Home Lunch & Dinner Coconut rice banavani recipe | કોકોનટ રાઈસ બનાવવાની રેસીપી

Coconut rice banavani recipe | કોકોનટ રાઈસ બનાવવાની રેસીપી

0
Image credit – Youtube/HomeCookingShow

હેલ્થી ટેસ્ટી એવા આ રાઈસ એક વખત બનાવશો તો વારંવાર બનાવવાની ઈચ્છા થશે. ખૂબ ઓછી સામગ્રી અને ઓછી મહેનતે તૈયાર થતા આ રાઈસ તમે ઘર અથવા નાની મોટી પાર્ટી મા બનાવી ને પણ એક નવા સ્વાદ થી બધા ને રૂબરૂ કરાવી શકો છો. તો ચાલો Coconut rice – કોકોનટ રાઈસ બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • બાફેલા બાસમતી ચોખા 300 ગ્રામ
  • છીણેલું તાજું નારિયેળ ¾ કપ
  • નારિયેળ તેલ / તેલ 2-3 ચમચી
  • અડદદાળ 2- 3 ચમચી
  • રાઈ ½ ચમચી
  • હિંગ ½ ચમચી
  • ઘી 1-2 ચમચી
  • કાજુ 3-4 ચમચી
  • મીઠા લીમડાના પાંદ 5-7
  • મીઠું સ્વાદ મુજબ

Coconut rice banavani recipe

કોકોનટ રાઈસ બનાવવા સૌથી પહેલા બાસમતી ચોખા ને બે ત્રણ પાણી થી ધોઈ બે કપ પાણી નાખો અડધો કલાક પલાળી મુકો. અડધા કલાક પછી ગેસ પર  એક મોટા વાસણમાં ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાં અડધી ચમચી લીંબુનો રસ અને એક ચમચી ઘી અને મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી નિતારી ચોખા નાખો અને મિક્સ કરી પાંચ થી આઠ મિનિટ ચડવા દયો. ચોખા 80-90% ચળી જાય એટલે ચોખાને ચારણીમાં કાઢી વધારાનું પાણી અલગ કરી એક બાજુ મૂકો.

હવે ગેસ પર કડાઈમાં નારિયળ તેલ / તેલ નાખી ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતાડવી લ્યો ત્યાર બાદ એમાં અડદ દાળ નાખી મિક્સ કરી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. દાળ શેકાઈ જાય એટલે એમાં હીંગ, મીઠા લીમડાના પાંદ નાખી શેકી લ્યો.

હવે ગેસ ધીમો કરી એમાં છીણેલું લીલું નારિયળ નું છીણ નાખી બે ચાર મિનિટ ચડાવી લ્યો. ચાર મિનિટ પછી એમાં સ્વાદ મુજબ મીઠુ અને બાફી રાખેલ ચોખા નાખી હલકા હાથે બરોબર મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.

ત્યારબાદ વઘારિયા માં ઘી ગરમ કરી લ્યો અને એમાં કાજુ નાખી ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો કાજુ ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી કાજુ ને તૈયાર કરેલ કોકોનટ રાઈસ પર નાખી મિક્સ કરી મજા લ્યો. તો તૈયાર છે કોકોનટ રાઈસ.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

કોકોનટ રાઈસ બનાવવાની રેસીપી

Coconut rice - કોકોનટ રાઈસ

Coconut rice banavani recipe

હેલ્થી ટેસ્ટી એવા આ રાઈસ એક વખત બનાવશો તો વારંવાર બનાવવાનીઈચ્છા થશે. ખૂબ ઓછી સામગ્રી અને ઓછી મહેનતે તૈયાર થતા આરાઈસ તમે ઘર અથવા નાની મોટી પાર્ટી મા બનાવી ને પણ એક નવા સ્વાદ થી બધા ને રૂબરૂ કરાવીશકો છો. તો ચાલો Coconut rice – કોકોનટ રાઈસ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 300 ગ્રામ બાફેલા બાસમતી ચોખા
  • ¾ કપ છીણેલું તાજું નારિયેળ
  • 2-3 ચમચી નારિયેળ તેલ / તેલ
  • 2-3 ચમચી અડદદાળ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી હિંગ
  • 1-2 ચમચી ઘી
  • 3-4 ચમચી કાજુ
  • 5-7 મીઠા લીમડાના પાંદ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Coconut rice banavani recipe

  • કોકોનટ રાઈસ બનાવવા સૌથી પહેલા બાસમતી ચોખા ને બે ત્રણ પાણી થી ધોઈ બે કપ પાણી નાખો અડધો કલાક પલાળી મુકો. અડધા કલાક પછી ગેસ પર એક મોટા વાસણમાં ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાં અડધી ચમચી લીંબુનો રસ અને એક ચમચી ઘી અને મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી નિતારી ચોખા નાખો અને મિક્સ કરી પાંચ થી આઠ મિનિટ ચડવા દયો. ચોખા 80-90% ચળી જાય એટલે ચોખાને ચારણીમાં કાઢી વધારાનું પાણી અલગ કરી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર કડાઈમાં નારિયળ તેલ / તેલ નાખી ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતાડવી લ્યો ત્યાર બાદ એમાં અડદ દાળ નાખી મિક્સ કરી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. દાળ શેકાઈ જાય એટલે એમાં હીંગ, મીઠા લીમડાના પાંદ નાખી શેકી લ્યો.
  • હવે ગેસ ધીમો કરી એમાં છીણેલું લીલું નારિયળ નું છીણ નાખી બે ચાર મિનિટ ચડાવી લ્યો. ચાર મિનિટ પછી એમાં સ્વાદ મુજબ મીઠુ અને બાફી રાખેલ ચોખા નાખી હલકા હાથે બરોબર મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.
  • ત્યારબાદ વઘારિયા માં ઘી ગરમ કરી લ્યો અને એમાં કાજુ નાખી ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો કાજુ ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી કાજુ ને તૈયાર કરેલ કોકોનટ રાઈસ પર નાખી મિક્સ કરી મજા લ્યો. તો તૈયાર છે કોકોનટ રાઈસ.

Notes

  • અહીં અમે તીખાશ નથી ઉમેરી જો તમને તીખાશ પસંદ હોય તો એક બે લીલા માર્ચ વઘાર વખતે નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version