Home Nasta Ragi na Dosa Recipe in Gujarati | રાગી ના ઢોસા બનાવવાની રીત

Ragi na Dosa Recipe in Gujarati | રાગી ના ઢોસા બનાવવાની રીત

0

આજના ભાગદોડભર્યા જીવનમાં હેલ્ધી નાસ્તો કરવો ખૂબ જરૂરી છે. Ragi (રાગી) જેને આપણે નાચણી પણ કહીએ છીએ, તે પોષકતત્વોનો ખજાનો છે. જે લોકોને ડાયાબિટીસ છે અથવા જેઓ વજન ઉતારવા માંગે છે, તેમના માટે Ragi na Dosa એક શ્રેષ્ઠ વિકલ્પ છે. નાના બાળક થી લઇ મોટા દરેક એને ખાઈ શકે છે. આપણે રાગી માંથી અત્યાર સુંધી ઈડલી, સ્વીટ વગેરે બનાવતા શીખ્યા પણ આજ આપણે ક્રિસ્પી અને ટેસ્ટી ragi na dosa બનાવતા શીખીશું. તો ચાલો જોઈએ રાગી ના ઢોસા બનાવવાની રીત.

Ragi Dosa Ingredients

  • રાગી 1 કપ
  • અડદ દાળ ¼  કપ
  • મેથી દાણા 1 ચમચી
  • માખણ / તેલ જરૂર મુજબ
  • ચટણી, સંભાર, બટાકાની ભાજી જરૂર મુજબ

Ragina Dosa banavani rit

રાગી ના ઢોસા બનાવવા સૌથી પહેલા એક મોટા વાસણમાં રાગી (આખી રાગી ) લ્યો એમાં અડદ દાળ અને મેથી દાણા નાખી ત્રણ ચાર પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં બીજા બે ત્રણ ગ્લાસ પાણી નાખી સાત આઠ કલાક પલાળી લ્યો. આઠ કલાક પછી પલાળી લીધા બાદ પાણી નીતારી ને મિક્સર જારમાં નાખો અને જરૂર મુજબ પાણી નાખી પીસી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો. આમ બધી જ પલાડેલ રાગી દાળ ને પીસી પેસ્ટ બનાવી લ્યો. અને એક મોટા વાસણમાં કાઢી લ્યો.

હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ આઠ થી દસ કલાક માટે આથો આવવા ગરમ જગ્યાએ મુકો. દસ કલાક પછી આથો બરોબર આવી જાય એટલે મિશ્રણ ને એક વખત બરોબર મિક્સ કરી લ્યો.

હવે ઢોસા તવી ને ગેસ પર ગરમ કરો. તવી ગરમ થાય એટલે ભીના કપડાથી લુછી તૈયાર મિશ્રણ ની એક થી દોઢ કડછી એમાં નાખી ગોળ ફેરવી દયો અને ચડવા દયો ચડી ગોલ્ડન થવા લાગે એટલેમાખણ કે તેલ લગાવી ચડાવો અને ત્યાર બાદ ઉતારી ગરમ ગરમ ચટણી, સાંભર અને મસાલા સાથે સર્વ કરો. તો તૈયાર છે રાગીના ઢોસા

Radi dhosa recipe tips

  1. રાગી ને સાત આઠ કલાક પલાળવી ખુબ જરૂરી છે.
  2. તમે પા કપ થી અડધો કપ ચોખા પણ પલળતી વખતે નાખી શકો છો.
  3. આથો આવવા ઓછામાં ઓછા દસ કલાક લાગી શકે છે  ઉનાળામાં ઝડપથી આવી જશે અને શિયાળામાં અથવા ઠંડક હોય તો વાર લાગી શકે છે.

રાગી ના ઢોસા બનાવવાની રીત

Ragi Dosa - રાગીના ઢોસા - ragi na dosa

Ragi Dosa Recipe in Gujarati | રાગી ના ઢોસા બનાવવાની રીત

આજ ના ભાગદોડ ભર્યા જીવનમાં હેલ્ધી નાસ્તો કરવોખૂબ જરૂરી છે. Ragi (રાગી) જેને આપણે નાચણી પણ કહીએ છીએ, તે પોષકતત્વોનોખજાનો છે. જે લોકોને ડાયાબિટીસ છે અથવા જેઓ વજન ઉતારવા માંગે છે, તેમના માટે Ragi Dosa એક શ્રેષ્ઠ વિકલ્પ છે. નાના બાળક થી લઇ મોટા દરેક એને ખાઈ શકે છે. આપણે રાગી માંથી અત્યાર સુંધી ઈડલી, સ્વીટ વગેરે બનાવતા શીખ્યા પણ આજ આપણે ક્રિસ્પી અને ટેસ્ટી ragi na dosa બનાવતા શીખીશું. તો ચાલો જોઈએ રાગી ના ઢોસા બનાવવાની રીત.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 10 hours
Total Time: 10 hours 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 મોટું વાસણ
  • 1 ઢોસા તવી
  • 1 મિક્સર

Ingredients

Ragi Dosa Ingredients

  • 1 કપ રાગી
  • ¼ કપ અડદ દાળ
  • 1 ચમચી મેથી દાણા
  • માખણ / તેલ જરૂર મુજબ
  • ચટણી, સંભાર, બટાકાની ભાજી જરૂર મુજબ

Instructions

Ragi na Dosa banavani rit

  • રાગી ના ઢોસા બનાવવા સૌથી પહેલા એક મોટા વાસણમાં રાગી (આખી રાગી ) લ્યો એમાં અડદ દાળ અને મેથી દાણા નાખી ત્રણ ચાર પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં બીજા બે ત્રણ ગ્લાસ પાણી નાખી સાત આઠ કલાક પલાળી લ્યો. આઠ કલાક પછી પલાળી લીધા બાદ પાણી નીતારી ને મિક્સર જારમાં નાખો અને જરૂર મુજબ પાણી નાખી પીસી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો. આમ બધી જ પલાડેલ રાગી દાળ ને પીસી પેસ્ટ બનાવી લ્યો. અને એક મોટા વાસણમાં કાઢી લ્યો.
  • હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ આઠ થી દસ કલાક માટે આથો આવવા ગરમ જગ્યાએ મુકો. દસ કલાક પછી આથો બરોબર આવી જાય એટલે મિશ્રણ ને એક વખત બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે ઢોસા તવી ને ગેસ પર ગરમ કરો. તવી ગરમ થાય એટલે ભીના કપડાથી લુછી તૈયાર મિશ્રણ ની એક થી દોઢ કડછી એમાં નાખી ગોળ ફેરવી દયો અને ચડવા દયો ચડી ગોલ્ડન થવા લાગે એટલેમાખણ કે તેલ લગાવી ચડાવો અને ત્યાર બાદ ઉતારી ગરમ ગરમ ચટણી, સાંભર અને મસાલા સાથે સર્વ કરો. તો તૈયાર છે રાગીના ઢોસા.

Radi dhosa recipe tips

  • રાગી ને સાત આઠ કલાક પલાળવી ખુબ જરૂરી છે.
  • તમે પા કપ થી અડધો કપ ચોખા પણ પલળતી વખતે નાખી શકો છો.
  • આથો આવવા ઓછામાં ઓછા દસ કલાક લાગી શકે છે ઉનાળામાં ઝડપથી આવી જશે અને શિયાળામાં અથવા ઠંડક હોય તો વાર લાગી શકે છે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version