HomeNastaBhutte Ki Kees banavani recipe | ભુટ્ટે કી કિસ બનાવવાની રેસીપી

Bhutte Ki Kees banavani recipe | ભુટ્ટે કી કિસ બનાવવાની રેસીપી

નમસ્તે મિત્રો આજે આપણે ભુટ્ટે કી કિસ ની રેસીપી બનાવતા શીખીશું નામ અલગ લાગે છે ને સાંભળી ને ? તો હા આ રેસિપી ઇન્દોર ની ફેમસ ડિશ Bhutte Ki Kees – ભુટ્ટે કી કિસ છે. જે આજે આપણે ઘરે બનાવતા શીખીશું અને બનવામાં પણ ખુબજ સરળ છે. તો ચાલો આજની આ રેસિપી બનાવતા શીખીએ.

જીરાવન મસાલા માટેની સામગ્રી :-

  • જીરું 1 ચમચી
  • ધાણા જીરું પાવડર  1 ચમચી
  • તજ નો ટુકડો ½ નંગ
  • વરિયાળી 2 ચમચી
  • મરી પાવડર ¼ ચમચી
  • લવિંગ 7-8 નંગ
  • તમાલપત્ર 2-3 નંગ
  • જાયફળ ½ છીણેલું
  • સૂંઠ પાવડર ¼ ચમચી
  • આમચૂર પાવડર 2 ચમચી
  • સંચળ પાવડર 1 ચમચી
  • તીખું લાલ મરચું પાવડર 1 ચમચી
  • કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી
  • મીઠું ½ ચમચી
  • હળદર પાવડર ½ ચમચી
  • હીંગ ચપટી
  • ખાંડ 1 ચમચી

ભુટ્ટે કી કિસ માટેની સામગ્રી :-

  • મકાઈ ભુટ્ટા 5 નંગ.
  •  તેલ 2 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • આદુ 1 ઇંચ (સમારેલું)
  • લીલા મરચાં 2-3 નંગ જીણા ( સમરેલા )
  • હીંગ ¼ ચમચી
  • હળદર પાવડર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • દૂધ 1.5 કપ
  • ખાંડ 1 ચમચી અથવા જરૂર મુજબ
  • લીંબુનો રસ 1 ચમચી
  • લીલા ધાણા ના પાંદ જરૂર મુજબ

Bhutte Ka Kees banavani recipe

ભુટ્ટે કી કિસ બનાવવા માટે સૌ પ્રથમ આપણે તેનો જીરાવન મસાલો તૈયાર કરીશું જેના માટે આપણે ગેસ ઉપર 1 પેન / કડાઈ ગરમ કરવા મૂકીશું પેન / કડાઈ સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે ગેસ ને ધીમો કરી તેમાં જીરું 1 ચમચી , આખા ધાણા 1 ચમચી , તજ નો ટુકડો ½ નંગ , વરિયાળી 2 ચમચી , કાળા મરી ¼ ચમચી , લવિંગ 7-8 નંગ , તમાલપત્ર 2-3 નંગ નાખી અને આ બધા મસાલા ને એકદમ સારી રીતે ધીમા તાપે સેકી લેશું જયારે આ બધા મસાલા શેકાઈ જાય અને તેમાંથી સુગંધ આવવાનું ચાલુ થઈ જાય એટલે બધા મસાલા ને આપણે એક બાઉલ માં કાઢી અને ઠંડું કરી લેશું.

હવે એક મિક્ષ્ચર જાર લેશું અને તેમાં આ બધા શેકેલા મસાલા નાખીશું ત્યાર બાદ તેમાં , જાયફળ ½ છીણેલું , સૂંઠ પાવડર ¼ ચમચી , આમચૂર પાવડર 2 ચમચી , સંચળ પાવડર 1 ચમચી , તીખું લાલ મરચું પાવડર 1 ચમચી , કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી , મીઠું ½ ચમચી , હળદર પાવડર ½ ચમચી , હીંગ ચપટી , ખાંડ 1 ચમચી નાખી અને આ બધી વસ્તુ ને એકદમ સારી રીતે પીસી અને એક બાઉલ માં કાઢી લેશું . અને આ મસાલો આપણે છેલે ભુટ્ટે કી કિસ માં ઉપર થી નાખીશું.

ત્યાર બાદ હવે આપણે 5 મકાઈ લેશું જેના પાંદ કાઢી અને સારી રીતે એક વખત પાણી માં ધોઈ લેશું અને ત્યાર બાદ આ બધી મકાઈ ને આપણે ખમણી માં મોટી વાડી સાઇડ થી ખમણી લેશું .

હવે આપણે ગેસ પર એક પેન/કડાઈ લેશું પેન ગરમ થાય એટલે તેમાં 2 ચમચી તેલ / ઘી નાખીશું રાઈ ½ ચમચી , જીરું ½ ચમચી , આદુ 1 ઇંચ છીણેલું , લીલા મરચા જીણા સમરેલા 2-3 નંગ , હિંગ ¼ ચમચી એક વખત હલાવી અને તેમાં ¼ ચમચી હળદર પાવડર નાખી અને ફટાફટ હલાવી લેશું અને ત્યાર પછી હવે આપણે જે મકાઈ છીણી ને રાખી હતી તે આપણે પેન માં નાખી દેશું સ્વાદ મુજબ મીઠું નાખી અને બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી દેશું.

ત્યાર બાદ ગેસ ફુલ કરી અને સતત હલાવી ને આપણે આને 2-3 મિનિટ માટે બધી વસ્તુ ને સારી રીતે ચડાવી લેશું 2-3 મિનિટ પછી આપણે તેમાં 1.5 કપ દૂધ નાખી અને એક વખત હલાવી અને મિડીયમ તાપે આપણે તેને 15-18 મિનિટ સુધી આપણે આ બધી વસ્તુ ને સારી રીતે ચડાવી લેશું 15-18 મિનિટ ની વચે આપણે થોડી થોડી વારે આ બધી વસ્તુ ને હલાવતા રહેવું અને ધીમે ધીમે આ બધું મિશ્રણ થીક થતું જશે.

જ્યારે બધી વસ્તુ સારી રીતે ચળી જાય અને થીક થઈ જાય ત્યારે છેલે આપણે એક વખત મીઠું ચાખી લેશું જો મીઠું ઓછું લાગે તો મીઠું નાખી અને ફરીથી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું ત્યાર બાદ છેલે તેમાં જો જરૂર લાગે તો મીઠું સ્વાદ મુજબ , ખાંડ 1 ચમચી અને છેલે 1 ચમચી લીંબુ નો રસ અને લીલા ધાણા નાખી અને સારી રીતે મિક્સ કરી દેશું.

તો તૈયાર છે આપણી ભુટ્ટે કી કિસ જેને આપણે એક ટ્રેડિશનલ રીત થી સર્વ કરીશું જેના માટે એક માટી ના કુલડ માં ભુટ્ટે કી કિસ નાખીશું તેના પર થોડો લીંબુ નો રસ તૈયાર કરેલો જીરાવન મસાલો , છીણેલું ટોપરું , લીલા ધાણા નાખી અને ગરમા ગરમ સર્વ કરીશું.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ભુટ્ટે કી કિસ બનાવવાની રેસીપી

Bhutte Ki Kees - ભુટ્ટે કી કિસ

Bhutte Ki Kees banavani recipe

નમસ્તે મિત્રો આજે આપણે ભુટ્ટે કી કિસ ની રેસીપી બનાવતાશીખીશું નામ અલગ લાગે છે ને સાંભળી ને ? તો હા આ રેસિપીઇન્દોર ની ફેમસ ડિશ Bhutte Ki Kees – ભુટ્ટે કી કિસ છે. જે આજે આપણેઘરે બનાવતા શીખીશું અને બનવામાં પણ ખુબજ સરળ છે. તો ચાલો આજનીઆ રેસિપી બનાવતા શીખીએ.
No ratings yet
Prep Time: 15 minutes
Cook Time: 20 minutes
Total Time: 35 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 નોન સ્ટીક પેન / કડાઈ
  • 1 માટી નું કુલડ
  • 1 ખમણી
  • 1 મિક્ષ્ચર જાર

Ingredients

જીરાવન મસાલા માટેની સામગ્રી :-

  • 1 ચમચી જીરું
  • 1 ચમચી ધાણા જીરું પાવડર
  • ½ નંગ તજ નો ટુકડો
  • 2 ચમચી વરિયાળી
  • ¼ ચમચી મરી પાવડર
  • 7-8 નંગ લવિંગ
  • 2-3 નંગ તમાલપત્ર
  • ½ જાયફળ છીણેલું
  • ¼ ચમચી સૂંઠ પાવડર
  • 2 ચમચી આમચૂર પાવડર
  • 1 ચમચી સંચળ પાવડર
  • 1 ચમચી તીખું લાલ મરચું પાવડર
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  • ½ ચમચી મીઠું
  • ½ ચમચી હળદર પાવડર
  • હીંગ ચપટી
  • 1 ચમચી ખાંડ

ભુટ્ટે કી કિસ માટેની સામગ્રી :-

  • 5 નંગ મકાઈ ભુટ્ટા
  • 2 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • 1 ઇંચ આદુ સમારેલું
  • 2-3 નંગ લીલા મરચાં જીણા સમરેલા
  • ¼ ચમચી હીંગ
  • ¼ ચમચી હળદર પાવડર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1.5 કપ દૂધ
  • 1 ચમચી ખાંડ અથવા જરૂર મુજબ
  • 1 ચમચી લીંબુનો રસ
  • લીલા ધાણા ના પાંદ જરૂર મુજબ

Instructions

Bhutte Ka Kees banavani recipe

  • ભુટ્ટે કી કિસ બનાવવા માટે સૌ પ્રથમ આપણે તેનો જીરાવન મસાલો તૈયાર કરીશું જેના માટે આપણે ગેસ ઉપર 1 પેન / કડાઈ ગરમ કરવા મૂકીશું પેન / કડાઈ સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે ગેસ ને ધીમો કરી તેમાં જીરું 1 ચમચી , આખા ધાણા 1 ચમચી , તજ નો ટુકડો ½ નંગ , વરિયાળી 2 ચમચી , કાળા મરી ¼ ચમચી , લવિંગ 7-8 નંગ , તમાલપત્ર 2-3 નંગ નાખી અને આ બધા મસાલા ને એકદમ સારી રીતે ધીમા તાપે સેકી લેશું જયારે આ બધા મસાલા શેકાઈ જાય અને તેમાંથી સુગંધ આવવાનું ચાલુ થઈ જાય એટલે બધા મસાલા ને આપણે એક બાઉલ માં કાઢી અને ઠંડું કરી લેશું.
  • હવે એક મિક્ષ્ચર જાર લેશું અને તેમાં આ બધા શેકેલા મસાલા નાખીશું ત્યાર બાદ તેમાં , જાયફળ ½ છીણેલું , સૂંઠ પાવડર ¼ ચમચી , આમચૂર પાવડર 2 ચમચી , સંચળ પાવડર 1 ચમચી , તીખું લાલ મરચું પાવડર 1 ચમચી , કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી , મીઠું ½ ચમચી , હળદર પાવડર ½ ચમચી , હીંગ ચપટી , ખાંડ 1 ચમચી નાખી અને આ બધી વસ્તુ ને એકદમ સારી રીતે પીસી અને એક બાઉલ માં કાઢી લેશું . અને આ મસાલો આપણે છેલે ભુટ્ટે કી કિસ માં ઉપર થી નાખીશું.
  • ત્યાર બાદ હવે આપણે 5 મકાઈ લેશું જેના પાંદ કાઢી અને સારી રીતે એક વખત પાણી માં ધોઈ લેશું અને ત્યાર બાદ આ બધી મકાઈ ને આપણે ખમણી માં મોટી વાડી સાઇડ થી ખમણી લેશું .
  • હવે આપણે ગેસ પર એક પેન/કડાઈ લેશું પેન ગરમ થાય એટલે તેમાં 2 ચમચી તેલ / ઘી નાખીશું રાઈ ½ ચમચી , જીરું ½ ચમચી , આદુ 1 ઇંચ છીણેલું , લીલા મરચા જીણા સમરેલા 2-3 નંગ , હિંગ ¼ ચમચી એક વખત હલાવી અને તેમાં ¼ ચમચી હળદર પાવડર નાખી અને ફટાફટ હલાવી લેશું અને ત્યાર પછી હવે આપણે જે મકાઈ છીણી ને રાખી હતી તે આપણે પેન માં નાખી દેશું સ્વાદ મુજબ મીઠું નાખી અને બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી દેશું.
  • ત્યાર બાદ ગેસ ફુલ કરી અને સતત હલાવી ને આપણે આને 2-3 મિનિટ માટે બધી વસ્તુ ને સારી રીતે ચડાવી લેશું 2-3 મિનિટ પછી આપણે તેમાં 1.5 કપ દૂધ નાખી અને એક વખત હલાવી અને મિડીયમ તાપે આપણે તેને 15-18 મિનિટ સુધી આપણે આ બધી વસ્તુ ને સારી રીતે ચડાવી લેશું 15-18 મિનિટ ની વચે આપણે થોડી થોડી વારે આ બધી વસ્તુ ને હલાવતા રહેવું અને ધીમે ધીમે આ બધું મિશ્રણ થીક થતું જશે.
  • જ્યારે બધી વસ્તુ સારી રીતે ચળી જાય અને થીક થઈ જાય ત્યારે છેલે આપણે એક વખત મીઠું ચાખી લેશું જો મીઠું ઓછું લાગે તો મીઠું નાખી અને ફરીથી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું ત્યાર બાદ છેલે તેમાં જો જરૂર લાગે તો મીઠું સ્વાદ મુજબ , ખાંડ 1 ચમચી અને છેલે 1 ચમચી લીંબુ નો રસ અને લીલા ધાણા નાખી અને સારી રીતે મિક્સ કરી દેશું.
  • તો તૈયાર છે આપણી ભુટ્ટે કી કિસ જેને આપણે એક ટ્રેડિશનલ રીત થી સર્વ કરીશું જેના માટે એક માટી ના કુલડ માં ભુટ્ટે કી કિસ નાખીશું તેના પર થોડો લીંબુ નો રસ તૈયાર કરેલો જીરાવન મસાલો , છીણેલું ટોપરું , લીલા ધાણા નાખી અને ગરમા ગરમ સર્વ કરીશું.

Notes

  • જો તમને મકાઈ ને ખમણવી ના હોય તો તમે તેને મિક્ષ્ચર જાર માં થોડી એવી પીસી શકો છો . ખાસ ધ્યાન રાખવું કે મકાઈ ને આખી નથી પીસી લેવાની.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular