ઉપવાસ (Vrat/Upvas) માં આપણે સામાન્ય રીતે બટાકાનો ચેવડો કે વેફર ખાતા હોઈએ છીએ. પણ શું તમે ક્યારેય Shakkariya no Chevdo ટ્રાય કર્યો છે? શક્કરિયા (Sweet Potato) માં નેચરલ મીઠાશ હોય છે, જે તળ્યા પછી એક અનોખો કેરેમલાઈઝ્ડ ટેસ્ટ આપે છે. આ ચેવડો બટાકા કરતા જલ્દી બની જાય છે અને સ્વાદમાં પણ અનેરો લાગે છે. જો તમે થોડી નાની બાબતોનું ધ્યાન રાખો, તો તમારો ચેવડો પણ ફરસાણવાળાની દુકાન જેવો જ ક્રિસ્પી બનશે. એક વખત બનાવી દસ પંદર દિવસ સુંધી મજા લઇ શકો છો.ચાલો જોઈએ શક્કરિયાનો ફરાળી ચેવડો બનાવવાની રીત.
Table of contents
Sweet Potato Chivda Ingredients
- શક્કરીયા 500 ગ્રામ
- સિંગદાણા ½ કપ
- કાજુના કટકા 3-4 ચમચી
- બદામ ના કટકા 3-4 ચમચી
- કાળી દ્રાક્ષ 2-3 ચમચી
- લીલા મરચા ઝીણા ગોળ સુધારેલ 2-3 ચમચી
- પીસેલી ખાંડ 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
Shakkariya no Chevdo Recipe in Gujarati
શક્કરિયાનો ચેવડો બનાવવા સૌથી પહેલા શક્કરીયા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એને છોલી પાણી ભરેલા વાસણમાં નાખી દયો જેથી કાળા ના થઇ જાય હવે એક મોટા વાસણમાં પાણી ભરી મુકો. ત્યાર બાદ મીચીયમ મોટી સાઈઝ ના કાણા વાળી છીણી વડે એક શક્કરીયા સિવાય ના બધા જ શક્કરીયા ને છીણતા જઈ પાણી ભરેલા વાસણમાં નાખતા જાઓ. આમ બધા જ શક્કરીયા ને છીણી લ્યો. હવે બાકી રાખેલ એક શક્કરીયા ની વેફર સ્લાઈસર થી ગોળ સ્લાઈસ કરી એને બીજા પાણી ભરેલ વાસણમાં નાખી દયો.
હવે છીણેલા શક્કરીયા ને બીજા બે પાણીથી બરોબર ધોઈ સાફ કરી પાણી નીતારી કોરા કપડા પર ફેલાવી સુકાવી દયો. ત્યાર બાદ સ્લાઈસ કરેલ શક્કરીયા ને પણ બે પાણીથી ધોઈ એક એક કરી કપડા પર સુકવી લ્યો. ત્યાર બાદ કાજુ બદામ ના કટકા કરી લ્યો સાથે લીલા મરચા ના પણ કટકા કરી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો ( તેલ કડાઈ માં પા ભાગ સુંધી આવે એટલુજ લેવું કેમકે શક્કરીયા નું છીણ નાખશું તો તેલ ઉપર આવશે ). તેલ ફૂલ ગરમ થાય એટલે એમાં સુકાવેલ શક્ક્રીયાનું છીણ થોડું થોડું નાખી મીડીયમ તાપે હલાવતા રહી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી તારી લ્યો. છીણ ગોલ્ડન થાય એટલે એને ચારણીમાં કાઢી લ્યો ને બીજું છીણ નાખી એને પણ ગોલ્ડન તારી લ્યો. આમ બધા જ શક્કરીયા ના છીણ ને તારી લઇ ચારણી માં મુક્ત જાઓ. ત્યાર બાદ જે સ્લાઈસ કરેલ શક્કરીયા ને નાખી એને પણ ગોલ્ડન અને ક્રિસ્પી તારી લ્યો.
ત્યારબાદ ગેસ ધીમો કરી એમાં સિંગદાણા નાખી હલાવતા રહી લાઈટ ગોલ્ડન થાય એટલે એને પણ ચારણી માં કાઢી લ્યો. ત્યાર બાદ કાજુ અને બદામ ના કટકા ને પણ ગોલ્ડન તારી ચારણીમાં નાખો. હવે કાળી દ્રાક્ષ ને તારી લ્યો અને ત્યાર બાદ લીલા મરચા ને પણ તારી કાઢી લ્યો. આમ બધી સામગ્રી ને તારી લ્યો અને ચારણીમાં કાઢી વધારાનું તેલ નીતારી લ્યો અને તેલ નીતારી લીધા બાદ એક મોટા વાસણમાં કાઢી લ્યો.
વાઘારીયા માં અડધી ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી તૈયાર વઘાર તારેલ ચેવડા પર નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં ફરાળી મીઠું, પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર ચેવડા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો. તો તૈયાર છે શક્કરીયા નો ફરાળી ચેવડો.
Farali Chivda Recipe notes
- અહી તમે પાંચ સાત લીમડાના પાંદ તારીને પણ નાખી શકો છો. જેનાથી સ્વાદ ખુબ સારો આવશે.
- તમે ફરાળ માં જો હળદર કે લાલ મરચા નો પાઉડર ખાતા ના હો તો સ્કીપ કરી શકો છો.
શક્કરિયાનો ચેવડો બનાવવાની રીત

Shakkariya no Chevdo Recipe in Gujarati | શક્કરિયાનો ચેવડો | Farali Sweet Potato Chivda
Equipment
- 1 કડાઈ
- 1 વેફર સ્લાઈસર
- 1 છીણી
Ingredients
Sweet Potato Chivda Ingredients
- 500 ગ્રામ શક્કરીયા
- ½ કપ સિંગદાણા
- 3-4 ચમચી કાજુના કટકા
- 3-4 ચમચી બદામ ના કટકા
- 2-3 ચમચી કાળી દ્રાક્ષ
- 2-3 ચમચી લીલા મરચા ઝીણા ગોળ સુધારેલ
- 1 ચમચી પીસેલી ખાંડ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હળદર
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
Instructions
Shakkariya no Chevdo Recipe in Gujarati
- શક્કરિયાનો ચેવડો બનાવવા સૌથી પહેલા શક્કરીયા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એને છોલી પાણી ભરેલા વાસણમાં નાખી દયો જેથી કાળા ના થઇ જાય હવે એક મોટા વાસણમાં પાણી ભરી મુકો. ત્યાર બાદ મીચીયમ મોટી સાઈઝ ના કાણા વાળી છીણી વડે એક શક્કરીયા સિવાય ના બધા જ શક્કરીયા ને છીણતા જઈ પાણી ભરેલા વાસણમાં નાખતા જાઓ. આમ બધા જ શક્કરીયા ને છીણી લ્યો. હવે બાકી રાખેલ એક શક્કરીયા ની વેફર સ્લાઈસર થી ગોળ સ્લાઈસ કરી એને બીજા પાણી ભરેલ વાસણમાં નાખી દયો.
- હવે છીણેલા શક્કરીયા ને બીજા બે પાણીથી બરોબર ધોઈ સાફ કરી પાણી નીતારી કોરા કપડા પર ફેલાવી સુકાવી દયો. ત્યાર બાદ સ્લાઈસ કરેલ શક્કરીયા ને પણ બે પાણીથી ધોઈ એક એક કરી કપડા પર સુકવી લ્યો. ત્યાર બાદ કાજુ બદામ ના કટકા કરી લ્યો સાથે લીલા મરચા ના પણ કટકા કરી લ્યો.
- ત્યારબાદ ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો ( તેલ કડાઈ માં પા ભાગ સુંધી આવે એટલુજ લેવું કેમકે શક્કરીયા નું છીણ નાખશું તો તેલ ઉપર આવશે ). તેલ ફૂલ ગરમ થાય એટલે એમાં સુકાવેલ શક્ક્રીયાનું છીણ થોડું થોડું નાખી મીડીયમ તાપે હલાવતા રહી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી તારી લ્યો. છીણ ગોલ્ડન થાય એટલે એને ચારણીમાં કાઢી લ્યો ને બીજું છીણ નાખી એને પણ ગોલ્ડન તારી લ્યો. આમ બધા જ શક્કરીયા ના છીણ ને તારી લઇ ચારણી માં મુક્ત જાઓ. ત્યાર બાદ જે સ્લાઈસ કરેલ શક્કરીયા ને નાખી એને પણ ગોલ્ડન અને ક્રિસ્પી તારી લ્યો.
- ગેસ ધીમો કરી એમાં સિંગદાણા નાખી હલાવતા રહી લાઈટ ગોલ્ડન થાય એટલે એને પણ ચારણી માં કાઢી લ્યો. ત્યાર બાદ કાજુ અને બદામ ના કટકા ને પણ ગોલ્ડન તારી ચારણીમાં નાખો. હવે કાળી દ્રાક્ષ ને તારી લ્યો અને ત્યાર બાદ લીલા મરચા ને પણ તારી કાઢી લ્યો. આમ બધી સામગ્રી ને તારી લ્યો અને ચારણીમાં કાઢી વધારાનું તેલ નીતારી લ્યો અને તેલ નીતારી લીધા બાદ એક મોટા વાસણમાં કાઢી લ્યો.
- હવે વાઘારીયા માં અડધી ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી તૈયાર વઘાર તારેલ ચેવડા પર નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં ફરાળી મીઠું, પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર ચેવડા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો. તો તૈયાર છે શક્કરીયા નો ફરાળી ચેવડો.
Farali Chivda Recipe notes
- અહી તમે પાંચ સાત લીમડાના પાંદ તારીને પણ નાખી શકો છો. જેનાથી સ્વાદ ખુબ સારો આવશે.
- તમે ફરાળ માં જો હળદર કે લાલ મરચા નો પાઉડર ખાતા ના હો તો સ્કીપ કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Palak Bread Tikki Recipe in Gujarati | પાલક બ્રેડ ટિક્કી
બફ વડા બનાવવાની રીત | farali buff vada recipe in gujarati
ફરાળી ઢોકળા | farali dhokla recipe in gujarati
Farali uttapam banavani rit | ફરાળી ઉત્તપમ બનાવવાની રીત
Farali mathri | ફરાળી મઠરી બનાવવાની રીત
Makhana no farali chevdo | મખાના નો ફરાળી ચેવડો બનાવવાની રીત
