ગુજરાતમાં અષાઢ મહિનાની શરૂઆત થતાં જ નાની બાળકીઓનું ‘ગૌરી વ્રત’ (મોળાકત) અને સૌભાગ્યવતી સ્ત્રીઓનું ‘જયા પાર્વતી વ્રત’ શરૂ થાય છે. આ બંને વ્રતને ‘અલૂણા વ્રત’ પણ કહેવામાં આવે છે, કારણ કે આ 5 દિવસ દરમિયાન મીઠું (Salt) ખાવાની સખત મનાઈ હોય છે. તેના માટે Mitha Vagar ni bataka ni bhaji ane puri – મીઠા વગરની બટાકાની ભાજી અને પૂરી બનાવવાની રીત.
ગૌરીવ્રત ( મોરકાત ) અને જ્યાપાર્વતી ના વ્રત ચાલુ થવાના છે અને આ વ્રત માં નાની કુમારિકાઓ કુમારીકાઓ અને પરણિત સ્ત્રી ઓ મીઠા વગર નું(મોળું જમવાનું) ખાઈ ને પાંચ દિવસ માતા પાર્વતી અને ભગવાન શંકર નું વ્રત કરે છે. જેમાં તેઓ પૂજા પાઠ કરી મીઠા વગરની સામગ્રી નું એક ટાઈમ એકટાણું કરે છે અને ફરાળ માં પણ મીઠા મોરું ખાઈ ને વ્રત કરે છે. તો આજ આપણે એમના માટે એકટાણા માં ખાઈ શકાય એવી વાનગી બનાવશું. જેમાં મીઠું ના હોવા છતાં પણ થોડું સ્વાદ વાળું હોવાથી બરોબર પેટ ભરી ખાઈ શકે.
બટાકાની ભાજી માટેની સામગ્રી
- તેલ 2-4 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- મરચા આદુની પેસ્ટ 2 ચમચી
- બાફેલા બટાકા 2-3
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- હળદર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- દહીં ¼ કપ
- ખાંડ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલ 2-3 ચમચી
પૂરી બનાવવા માટેની સામગ્રી
- ઘઉંનો લોટ 1 કપ
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર ઉજ્બ
Mitha Vagar ni bataka nib haji ane puri banavani rit
મીઠા વગરની બટાકાની ભાજી અને પૂરી બનાવવા માટે પહેલા ફૂલેલી પૂરી બનાવતા શીખીશું ત્યારબાદ બટાકા ની ભાજી બનાવતા શીખીશું.
પૂરી બનાવવાની રીત
કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટને બરોબર મસળી લ્યો. અને ત્યાર બાદ બાંધેલા લોટ ને ઢાંકી એક બાજુ મુકો.
બાંધેલા લોટ ને શાક તૈયાર થઇ જાય ત્યાર બાદ ફરી બરોબર મસળી લઇ જે સાઈઝ ની પૂરી બનાવી હોય એ સાઈઝ ના લુવા કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી લ્યો અને તેલ ગરમ થાય ત્યાં સુંધી લુવા માંથી પૂરી બનાવી લ્યો. હવે તેલ ગરમ થાય એટલે વણેલી પૂરી એમાં નાખી તારી લ્યો. આમ બધી પૂરી તૈયાર કરી લ્યો.
બટાકાની મોળી ભાજી બનાવવાની રીત
મોળી ભાજી બનાવવા સૌથી પહેલા બટાકા ને બાફી લ્યો. બટાકા બફાઈ જાય એટલે છોલી સાફ કરી મીડીયમ સાઈઝ ના કટકા કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ હિંગ અને મરચા આદુની પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો. પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં સુધારેલ બટાકા નાખો સાથે હળદર, લાલ મરચું, ધાણા જીરું પાઉડર અને મરી પાઉડર નાખી બધી સામગ્રી બરોબર હલાવી મિક્સ કરી લેશું.
હવે બટાકા ને મસાલા સાથે બે ચાર મિનીટ શેકી લીધા બાદ એમાં દહીં અને પ કપ પાણી નાખી ફરી બધું બરોબર મિક્સ કરી લેશું અને ફરી ઢાંકી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લેશું. શાક માંથી તેલ અલગ થાય એટલે એમાં ખાંડ નાખી મિક્ક્ષ કરી બે મિનીટ ચડાવી ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલ નાખી ભાજી તૈયાર કરી લેશું. તો તૈયાર છે બટાકાની ભાજી.
તૈયાર પૂરી અને બટાકાની ભાજી ને દહીં, કચુંબર અને મીઠાઈ સાથે સર્વ કરો. તો તૈયાર છે મીઠા વગરની બટાકાની ભાજી અને પૂરી.
