HomeDessert & DrinksColorful Fruit Chaas Recipe in gujarati | 6 ફ્લેવરની ફ્રૂટ છાશ બનાવવાની...

Colorful Fruit Chaas Recipe in gujarati | 6 ફ્લેવરની ફ્રૂટ છાશ બનાવવાની રીત

આજ આપણે કલરફૂલ અને ફ્લેવેરફૂલ ફ્રૂટ છાશ બનાવવાની રીત શીખીશું. ગરમી માં છાસ શરીર ને ખુબ ઠંડક આપે છે અને શરીર ને ડી હાઈડ્રેતેડ નથી થવા દેતી. આપણે રેગુલર મસાલા નાખી ને છાસ તો પિતા જ હોઈએ છીએ. પણ આજ આપણે એમાં અમુક ફ્રુટ અને શાક નો ઉપયોગ કરી નેચરલ કલર સાથે  અલગ ફ્લેવર ( સ્વાદ ) વાળી છાસ બનાવતા શીખીએ. જે છાસનો સ્વાદ તો વધારે જ છે સાથે જોવી પણ ગમશે. તો ચાલો Colorful Fruit Chaas શીખીએ.

ક્લાસિક છાસ બનાવવા માટેની સામગ્રી

  1. ઠંડું દહીં 1 કપ
  2. લીલું મરચું 1 નાનું
  3. આદુનો ટુકડો ½ ઇંચ
  4. સંચળ ½ ચમચી
  5. જલજીરા પાઉડર ½ ચમચી
  6. ઝીણી સુધારેલ કાકડી ¼ કપ
  7. ઠંડું પાણી 1 કપ
  8. બરફના કટકા જરૂર મુજબ

પિંક છાસ બનાવવા માટેની સામગ્રી

  1. ઠંડું દહીં 1 કપ
  2. ઝીણી સુધારેલ સ્ટોબેરી 5-6
  3. સંચળ ½ ચમચી
  4. કોકમ જ્યુસ 1 ચમચી
  5. ઠંડું પાણી 1 કપ
  6. બરફના કટકા જરૂર મુજબ

ગ્રીન છાસ બનાવવા માટેની સામગ્રી

  1. ઠંડું દહીં 1 કપ
  2. કીવી ઝીણી સુધારેલ 1
  3. નાગરવેલ નું પાંદ 1
  4. ફુદીના ના પાંદ 5-6
  5. શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  6. સંચળ ½ ચમચી
  7. લીલું મરચું 1
  8. ઠંડું પાણી 1 કપ
  9. બરફના કટકા જરૂર મુજબ

બ્લુ છાસ બનાવવા માટેની સામગ્રી

  1. ઠંડુ દહીં 1 કપ
  2. બ્લુબેરી 6-7
  3. કાળી દ્રાક્ષ 6-7 
  4. શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  5. ફુદીના ના પાંદ 5-6
  6. લીલું મરચું 1
  7. સંચળ ½ ચમચી
  8. ઠંડું પાણી 1 કપ
  9. બરફ ના કટકા જરૂર મુજબ

યેલ્લો છાસ બનાવવા માટેની સામગ્રી

  1. ઠંડું દહીં 1 કપ
  2. મેંગો 1 ના કટકા
  3. પાઈનેપલ ના કટકા ¼ કપ
  4. આદુનો ટુકડો ½ ઇંચ
  5. લીલું મરચું  1
  6. સંચળ ½ ચમચી
  7. ઠંડું પાણી 1 કપ
  8. બરફના કટકા જરૂર મુજબ

ઓરેન્જ છાસ બનાવવા માટેની સામગ્રી

  1. ઠંડું દહીં 1 કપ
  2. ગાજરના કટકા ¼ કપ
  3. લીંબુનો રસ ½ ચમચી
  4. આદુનો ટુકડો ½ ઇંચ
  5. શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  6. મરી પાઉડર ¼ ચમચી
  7. સંચળ ½ ચમચી
  8. ઠંડું પાણી 1 કપ
  9. બરફ ના કટકા જરૂર મુજબ

Colorful Fruit Chaas banavani rit

6 ફ્લેવરની ફ્રૂટ છાશ બનાવવા સાથી પહેલા આપણે જે ફ્લેવર વાળી છાસ બનાવી છે એ મુજબ ની સામગ્રી તૈયાર કરી લ્યો. અહી આપણે એક થી બે ગ્લાસ છાસ બનવાવવા માટે જરૂરી સામગ્રી તૈયાર  કરી છાસ બનાવશું. તો એ મુજબ ચાલો આપણે અલગ અલગ કલરફૂલ Colorful Fruit Chaas બનાવતા શીખીએ.

ક્લાસિક છાસ બનાવવાની રીત 

ક્લાસિક છાસ બનાવવા સૌથી પહેલા કાકડી ને ધોઈ સાફ કરી છોલી લીધા બાદ કાપી કટકા કરી લ્યો હવે મિક્સર જારમાં ઠંડું દહીં, સુધારેલ નાનું લીલું મરચું, આદુનો ટુકડો, સંચળ, જલજીરા પાઉડર, ઝીણી સુધારેલ કાકડીઅને  ઠંડું પાણી નાખી ઢાંકણ બંધ કરી  બરોબર સ્મૂથ પીસી લ્યો અને તૈયાર છાસ ને સર્વિંગ ગ્લાસ માં નાખી ઉપર થી બરફ ના કટકા નાખી સર્વ કરો. તો તૈયાર છે ક્લાસિક છાસ .

પિંક છાસ બનાવવાની રીત  

પિંક છાસ બનાવવા સૌથી પહેલા સ્ટ્રોબેરી સાફ કરી ડાળી કાપી ઝીણા કટકા કરી લ્યો. હવે મિક્સર જારમાં ઠંડું દહીં, ઝીણી સુધારેલ સ્ટોબેરી, સંચળ, કોકમ જ્યુસ, ઠંડું પાણી નાખી ઢાંકણ બંધ કરી બરોબર સ્મૂથ પીસી લ્યો અને પીસેલી છાસને સર્વિંગ ગ્લાસમાં નાખી ઉપર થી બરફના કટકા નાથી સર્વ કરો. તો તૈયાર છે પિંક છાસ.  

ગ્રીન છાસ બનાવવાની રીત

ગ્રીન છાસ બનાવવા સૌથી પહેલા કીવી ને છોલી સાફ કરી લ્યો અને ત્યાર બાદ એના કટકા કરી લ્યો. હવે મિક્સર જારમાં ઠંડું દહીં, કીવી ઝીણી સુધારેલ, નાગરવેલ નું પાંદ, ફુદીના ના પાંદ, શેકેલ જીરું પાઉડર, સંચળ, લીલું મરચું, ઠંડું પાણી નાખી ઢાંકણ બંધ કરી સ્મૂથ પીસી લ્યો. પીસેલી છાસ ને સર્વિંગ ગ્લાસ માં નાખી ઉપર બરફના કટકા નાખી સર્વ કરો. તો તૈયાર છે ગ્રીન છાસ.

બ્લુ છાસ બનાવવાની રીત  

બ્લુ છાસ બનાવવા સૌથી પહેલા બ્લુબેરી અને કાળી દ્રાક્ષ ને ધોઈ સાફ કરી લ્યો. હવે મિક્સર જારમાં ઠંડું દહીં, બ્લુબેરી, કાળી દ્રાક્ષ, શેકેલ જીરું પાઉડર, ફુદીના ના પાંદ, લીલું મરચું સુધારેલ, સંચળ અને ઠંડું પાણી નાખી ઢાંકણ બંધ કરી સ્મૂથ પીસી લ્યો. પીસેલી છાસને સર્વિંગ ગ્લાસમાં નાખી ઉપર બરફ ના કટકા નાખી સર્વ કરો. તો તૈયાર છે બ્લુ છાસ.  

યેલ્લો છાસ બનાવવાની રીત

યેલ્લો છાસ બનાવવા સૌથી પહેલા મેંગો ને છોલી સાફ કરી ચાકુથી ઝીણો સુધારી લ્યો અને પાઈનેપલ ને સાફ કરી એના પણ કટકા કરી લ્યો. હવે મિક્સર જારમાં ઠંડું દહીં, મેંગો ના કટકા, પાઈનેપલ ના કટકા, આદુનો ટુકડો, લીલું મરચું સુધારેલ, સંચળ અને ઠંડું પાણી નાખી ઢાંકણ બંધ કરી સ્મૂથ પીસી લ્યો. પીસેલી છાસ ને સર્વિંગ ગ્લાસ માં નાખી બરફના કટકા નાખી સર્વ કરો. તો તૈયાર છે યેલ્લો છાસ.  

ઓરેન્જ છાસ બનાવવાની રીત

ઓરેન્જ છાસ બનાવવા ગાજરને ધોઈ સાફ કરી છોલી લઇ વચ્ચે રહેલ સફેદ ભાગ અલગ કરી કટકા કરી લ્યો. હવે મિક્સર જારમાં ઠંડું દહીં, ગાજરના કટકા, લીંબુનો રસ, આદુનો ટુકડો, શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર, સંચળ અને ઠંડું પાણી નાખી ઢાંકણ બંધ કરી સ્મૂથ પીસી લ્યો. પીસેલી છાસ ને સર્વિંગ ગ્લાસ ના નાખી ઉપર થી બરફ ના કટકા નાખી સર્વ કરો. તો તૈયાર છે ઓરેન્જ  છાસ.  

