HomeNastaMakhana no farali chevdo : મખાના નો ફરાળી ચેવડો બનાવવાની રીત

Makhana no farali chevdo : મખાના નો ફરાળી ચેવડો બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આ મખાના નો ફરાળી ચેવડો સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી પણ છે તેથી વ્રત ઉપવાસમાં શરીર માં શક્તિ ની સાથે ઊર્જા પણ આપશે. અને આ ચેવડો તમે બાળકો ને પણ આપી શકો છો જેથી એમની શારીરિક શક્તિ માં વધારો થાય. વ્રત હોય કે ન હોય આ ચેવડો બનાવી ને સવાર કે સાંજ ના નાસ્તા માં  મજા લઇ શકો છો અને એક વખત બનાવેલા Makhana no farali chevdo ને તમે જો બચી જાય તો લાંબો સમય મજા લઈ શકો છો.

મખાના નો ચેવડો બનાવવા જરૂરી સામગ્રી

  • ઘી 3-4 ચમચી
  • મખાના 100 ગ્રામ
  • સીંગદાણા 3-4 ચમચી
  • બદામ 20-25 ના કટકા
  • કાજુ 25-30 ના કટકા
  • મગતરી  બીજ 2-3 ચમચી
  • સૂકા નારિયળ ની કતરણ ¼ કપ
  • કાળી કીસમીસ 2-3 ચમચી
  • લીલા મરચા ઝીણા સમારેલા 2-3
  • મીઠા લીમડા ના પાંદ 10-12
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • પીસેલી ખાંડ 2 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • સફેદ તલ 2-3 ચમચી
  • સંચળ ¼ ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ

Makhana no farali chevdo banavani rit

મખાના નો ફરાળી ચેવડો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી ઘી ગરમ કરવા મુકીશું. ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં સીંગદાણા નાખી હલાવી ને શેકી લ્યો . સીંગદાણા ગોલ્ડન બ્રાઉન થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ એજ ઘી માં કાજુ અને બદામ ના કટકા ને નાખી હલાવતા રહી લાઈટ ગોલ્ડન થાય એટલે વાસણમાં કાઢી લ્યો.

હવે એમાં મગતરી બીજ ને શેકી લ્યો અને બીજ ફૂટવા લાગે એટલે કાજુ બદામ સાથે કાઢી લ્યો ત્યાર બાદ એજ કડાઈમાં સૂકા નારિયળ ની કતરણ નાખો અને એને પણ શેકી લ્યો નારિયળ ની કતરણ લાઈટ ગોલ્ડન થાય એટલે એને પણ કાજુ બદામ સાથે કાઢી લ્યો. હવે એમાં કાળી કીસમીસ ને એક મિનિટ શેકી કાઢી લ્યો.

ફરીથી કડાઈ માં બે ત્રણ ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં મખાના નાખો સાથે સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી મિક્સ કરી હલાવતા રહો અને મખાના ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો.

દસ મિનિટ પછી મખાના શેકાઈ ને ક્રિસ્પી થાય એટલે એમાં સફેદ તલ, શેકી રાખેલ ડ્રાય ફ્રુટ નાખો સાથે આમચૂર પાઉડર, સંચળ,  મરી પાઉડર, લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો,

ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ચેવડા ને થોડો ઠંડો થવા દયો. ચેવડો ઠંડો થાય ત્યાં બાદ એમાં પીસેલી ખાંડ નાખો બરોબર મિક્સ કરી લ્યો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ફરાળી મખાના ચેવડો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

મખાના નો ફરાળી ચેવડો બનાવવાની રીત

મખાના નો ફરાળી ચેવડો - Makhana no farali chevdo - મખાના નો ફરાળી ચેવડો બનાવવાની રીત - Makhana no farali chevdo banavani rit

Makhana no farali chevdo : મખાના નો ફરાળી ચેવડો બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આ મખાના નો ફરાળી ચેવડો સ્વાદિષ્ટની સાથે હેલ્થી પણ છે તેથી વ્રત ઉપવાસમાં શરીર માં શક્તિ ની સાથે ઊર્જા પણ આપશે. અને આ ચેવડોતમે બાળકો ને પણ આપી શકો છો જેથી એમની શારીરિક શક્તિ માં વધારો થાય. વ્રત હોય કેન હોય આ ચેવડો બનાવી ને સવાર કે સાંજ ના નાસ્તા માં  મજા લઇ શકો છો અને એક વખત બનાવેલા Makhana no farali chevdo ને તમે જોબચી જાય તો લાંબો સમય મજા લઈ શકો છો.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મખાના નો ચેવડો બનાવવા જરૂરી સામગ્રી

  • 3-4 ચમચી ઘી
  • 100 ગ્રામ મખાના
  • 3-4 ચમચી સીંગદાણા
  • 20-15 બદામ ના કટકા
  • 25-30 કાજુ ના કટકા
  • 2-3 ચમચી મગતરી બીજ
  • ¼ કપ સૂકા નારિયળ ની કતરણ
  • 2-3 ચમચી કાળી કીસમીસ
  • 2-3 લીલા મરચા ઝીણા સમારેલા
  • 10-12 મીઠા લીમડા ના પાંદ
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • ¼ ચમચી મરી પાઉડર
  • 2 ચમચી પીસેલી ખાંડ
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2-3 ચમચી સફેદ તલ
  • ¼ ચમચી સંચળ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ

Instructions

Makhana no farali chevdo banavani rit

  • મખાના નો ફરાળી ચેવડો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી ઘી ગરમ કરવા મુકીશું. ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં સીંગદાણા નાખી હલાવી ને શેકી લ્યો . સીંગદાણા ગોલ્ડન બ્રાઉન થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ એજ ઘી માં કાજુ અને બદામ ના કટકા ને નાખી હલાવતા રહી લાઈટ ગોલ્ડન થાય એટલે વાસણમાં કાઢી લ્યો.
  • હવે એમાં મગતરી બીજ ને શેકી લ્યો અને બીજ ફૂટવા લાગે એટલે કાજુ બદામ સાથે કાઢી લ્યો ત્યાર બાદ એજ કડાઈમાં સૂકા નારિયળ ની કતરણ નાખો અને એને પણ શેકી લ્યો નારિયળ ની કતરણ લાઈટ ગોલ્ડન થાય એટલે એને પણ કાજુ બદામ સાથે કાઢી લ્યો. હવે એમાં કાળી કીસમીસ ને એક મિનિટ શેકી કાઢી લ્યો.
  • ફરીથી કડાઈ માં બે ત્રણ ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં મખાના નાખો સાથે સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી મિક્સ કરી હલાવતા રહો અને મખાના ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • દસ મિનિટ પછી મખાના શેકાઈ ને ક્રિસ્પી થાય એટલે એમાં સફેદ તલ, શેકી રાખેલ ડ્રાય ફ્રુટ નાખો સાથે આમચૂર પાઉડર, સંચળ, મરી પાઉડર, લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો,
  • ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ચેવડા ને થોડો ઠંડો થવા દયો. ચેવડો ઠંડો થાય ત્યાં બાદ એમાં પીસેલી ખાંડ નાખો બરોબર મિક્સ કરી લ્યો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ફરાળી મખાના ચેવડો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular