આજ ની આપની આ કુકી તમે તમે ઘરે જ કંઈક હેલ્ધી બેક (Bake) કરી સાવ નાના બાળકોને પણ આપી શકો છો કેમ કે આપણે આ કુકી બનાવવા કોઈ મેંદા કે ઘઉંના લોટનો કે કોઈ મીઠાસ નો ઉપયોગ કે પછી બેકિંગ સોડા કે બેકિંગ પાઉડર નો ઉપયોગ કરેલ નથી એટલે આ Ragi Juvar Banana Cookies કુકી હેલ્થી ની સાથે ટેસ્ટી બનશે જે તમે તમારા સાવ નાના બાળક કે મોટા ને પણ આપી શકો છો. તો ચાલો રાગી જુવાર બનાના કુકીઝ બનાવવાની રીત શીખીએ.
Table of contents
રાગી જુવાર કુકીઝ બનાવવા જરૂરી સામગ્રી
- જુવારનો લોટ ¼ કપ
- રાગી નો લોટ ½ કપ
- પાકેલા કેળા 1 મોટું
- ઘી 2-3 ચમચી
- તજનો ભૂકો 1-2 ચપટી
Ragi Juvar Banana Cookies banavani rit
રાગી જુવાર બનાના કુકીઝ બનાવવા સૌથી પહેલા પાકેલા કેળા ને છોલી લ્યો ત્યાર બાદ કથરોટમાં કાંટા ચમચી થી એક બાજુથી મેસ કરતા જઈ સ્મૂથ મેસ કરી લ્યો. આખું કેળા બરોબર સ્મૂથ મેસ કરી લીધા બાદ એમાં ચાળીને રાગીનો લોટ અને જુવારનો લોટ નાખો સાથે તાજ નો ભૂકો નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં ઘી નાખી સોફ્ટ લોટ બાંધી લ્યો.
બાંધેલા લોટ ના એક સરખા નાના અથવા જે સાઈઝ ની કુકી બનાવી એ સાઈઝ ના લુવા કરી લ્યો. હવે હથેળી માં ઘી લગાવી એક એક લુવા ને ગોળ ફેરવી હથેળી વચ્ચે થોડું દબાવી ચપટી કરી કુકી બનાવો ( તમે તમારા મનપસંદ આકારના મોલ્ડ માંથી પણ આકાર આપી શકો છો )
તૈયાર કુકી ને બેકિંગ ટ્રે માં મુકેલ બટર પેપર પર મુકો. આમ એક એક કરી બધી જ કુકી બનાવતા જઈ થોડા થોડા અંતરે મુક્ત જઈ બનાવી લ્યો. ( અહી તમે જો કડાઈમાં બેક કરવાના હો તો પ્લેટ ને ઘી થી ગ્રીસ કરી ને પણ લઇ શકો છો) હવે કાંટા ચમચી થી બધી જ કુકી માં કાણા કરી લ્યો.
હવે પ્રી હીટ ઓવન માં મૂકી દસ થી બાર મિનીટ બેક કરી લ્યો. ત્યાર બાદ બહાર કાઢી ઠંડા કરી કરવા મુકો. અહી તમે તૈયાર કુકી ને કડાઈમાં પણ બનાવી શકો છો કડાઈમાં બનાવવા ગેસ પર કડાઈમાં મીઠું અથવા કાંઠો મૂકી ઢાંકી દસ મિનીટ માટે ગરમ કરી લ્યો. દસ મિનીટ પછી તૈયાર કરેલ કુકી પ્લેટ એમાં મૂકી ગેસ ધીમો કરી ઢાંકી દસ થી પંદર મિનીટ ચડાવી લ્યો. કુકી બરોબર ચડી જાય ત્યાર બાદ પ્લેટ બહાર કાઢી ઠંડી થવા દયો. ઠંડી ત્યેલ કુકી ને ડબ્બામાં ભરી મજા લ્યો બાળકો સાથે. તો તૈયાર છે રાગી, જુવાર અને બનાના કુકી.
રાગી જુવાર બનાના કુકીઝ બનાવવાની રીત

Ragi Juvar Banana Cookies Recipe in gujarati | રાગી જુવાર બનાના કુકીઝ બનાવવાની રીત
Equipment
- 1 કથરોટ
- 1 ઓવન/ કડાઈ
Ingredients
રાગી જુવાર કુકીઝ બનાવવા જરૂરી સામગ્રી
- ¼ કપ જુવારનો લોટ
- ½ કપ રાગી નો લોટ
- 1 મોટું પાકેલા કેળા
- 2-3 ચમચી ઘી
- 1-2 ચપટી તજનો ભૂકો
Instructions
Ragi Juvar Banana Cookies banavani rit
- રાગી જુવાર બનાના કુકીઝ બનાવવા સૌથી પહેલા પાકેલા કેળા ને છોલી લ્યો ત્યાર બાદ કથરોટમાં કાંટા ચમચી થી એક બાજુથી મેસ કરતા જઈ સ્મૂથ મેસ કરી લ્યો. આખું કેળા બરોબર સ્મૂથ મેસ કરી લીધા બાદ એમાં ચાળીને રાગીનો લોટ અને જુવારનો લોટ નાખો સાથે તાજ નો ભૂકો નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં ઘી નાખી સોફ્ટ લોટ બાંધી લ્યો.
- બાંધેલા લોટ ના એક સરખા નાના અથવા જે સાઈઝ ની કુકી બનાવી એ સાઈઝ ના લુવા કરી લ્યો. હવે હથેળી માં ઘી લગાવી એક એક લુવા ને ગોળ ફેરવી હથેળી વચ્ચે થોડું દબાવી ચપટી કરી કુકી બનાવો ( તમે તમારા મનપસંદ આકારના મોલ્ડ માંથી પણ આકાર આપી શકો છો )
- તૈયાર કુકી ને બેકિંગ ટ્રે માં મુકેલ બટર પેપર પર મુકો. આમ એક એક કરી બધી જ કુકી બનાવતા જઈ થોડા થોડા અંતરે મુક્ત જઈ બનાવી લ્યો. ( અહી તમે જો કડાઈમાં બેક કરવાના હો તો પ્લેટ ને ઘી થી ગ્રીસ કરી ને પણ લઇ શકો છો) હવે કાંટા ચમચી થી બધી જ કુકી માં કાણા કરી લ્યો.
- હવે પ્રી હીટ ઓવન માં મૂકી દસ થી બાર મિનીટ બેક કરી લ્યો. ત્યાર બાદ બહાર કાઢી ઠંડા કરી કરવા મુકો. અહી તમે તૈયાર કુકી ને કડાઈમાં પણ બનાવી શકો છો કડાઈમાં બનાવવા ગેસ પર કડાઈમાં મીઠું અથવા કાંઠો મૂકી ઢાંકી દસ મિનીટ માટે ગરમ કરી લ્યો. દસ મિનીટ પછી તૈયાર કરેલ કુકી પ્લેટ એમાં મૂકી ગેસ ધીમો કરી ઢાંકી દસ થી પંદર મિનીટ ચડાવી લ્યો. કુકી બરોબર ચડી જાય ત્યાર બાદ પ્લેટ બહાર કાઢી ઠંડી થવા દયો. ઠંડી ત્યેલ કુકી ને ડબ્બામાં ભરી મજા લ્યો બાળકો સાથે. તો તૈયાર છે રાગી, જુવાર અને બનાના કુકી.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Ghau na Lot na Papad Recipe in Gujarati | ઘઉંના લોટના પાપડ બનાવવાની રીત
મિલેટ કુકી બનાવવાની રીત | Millet Cookie banavani rit
Mini namkin namakpara | મીની નમકીન નમક્પરારા બનાવવાની રેસીપી
