એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ માર્કેટમાં સરસ મજાની ખાટી કાચી કેરીઓ આવવા લાગી છે. કાચી કેરીમાંથી આપણે કચુંબર અને અથાણાં તો બનાવીએ જ છીએ, પણ જો તમે તેને લાલ પાકા ટામેટાં સાથે આજ આપણે બને ને મિક્સ કરી ચટણી બનાવશું જે ખૂબ જ ટેસ્ટી લાગશે. Keri Tameta ni Chutney એ એક એવી ઇન્સ્ટન્ટ વાનગી છે જે શાકની પણ ગરજ સારે છે. . જેને રોટલી, પરાઠા કે ભાખરી સાથે ખૂબ સારી લાગશે. ચાલો કેરી ટામેટાની ચટણી બનાવવાની રીત શીખીએ.
Ingredients List
- કેરી 1
- ટામેટા મોટી સાઇઝ ના 1
- લસણ ની કણી 10- 12
- લીલા મરચા 1- 2
- ડુંગળી 1
- લીલા ધાણા સુધારેલ ¼ કપ
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Keri Tameta ni Chutney banavani rit
કેરી ટામેટાની ચટણી બનાવવા સૌથી પહેલા કેરી ને ધોઈ સાફ કરી ચાકુથી કાપી એની ગોટલી અલગ કરી એના મોટા મોટા બે થી ત્રણ ભાગ માં કાપી લ્યો અને સાથે ટામેટા ને ધોઈ એના પણ બે ભાગમાં કાપી લ્યો. સાથે લસણ ની કણી ફોલી સાફ કરી લ્યો અને લીલા ધાણા સાફ કરી ધોઈ નીતરવા મૂકો.
.હવે ગેસ પર કડાઈ માં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં કટકા કરેલ કેરી, ટામેટા, લસણ ની કણી અને લીલા મરચા મૂકી ઢાંકી ને ધીમા તાપે ચડાવો. શેકવા મૂકેલી બધી સામગ્રી ને બે ચાર મિનિટ પછી ઉથલાવી નાખો અને ફરી ઢાંકી ને ચાડવો.
આમ બધી સામગ્રી નરમ થાય ત્યાં સુંધી ચાડવો લ્યો. હવે ઢાંકણ ખોલી ગેસ ફુલ કરી બધી સામગ્રી ને થોડી ગોલ્ડન શેકી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી શેકેલ સામગ્રી ને ઠંડી થવા દયો. સામગ્રી ઠંડી થાય ત્યાં સુંધી માં ડુંગળી છોલી સાફ કરી સુધારી લ્યો.
હવે ઠંડી થયેલ સામગ્રી માંથી ટામેટા ની છાલ અઢી મિક્સર જારમાં નાખો સાથે શેકેલ કેરી, લસણ, મરચા પણ નાખો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી, લીલા ધાણા સુધારેલ, ચાર્ટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી પીસી ને ચટણી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે કેરી ટામેટા ચટણી.
અહીં તમે ડુંગળી ને પણ શેકવા માટે નાખી શકો છો.
કેરી ટામેટાની ચટણી બનાવવાની રીત

Keri Tameta ni Chutney Recipe in Gujarati | કેરી ટામેટાની ચટણી બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
- 1 કેરી
- 1 ટામેટા મોટી સાઇઝ ના
- 10-12 લસણ ની કણી
- 1-2 લીલા મરચા
- 1 ડુંગળી
- ¼ કપ લીલા ધાણા સુધારેલ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ચાર્ટ મસાલો
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Keri Tameta ni Chutney banavani rit
- કેરી ટામેટાની ચટણી બનાવવા સૌથી પહેલા કેરી ને ધોઈ સાફ કરી ચાકુથી કાપી એની ગોટલી અલગ કરી એના મોટા મોટા બે થી ત્રણ ભાગ માં કાપી લ્યો અને સાથે ટામેટા ને ધોઈ એના પણ બે ભાગમાં કાપી લ્યો. સાથે લસણ ની કણી ફોલી સાફ કરી લ્યો અને લીલા ધાણા સાફ કરી ધોઈ નીતરવા મૂકો.
- .હવે ગેસ પર કડાઈ માં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં કટકા કરેલ કેરી, ટામેટા, લસણ ની કણી અને લીલા મરચા મૂકી ઢાંકી ને ધીમા તાપે ચડાવો. શેકવા મૂકેલી બધી સામગ્રી ને બે ચાર મિનિટ પછી ઉથલાવી નાખો અને ફરી ઢાંકી ને ચાડવો.
- આમ બધી સામગ્રી નરમ થાય ત્યાં સુંધી ચાડવો લ્યો. હવે ઢાંકણ ખોલી ગેસ ફુલ કરી બધી સામગ્રી ને થોડી ગોલ્ડન શેકી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી શેકેલ સામગ્રી ને ઠંડી થવા દયો. સામગ્રી ઠંડી થાય ત્યાં સુંધી માં ડુંગળી છોલી સાફ કરી સુધારી લ્યો.
- હવે ઠંડી થયેલ સામગ્રી માંથી ટામેટા ની છાલ અઢી મિક્સર જારમાં નાખો સાથે શેકેલ કેરી, લસણ, મરચા પણ નાખો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી, લીલા ધાણા સુધારેલ, ચાર્ટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી પીસી ને ચટણી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે કેરી ટામેટા ચટણી.
- અહીં તમે ડુંગળી ને પણ શેકવા માટે નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Gunda no Sambharo in Gujarati | ગુંદાનો સંભારો બનાવવાની રીત
પાલક પનીર | palak paneer recipe in gujarati
છાશ નો મસાલો બનાવવાની રીત | chhas no masalo banavani rit
કેરી નો મુરબ્બો બનાવવાની રીત | kachi keri no murabbo banavani rit
Kachi keri no rasam banavani rit | કાચી કેરી ની રસમ બનાવવાની રીત
besan kaarela nu shaak banavani rit | બેસન કરેલા નું શાક બનાવવાની રીત