6 ફ્લેવરની ફ્રૂટ છાશ બનાવવાની રીત

Colorful Fruit Chaas banavani rit - 6 ફ્લેવરની ફ્રૂટ છાશ

Colorful Fruit Chaas Recipe in gujarati | 6 ફ્લેવરની ફ્રૂટ છાશ બનાવવાની રીત

આજ આપણે કલરફૂલઅને ફ્લેવેરફૂલ ફ્રૂટ છાશ બનાવવાની રીત શીખીશું. ગરમી માં છાસ શરીર ને ખુબ ઠંડક આપે છે અને શરીર ને ડી હાઈડ્રેતેડ નથી થવાદેતી. આપણે રેગુલર મસાલા નાખી ને છાસ તો પિતા જ હોઈએ છીએ. પણ આજ આપણે એમાં અમુક ફ્રુટ અને શાક નો ઉપયોગ કરી નેચરલ કલર સાથે  અલગ ફ્લેવર ( સ્વાદ ) વાળી છાસ બનાવતા શીખીએ. જે છાસનો સ્વાદ તો વધારે જ છે સાથે જોવી પણ ગમશે. તો ચાલો Colorful Fruit Chaas શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 2 ગ્લાસ આશરે

Equipment

  • 1 મિક્સર જાર

Ingredients

ક્લાસિક છાસ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ઠંડું દહીં
  • 1 નાનું લીલું મરચું
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • ½ ચમચી સંચળ
  • ½ ચમચી જલજીરા પાઉડર
  • ¼ કપ ઝીણી સુધારેલ કાકડી
  • 1 કપ ઠંડું પાણી
  • બરફના કટકા જરૂર મુજબ

પિંક છાસ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ઠંડું દહીં
  • 5-6 ઝીણી સુધારેલ સ્ટોબેરી
  • ½ ચમચી સંચળ
  • 1 ચમચી કોકમ જ્યુસ
  • 1 કપ ઠંડું પાણી
  • બરફના કટકા જરૂર મુજબ

ગ્રીન છાસ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ઠંડું દહીં
  • 1 કીવી ઝીણી સુધારેલ
  • 1 નાગરવેલ નું પાંદ
  • 5-6 ફુદીના ના પાંદ
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • ½ ચમચી સંચળ
  • 1 લીલું મરચું
  • 1 કપ ઠંડું પાણી
  • બરફના કટકા જરૂર મુજબ

બ્લુ છાસ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ઠંડુ દહીં
  • 6-7 બ્લુબેરી
  • 6-7 કાળી દ્રાક્ષ
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • 5-6 ફુદીના ના પાંદ
  • 1 લીલું મરચું
  • ½ ચમચી સંચળ
  • 1 કપ ઠંડું પાણી
  • બરફ ના કટકા જરૂર મુજબ

યેલ્લો છાસ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ઠંડું દહીં
  • 1 મેંગો ના કટકા
  • ¼ કપ પાઈનેપલ ના કટકા
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • 1 લીલું મરચું
  • ½ ચમચી સંચળ
  • 1 કપ ઠંડું પાણી
  • બરફના કટકા જરૂર મુજબ

ઓરેન્જ છાસ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ઠંડું દહીં
  • ¼ કપ ગાજરના કટકા
  • ½ ચમચી લીંબુનો રસ
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • ¼ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી સંચળ
  • 1 કપ ઠંડું પાણી
  • બરફ ના કટકા જરૂર મુજબ

Instructions

Colorful Fruit Chaas banavani rit

  • 6 ફ્લેવરની ફ્રૂટ છાશ બનાવવા સાથી પહેલા આપણે જે ફ્લેવર વાળી છાસ બનાવી છે એ મુજબ ની સામગ્રી તૈયાર કરી લ્યો. અહી આપણે એક થી બે ગ્લાસ છાસ બનવાવવા માટે જરૂરી સામગ્રી તૈયાર કરી છાસ બનાવશું. તો એ મુજબ ચાલો આપણે અલગ અલગ કલરફૂલ અને ફ્લેવર ફૂલ છાસ બનાવતા શીખીએ.

ક્લાસિક છાસ બનાવવાની રીત

  • ક્લાસિક છાસ બનાવવા સૌથી પહેલા કાકડી ને ધોઈ સાફ કરી છોલી લીધા બાદ કાપી કટકા કરી લ્યો હવે મિક્સર જારમાં ઠંડું દહીં, સુધારેલ નાનું લીલું મરચું, આદુનો ટુકડો, સંચળ, જલજીરા પાઉડર, ઝીણી સુધારેલ કાકડીઅને ઠંડું પાણી નાખી ઢાંકણ બંધ કરી બરોબર સ્મૂથ પીસી લ્યો અને તૈયાર છાસ ને સર્વિંગ ગ્લાસ માં નાખી ઉપર થી બરફ ના કટકા નાખી સર્વ કરો. તો તૈયાર છે ક્લાસિક છાસ .

પિંક છાસ બનાવવાની રીત

  • પિંક છાસ બનાવવા સૌથી પહેલા સ્ટ્રોબેરી સાફ કરી ડાળી કાપી ઝીણા કટકા કરી લ્યો. હવે મિક્સર જારમાં ઠંડું દહીં, ઝીણી સુધારેલ સ્ટોબેરી, સંચળ, કોકમ જ્યુસ, ઠંડું પાણી નાખી ઢાંકણ બંધ કરી બરોબર સ્મૂથ પીસી લ્યો અને પીસેલી છાસને સર્વિંગ ગ્લાસમાં નાખી ઉપર થી બરફના કટકા નાથી સર્વ કરો. તો તૈયાર છે પિંક છાસ.

ગ્રીન છાસ બનાવવાની રીત

  • ગ્રીન છાસ બનાવવા સૌથી પહેલા કીવી ને છોલી સાફ કરી લ્યો અને ત્યાર બાદ એના કટકા કરી લ્યો. હવે મિક્સર જારમાં ઠંડું દહીં, કીવી ઝીણી સુધારેલ, નાગરવેલ નું પાંદ, ફુદીના ના પાંદ, શેકેલ જીરું પાઉડર, સંચળ, લીલું મરચું, ઠંડું પાણી નાખી ઢાંકણ બંધ કરી સ્મૂથ પીસી લ્યો. પીસેલી છાસ ને સર્વિંગ ગ્લાસ માં નાખી ઉપર બરફના કટકા નાખી સર્વ કરો. તો તૈયાર છે ગ્રીન છાસ.

બ્લુ છાસ બનાવવાની રીત

  • બ્લુ છાસ બનાવવા સૌથી પહેલા બ્લુબેરી અને કાળી દ્રાક્ષ ને ધોઈ સાફ કરી લ્યો. હવે મિક્સર જારમાં ઠંડું દહીં, બ્લુબેરી, કાળી દ્રાક્ષ, શેકેલ જીરું પાઉડર, ફુદીના ના પાંદ, લીલું મરચું સુધારેલ, સંચળ અને ઠંડું પાણી નાખી ઢાંકણ બંધ કરી સ્મૂથ પીસી લ્યો. પીસેલી છાસને સર્વિંગ ગ્લાસમાં નાખી ઉપર બરફ ના કટકા નાખી સર્વ કરો. તો તૈયાર છે બ્લુ છાસ.

યેલ્લો છાસ બનાવવાની રીત

  • યેલ્લો છાસ બનાવવા સૌથી પહેલા મેંગો ને છોલી સાફ કરી ચાકુથી ઝીણો સુધારી લ્યો અને પાઈનેપલ ને સાફ કરી એના પણ કટકા કરી લ્યો. હવે મિક્સર જારમાં ઠંડું દહીં, મેંગો ના કટકા, પાઈનેપલ ના કટકા, આદુનો ટુકડો, લીલું મરચું સુધારેલ, સંચળ અને ઠંડું પાણી નાખી ઢાંકણ બંધ કરી સ્મૂથ પીસી લ્યો. પીસેલી છાસ ને સર્વિંગ ગ્લાસ માં નાખી બરફના કટકા નાખી સર્વ કરો. તો તૈયાર છે યેલ્લો છાસ.

ઓરેન્જ છાસ બનાવવાની રીત

  • ઓરેન્જ છાસ બનાવવા ગાજરને ધોઈ સાફ કરી છોલી લઇ વચ્ચે રહેલ સફેદ ભાગ અલગ કરી કટકા કરી લ્યો. હવે મિક્સર જારમાં ઠંડું દહીં, ગાજરના કટકા, લીંબુનો રસ, આદુનો ટુકડો, શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર, સંચળ અને ઠંડું પાણી નાખી ઢાંકણ બંધ કરી સ્મૂથ પીસી લ્યો. પીસેલી છાસ ને સર્વિંગ ગ્લાસ ના નાખી ઉપર થી બરફ ના કટકા નાખી સર્વ કરો. તો તૈયાર છે ઓરેન્જ છાસ.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular