આ એક મહારાષ્ટ્રીય ચટણી છે જે મૂળ તો મરચા, લસણ અને સિંગદાણા માંથી બને છે પણ હમણાં અલગ અલગ સ્વાદ અને શાક ઉમેરી બનાવવામાં આવે છે આજે આપણે શિયાળા મા સારા મળતા વટાણા વડે લીલા વટાણા નો ઠેસો lila vatana no theso બનાવીશું જે રોટલી, ભાખરી કે ભાત સાથે ટેસ્ટી લાગે છે.
vatana theso banava jaruri samgri
- મટર 1 કપ
- સિંગદાણા ½ કપ
- લીલા મરચા સુધારેલ 8-10
- લસણ ની કણી 15-20
- જીરું 1 ચમચી
- લીલા ધાણા સુધારેલ 1 કપ
- સ્વાદ મુજબ મીઠું
- તેલ જરૂર મુજબ
Lila vatana no theso banavani rit
લીલા વટાણા નો ઠેસો બનવવા સૌથી પહેલા વટાણા ના દાણા કાઢી લ્યો અને મરચા અને લીલા ધાણા ને ધોઈ સાફ કરી લ્યો અને લસણ ની કણી ને ફોલી લ્યો. આમ બધી જ જરૂરી સામગ્રી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં બે ચમચી તેલ નાખી એમાં સિંગદાણા નાખી હલાવતા રહી મીડીયમ તાપે ગોલ્ડન બ્રોઉંન શેકી લ્યો. ત્યાર બાદ શેકેલ સિંગદાણા ને બીજા વાસણમાં કાળી એજ ગરમ કડાઈમાં વટાણા નાખી એને પણ શેકી લ્યો. વટાણા નો રંગ બદલવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.
હવે એજ કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરી એમાં લીલા મરચા નાખી હલાવી શેકી લ્યો. મરચા શેકાઈ જાય એટલે એને પણ કાઢી લ્યો. હવે ખરલ માં અથવા મિક્સર જારમાં શેકેલ સિંગદાણા, શેકેલ મરચા, શેકેલ વટાણા, લસણ ની કણી, જીરું, સ્વાદ મુજબ મીઠું અને લીલા ધાણા સુધારેલા નાખી કુટી લ્યો જો મિક્સર જારમાં નાખી પીસ્વાના હો તો પ્લસ મોડ માં ફેરવી દર્દરા પીસી લ્યો.
હવે એજ કડાઈમાં બીજી બે ત્રણ ચમચી તેલ ગરમ કરો એમાં પીસેલા ઠેંચા ને નાખો અને ધીમા તાપે પાંચ સાત મિનીટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બન્ધ કરી થોડી વાર હલાવતા રહી ત્યાર બાદ ગરમ કડાઈમાં ફેલાવી ઠંડો કરી લ્યો અને ઠંડા થયેલા ઠેન્ચાની મજા લ્યો. તો તૈયાર છે મટર ઠેંચા.
મરચા તમને જે મુજબ તીખાસ પસંદ હોય એ મુજબ તીખાશ વધુ ઓછા કરી શકો છો.
લીલા વટાણા નો ઠેસો બનાવવાની રીત

Lila vatana no theso – લીલા વટાણા નો ઠેસો બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
Ingredients
- 1 કપ મટર
- ½ કપ સિંગદાણા
- 8-10 લીલા મરચા સુધારેલ
- 15-20 લસણ ની કણી
- 1 ચમચી જીરું
- 1 કપ લીલા ધાણા સુધારેલ
- સ્વાદ મુજબ મીઠું
- તેલ જરૂર મુજબ
Instructions
Lila vatana no theso banavani rit
- લીલા વટાણા નો ઠેસો બનવવા સૌથી પહેલા વટાણા ના દાણા કાઢી લ્યો અને મરચા અને લીલા ધાણા ને ધોઈ સાફ કરી લ્યો અને લસણ ની કણી ને ફોલી લ્યો. આમ બધી જ જરૂરી સામગ્રી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં બે ચમચી તેલ નાખી એમાં સિંગદાણા નાખી હલાવતા રહી મીડીયમ તાપે ગોલ્ડન બ્રોઉંન શેકી લ્યો. ત્યાર બાદ શેકેલ સિંગદાણા ને બીજા વાસણમાં કાળી એજ ગરમ કડાઈમાં વટાણા નાખી એને પણ શેકી લ્યો. વટાણા નો રંગ બદલવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.
- હવે એજ કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરી એમાં લીલા મરચા નાખી હલાવી શેકી લ્યો. મરચા શેકાઈ જાય એટલે એને પણ કાઢી લ્યો. હવે ખરલ માં અથવા મિક્સર જારમાં શેકેલ સિંગદાણા, શેકેલ મરચા, શેકેલ વટાણા, લસણ ની કણી, જીરું, સ્વાદ મુજબ મીઠું અને લીલા ધાણા સુધારેલા નાખી કુટી લ્યો જો મિક્સર જારમાં નાખી પીસ્વાના હો તો પ્લસ મોડ માં ફેરવી દર્દરા પીસી લ્યો.
- હવે એજ કડાઈમાં બીજી બે ત્રણ ચમચી તેલ ગરમ કરો એમાં પીસેલા ઠેંચા ને નાખો અને ધીમા તાપે પાંચ સાત મિનીટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બન્ધ કરી થોડી વાર હલાવતા રહી ત્યાર બાદ ગરમ કડાઈમાં ફેલાવી ઠંડો કરી લ્યો અને ઠંડા થયેલા ઠેન્ચાની મજા લ્યો. તો તૈયાર છે મટર ઠેંચા.
- મરચા તમને જે મુજબ તીખાસ પસંદ હોય એ મુજબ તીખાશ વધુ ઓછા કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
winter special Valor nu athanu – વાલોર નું અથાણું બનાવવાની રીત
Pithala Bhakri banavani rit | પિઠલા ભાખરી
Vatana stuffing uttapam banavani recipe | વટાણા સ્ટફિંગ ઉત્તપમ
Lili mogri nu athanu banavani rit | લીલી મોગરી નું અથાણું
Bundi kadhi banavani recipe | બૂંદી કઢી