HomeNastaSabudana bataka ni chakri  | સાબુદાણા બટાકા ની ચકરી બનાવવાની રેસીપી

Sabudana bataka ni chakri  | સાબુદાણા બટાકા ની ચકરી બનાવવાની રેસીપી

આ ચકરી તમે વ્રત ઉપવાસમાં તો ખાઈ જ શકો છો પણ વ્રત વગર પણ તરી ને ખાવા ની ખૂબ મજા આવે છે. ક્રિસ્પી અને સોફ્ટ બનતી આ Sabudana bataka ni chakri – સાબુદાણા બટાકા ની ચકરી બનાવવી ખૂબ સરળ છે અને એક વખત બનાવી લીધા બાદ બાર મહિના સુંધી તરી ને ખાઈ શકો છો.

Ingredients list

  • સાબુદાણા 2 કપ
  • બાફેલા બટાકા ½ કિલો
  • લીલા મરચા ની પેસ્ટ 1-2 ચમચી
  • જીરું 1-2 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Sabudana bataka ni chakri banavani recipe

સાબુદાણા બટાકા ની ચકરી બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને આગલા દિવસે સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લઈ સાબુદાણા પલળે એટલું પાણી  / એક કપ પાણી નાખી આખી રાત અથવા આઠ દસ કલાક પલાળી મુકો. દસ કલાક બાદ ગેસ પર મોટા વાસણમાં ચાર કપ પાણી, ફરાળી સ્વાદ મુજબ મીઠું નાખી પાણી ને ઉકાળી લ્યો.

પાણી ઉકળે એટલે તેમાં લીલા મરચા ની પેસ્ટ, જીરું નાખી બરોબર મિક્સ કરી પાંચ મિનિટ ઉકળવા દયો. પાણી ઉકળે એટલે એમાં પલાળેલા સાબુદાણા નાખી ગેસ ધીમો કરી હલાવતા રહો અને દસ મિનિટ ચડાવી લ્યો.  સાબુદાણા ચડે ત્યાં સુંધી બાફી રાખેલ બટાકા ને છોલી સાફ કરી કટકા કરી લ્યો અને કટકા ને મિક્સર જાર માં નાખી એમાં પીસવા માટે જરૂરી લાગે એટલું ગરમ પાણી નાખી પીસી સ્મુથ પેસ્ટ બનાવી તૈયાર કરી એક બાજુ મૂકો.

સાબુદાણા પારદર્શક બની જાય એટલે એમાં  બાફેલા બટાકા ની પેસ્ટ નાખી મિક્સ કરી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ ને હાથ લગાવી શકાય એટલું ઠંડુ થવા દયો ત્યાર બાદ સેવ મશીન માં સ્ટાર વાળી પ્લેટ મૂકી તેલ લગાવી એમાં તૈયાર કરેલ મિશ્રણ ભરી પંખા નીચે અથવા તડકા માં કપડા કે પ્લાસ્ટિક પર ગોળ ગોળ કે લાંબી ચકરી પાડી લ્યો.

 પંખા નીચે બે દિવસ સૂકવી ઉખાડી બીજી બાજુ બે ત્રણ દિવસ સૂકવી લ્યો. અને જો તડકા માં સૂકવી હોય તો એક દિવસ સૂકવી ઉખાડી બીજા દિવસે પણ તડકા માં સૂકવી લઈ તૈયાર કરી લ્યો અને સુકાઈ ને બિલકુલ કડક થઇ જાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને જ્યારે ખાવી હોય ત્યારે તેલ ગરમ કરી એમાં સૂકવી તૈયાર કરેલ ચકરી નાખી તરી ને મજા લ્યો. તો તૈયાર છે સાબુદાણા બટાકાની ચકરી.

Sabudana chakri recipe notes

  • અહી તમે બાફેલા બટાકા ને છીણી  વડે છીણી લઈ હાથ થી મસળી ને પણ વાપરી શકો છો.
  • જો તમને આદુ નો સ્વાદ પસંદ હોય તો આદુ ની પેસ્ટ બનાવી ને પણ નાખી શકો છો.
  • ચકરી બિલકુલ સુકાઈ જાય ત્યાર બાદ જ ડબ્બા માં ભરવી નહિતર એમાં ફૂગ થઈ જાય છે.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

સાબુદાણા બટાકા ની ચકરી બનાવવાની રેસીપી

Sabudana bataka ni chakri - સાબુદાણા બટાકા ની ચકરી

Sabudana bataka ni chakri banavani recipe

આ ચકરી તમે વ્રત ઉપવાસમાં તો ખાઈ જ શકો છો પણ વ્રત વગરપણ તરી ને ખાવા ની ખૂબ મજા આવે છે. ક્રિસ્પી અને સોફ્ટબનતી આ Sabudana bataka ni chakri – સાબુદાણા બટાકા ની ચકરી બનાવવી ખૂબ સરળ છે અને એક વખત બનાવી લીધા બાદ બાર મહિના સુંધીતરી ને ખાઈ શકો છો.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 8 hours
Total Time: 8 hours 50 minutes
Servings: 700 ગ્રામ

Equipment

  • 1 તપેલી
  • 1 મિક્સર
  • 1 પ્લાસ્ટિક / સાફ કપડું
  • 1 સંચો

Ingredients

Ingredients list

  • 2 કપ સાબુદાણા
  • ½ કિલો બાફેલા બટાકા
  • 1-2 ચમચી લીલા મરચા ની પેસ્ટ
  • 1-2 ચમચી જીરું
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Sabudana bataka ni chakri banavani recipe

  • સાબુદાણા બટાકા ની ચકરી બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને આગલા દિવસે સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લઈ સાબુદાણા પલળે એટલું પાણી / એક કપ પાણી નાખી આખી રાત અથવા આઠ દસ કલાક પલાળી મુકો. દસ કલાક બાદ ગેસ પર મોટા વાસણમાં ચાર કપ પાણી, ફરાળી સ્વાદ મુજબ મીઠું નાખી પાણી ને ઉકાળી લ્યો.
  • પાણી ઉકળે એટલે તેમાં લીલા મરચા ની પેસ્ટ, જીરું નાખી બરોબર મિક્સ કરી પાંચ મિનિટ ઉકળવા દયો. પાણી ઉકળે એટલે એમાં પલાળેલા સાબુદાણા નાખી ગેસ ધીમો કરી હલાવતા રહો અને દસ મિનિટ ચડાવી લ્યો. સાબુદાણા ચડે ત્યાં સુંધી બાફી રાખેલ બટાકા ને છોલી સાફ કરી કટકા કરી લ્યો અને કટકા ને મિક્સર જાર માં નાખી એમાં પીસવા માટે જરૂરી લાગે એટલું ગરમ પાણી નાખી પીસી સ્મુથ પેસ્ટ બનાવી તૈયાર કરી એક બાજુ મૂકો.
  • સાબુદાણા પારદર્શક બની જાય એટલે એમાં બાફેલા બટાકા ની પેસ્ટ નાખી મિક્સ કરી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ ને હાથ લગાવી શકાય એટલું ઠંડુ થવા દયો ત્યાર બાદ સેવ મશીન માં સ્ટાર વાળી પ્લેટ મૂકી તેલ લગાવી એમાં તૈયાર કરેલ મિશ્રણ ભરી પંખા નીચે અથવા તડકા માં કપડા કે પ્લાસ્ટિક પર ગોળ ગોળ કે લાંબી ચકરી પાડી લ્યો.
  • પંખા નીચે બે દિવસ સૂકવી ઉખાડી બીજી બાજુ બે ત્રણ દિવસ સૂકવી લ્યો. અને જો તડકા માં સૂકવી હોય તો એક દિવસ સૂકવી ઉખાડી બીજા દિવસે પણ તડકા માં સૂકવી લઈ તૈયાર કરી લ્યો અને સુકાઈ ને બિલકુલ કડક થઇ જાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને જ્યારે ખાવી હોય ત્યારે તેલ ગરમ કરી એમાં સૂકવી તૈયાર કરેલ ચકરી નાખી તરી ને મજા લ્યો. તો તૈયાર છે સાબુદાણા બટાકાની ચકરી.

Notes

  • અહી તમે બાફેલા બટાકા ને છીણી  વડે છીણી લઈ હાથ થી મસળી ને પણ વાપરી શકો છો.
  • જો તમને આદુ નો સ્વાદ પસંદ હોય તો આદુ ની પેસ્ટ બનાવી ને પણ નાખી શકો છો.
  • ચકરી બિલકુલ સુકાઈ જાય ત્યાર બાદ જ ડબ્બા માં ભરવી નહિતર એમાં ફૂગ થઈ જાય છે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular