નું રાયતું બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • મોગરી 50 ગ્રામ
  • લીલા મરચા સુધારેલા 1-2
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ⅛ ચમચી
  • પીસેલી ખાંડ 2 ½ ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • સંચળ ¼ ચમચી
  • મોળું દહીં 2 કપ
  • મીઠું સ્વાદ મુજબ

Mogri nu raitu banavani rit

મોગરી નું રાયતું બનાવવા સૌપ્રથમ કાચી કાચી મોગરી ને બે ત્રણ પાણીથી બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ મૂળિયાં વાળો ભાગ અલગ કરી ચાકુથી સાવ ઝીણી ઝીણી સમારી લ્યો અને જો પાકેલી મોગરી હોય તો અલગ કરી લ્યો એને રાયતા માં ના નાખવી. હવે લીલા મરચા ઝીણા સુધારી લ્યો અને લીલા ધાણા ને સાફ કરી ધોઈ સાફ કરી ઝીણા સમારી લ્યો.

હવે એક તપેલી માં ઝીણી સમારેલી મોગરી નાખો એમાં  ઝીણા સમારેલા લીલાં મરચા, ઝીણા સમારેલા લીલાં ધાણા, સંચળ, લાલ મરચાનો પાઉડર, હિંગ, ધાણા જીરું પાઉડર, પીસેલી ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે એમાં મોળું દહીં નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ટેસ્ટ કરી ચેક કરી લ્યો જરૂર લાગે તો મીઠું નાખી મિક્સ કરી મજા લ્યો. તો તૈયાર છે મોગરી નું રાયતું.

Raitu recipe notes

  • કાચી મોગરી નો જ ઉપયોગ કરવો જો પાકેલી હસે તો ચવડી લાગશે.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

મોગરી નું રાયતું બનાવવાની રીત

Mogri nu raitu - મોગરી નું રાયતું

Mogri nu raitu banavani rit

મોગરી નો સ્વાદ મૂળા જેવો હોય છે અને મૂળા જેવા જ એમાંસારા એવા ગુણો રહેલા હોય છે એથી શિયાળા માં જ્યારે મળે ત્યારે ચોક્કસ ખાવી જોઈએ જેનાઘણા ફાયદા પણ રહેલ છે. તો ચાલો Mogri nu raitu – મોગરી નું રાયતું બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી

Ingredients

Ingredients list

  • 50 ગ્રામ મોગરી
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • ચમચી લાલ મરચાનો પાઉડર
  • ચમચી પીસેલી ખાંડ
  • ચમચી હિંગ
  • ¼ ચમચી સંચળ
  • 2 કપ મોળું દહીં
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Mogri nu raitu banavani rit

  • મોગરી નું રાયતું બનાવવા સૌપ્રથમ કાચી કાચી મોગરી ને બે ત્રણ પાણીથી બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ મૂળિયાં વાળો ભાગ અલગ કરી ચાકુથી સાવ ઝીણી ઝીણી સમારી લ્યો અને જો પાકેલી મોગરી હોય તો અલગ કરી લ્યો એને રાયતા માં ના નાખવી. હવે લીલા મરચા ઝીણા સુધારી લ્યો અને લીલા ધાણા ને સાફ કરી ધોઈ સાફ કરી ઝીણા સમારી લ્યો.
  • હવે એક તપેલી માં ઝીણી સમારેલી મોગરી નાખો એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, ઝીણા સમારેલા લીલાં ધાણા, સંચળ, લાલ મરચાનો પાઉડર, હિંગ, ધાણા જીરું પાઉડર, પીસેલી ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાં મોળું દહીં નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ટેસ્ટ કરી ચેક કરી લ્યો જરૂર લાગે તો મીઠું નાખી મિક્સ કરી મજા લ્યો. તો તૈયાર છે મોગરી નું રાયતું.

Raitu recipe notes

  • કાચી મોગરી નો જ ઉપયોગ કરવો જો પાકેલી હસે તો ચવડી લાગશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version