Jaya Parvati Vrat Molu Jamvanu Recipe Tips
અહી અમે જે સામગ્રી નો ઉપયોગ કરેલ છે એમાંથી જો તમે કોઈ સમગ્રી વ્રત માં ના ખાતા હો તો સ્કીપ કરી દેવી.
જો તમે વ્રત હોય અને બટાકા પણ ના ખાતા હો તો બાફેલા બટાકાની જગ્યાએ બાફેલા કાચા કેળા નો પણ ઉપયોગ કરી શકો છો.
મીઠા વગરની બટાકાની ભાજી અને પૂરી બનાવવાની રીત

Mitha Vagar ni bataka ni bhaji ane puri | મીઠા વગરની બટાકાની ભાજી અને પૂરી
Equipment
- 1 કડાઈ
- 1 કુકર
Ingredients
બટાકાની ભાજી માટેની સામગ્રી
- 2-4 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 2 ચમચી મરચા આદુની પેસ્ટ
- 2-3 બાફેલા બટાકા
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હળદર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી મરી પાઉડર ¼ ચમચી
- ¼ કપ દહીં
- 1 ચમચી ખાંડ
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલ
પૂરી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ ઘઉંનો લોટ
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર ઉજ્બ
Instructions
Mitha Vagar ni bataka nib haji ane puri banavani rit
- મીઠા વગરની બટાકાની ભાજી અને પૂરી બનાવવા માટે પહેલા ફૂલેલી પૂરી બનાવતા શીખીશું ત્યારબાદ બટાકા ની ભાજી બનાવતા શીખીશું.
પૂરી બનાવવાની રીત
- કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટને બરોબર મસળી લ્યો. અને ત્યાર બાદ બાંધેલા લોટ ને ઢાંકી એક બાજુ મુકો.
- બાંધેલા લોટ ને શાક તૈયાર થઇ જાય ત્યાર બાદ ફરી બરોબર મસળી લઇ જે સાઈઝ ની પૂરી બનાવી હોય એ સાઈઝ ના લુવા કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી લ્યો અને તેલ ગરમ થાય ત્યાં સુંધી લુવા માંથી પૂરી બનાવી લ્યો. હવે તેલ ગરમ થાય એટલે વણેલી પૂરી એમાં નાખી તારી લ્યો. આમ બધી પૂરી તૈયાર કરી લ્યો.
બટાકાની મોળી ભાજી બનાવવાની રીત
- મોળી ભાજી બનાવવા સૌથી પહેલા બટાકા ને બાફી લ્યો. બટાકા બફાઈ જાય એટલે છોલી સાફ કરી મીડીયમ સાઈઝ ના કટકા કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ હિંગ અને મરચા આદુની પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો. પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં સુધારેલ બટાકા નાખો સાથે હળદર, લાલ મરચું, ધાણા જીરું પાઉડર અને મરી પાઉડર નાખી બધી સામગ્રી બરોબર હલાવી મિક્સ કરી લેશું.
- હવે બટાકા ને મસાલા સાથે બે ચાર મિનીટ શેકી લીધા બાદ એમાં દહીં અને પ કપ પાણી નાખી ફરી બધું બરોબર મિક્સ કરી લેશું અને ફરી ઢાંકી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લેશું. શાક માંથી તેલ અલગ થાય એટલે એમાં ખાંડ નાખી મિક્ક્ષ કરી બે મિનીટ ચડાવી ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલ નાખી ભાજી તૈયાર કરી લેશું. તો તૈયાર છે બટાકાની ભાજી.
- તૈયાર પૂરી અને બટાકાની ભાજી ને દહીં, કચુંબર અને મીઠાઈ સાથે સર્વ કરો. તો તૈયાર છે મીઠા વગરની બટાકાની ભાજી અને પૂરી.
Jaya Parvati Vrat Molu Jamvanu Recipe Tips
- અહી અમે જે સામગ્રી નો ઉપયોગ કરેલ છે એમાંથી જો તમે કોઈ સમગ્રી વ્રત માં ના ખાતા હો તો સ્કીપ કરી દેવી.
- જો તમે વ્રત હોય અને બટાકા પણ ના ખાતા હો તો બાફેલા બટાકાની જગ્યાએ બાફેલા કાચા કેળા નો પણ ઉપયોગ કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Dhaba Style Masoor Dal in Gujarati | ઢાબા સ્ટાઈલ આખા મસૂરની દાળ | Punjabi Dal
bharela ringan nu shaak | ભરેલા રીંગણા નુ શાક
પંજાબી કઢી પકોડા બનાવવાની રીત | punjabi kadhi pakoda banavani rit
કાળા ચણા નું શાક | kala chana nu shaak gujarati