HomeLunch & DinnerSindhi Koki banavani rit | સિંધી કોકી બનાવવાની રીત

Sindhi Koki banavani rit | સિંધી કોકી બનાવવાની રીત

આ કોકી તમે સવાર સાંજ ના નાસ્તામાં ચા, દહી, અથાણાં કે ચટણી સાથે સર્વ કરી શકો છો અને પ્રવાસ માં પણ સાથે લઈ જઈ શકો છો,  આ Sindhi Koki – સિંધી કોકી અંદર થી સોફ્ટ અને બહાર થી ખૂબ જ ક્રિસ્પી લાગે છે.

Ingredients list

  • ઘઉંનો લોટ 3 કપ
  • બેસન ¼ કપ
  • ઝીણી સમારેલી ડુંગળી 1-2
  • અજમો ½ ચમચી
  • જીરું 1 ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • સૂકા દાડમ દાણા / આમચૂર 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 3-4
  • લીલા ધાણા સુધારેલા ½ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ
  • ઘી જરૂર મુજબ

Sindhi Koki banavani rit

સિંધી કોકી બનાવવા સૌપ્રથમ ડુંગળી ને છોલી સાફ કરી ઝીણી ઝીણી સુધારી લ્યો , ત્યાર બાદ લીલા મરચા ને ધોઇ ઝીણા સુધારી લેવા અને લીલા ધાણા સાફ કરી ધોઇ નીતરી સુધારી તૈયાર કરી લ્યો.  કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો અને એમાં બેસન ચાળી ને નાખો હવે  એમાં ચાર થી પાંચ ચમચી ઘી નાખી હાથ થી બરોબર મસળી મસળી ને મિક્સ કરી લ્યો.

લોટ અને ઘી બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલાં મરચા, લીલા ધાણા સુધારેલા, હાથ થી મસળી અજમો, જીરું, મરી પાઉડર, સૂકા દાડમ દાણા / આમચૂર પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે જરૂર મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધી ને તૈયાર કરી લ્યો અને બાંધેલા લોટ માંથી સાત થી આઠ લુવા બનાવી લ્યો. હવે એક લુવો લઈ એને કોરા લોટ થી મિડીયમ જાડી રોટલી બનાવી લ્યો ત્યાર બાદ ચાકુ કે કાંટા ચમચીથી એમાં કાણા કરી લ્યો. હવે ગેસ પર ધીમા તાપે તવી ગરમ કરી એમાં ઘી / તેલ લગાવી એમાં તૈયાર કરેલ કોકી નાખી મિડીયમ ધીમા તાપે બને બાજુ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો.

બને બાજુ લાઈટ ગોલ્ડન થાય એટલે એમાં ઘી લગાવી દબાવી દબાવી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો. આમ બધા લુવા માંથી કોકી વણી અને શેકી લ્યો અને તૈયાર કરી લ્યો. તો તૈયાર છે સિંધી કોકી.

Koki recipe notes

  • જો ડુંગળી ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો.
  • દાડમ દાણા ના હોય તો આમચૂર પાઉડર  પણ નાખી શકો છો.
  • ઘી કે તેલ તમારી પસંદ મુજબ વાપરી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

સિંધી કોકી બનાવવાની રીત

Sindhi Koki - સિંધી કોકી

Sindhi Koki banavani rit

આ કોકી તમે સવાર સાંજ ના નાસ્તામાં ચા, દહી, અથાણાં કે ચટણી સાથે સર્વ કરી શકો છો અને પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકો છો,  આ Sindhi Koki – સિંધી કોકી અંદર થી સોફ્ટ અને બહાર થી ખૂબ જ ક્રિસ્પી લાગે છે.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 7 નંગ

Equipment

  • 1 કથરોટ
  • 1 પાટલો – વેલણ
  • 1 તવી

Ingredients

Ingredients list

  • 3 કપ ઘઉંનો લોટ
  • ¼ કપ બેસન
  • 1-2 ઝીણી સમારેલી ડુંગળી
  • ½ ચમચી અજમો
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી સૂકા દાડમ દાણા / આમચૂર
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • ½ કપ લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ
  • ઘી જરૂર મુજબ

Instructions

Sindhi Koki banavani rit

  • સિંધી કોકી બનાવવા સૌપ્રથમ ડુંગળી ને છોલી સાફ કરી ઝીણી ઝીણી સુધારી લ્યો , ત્યાર બાદ લીલા મરચા ને ધોઇ ઝીણા સુધારી લેવા અને લીલા ધાણા સાફ કરી ધોઇ નીતરી સુધારી તૈયાર કરી લ્યો. કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો અને એમાં બેસન ચાળી ને નાખો હવે એમાં ચાર થી પાંચ ચમચી ઘી નાખી હાથ થી બરોબર મસળી મસળી ને મિક્સ કરી લ્યો.
  • લોટ અને ઘી બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલાં મરચા, લીલા ધાણા સુધારેલા, હાથ થી મસળી અજમો, જીરું, મરી પાઉડર, સૂકા દાડમ દાણા / આમચૂર પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે જરૂર મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધી ને તૈયાર કરી લ્યો અને બાંધેલા લોટ માંથી સાત થી આઠ લુવા બનાવી લ્યો. હવે એક લુવો લઈ એને કોરા લોટ થી મિડીયમ જાડી રોટલી બનાવી લ્યો ત્યાર બાદ ચાકુ કે કાંટા ચમચીથી એમાં કાણા કરી લ્યો. હવે ગેસ પર ધીમા તાપે તવી ગરમ કરી એમાં ઘી / તેલ લગાવી એમાં તૈયાર કરેલ કોકી નાખી મિડીયમ ધીમા તાપે બને બાજુ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો.
  • બને બાજુ લાઈટ ગોલ્ડન થાય એટલે એમાં ઘી લગાવી દબાવી દબાવી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો. આમ બધા લુવા માંથી કોકી વણી અને શેકી લ્યો અને તૈયાર કરી લ્યો. તો તૈયાર છે સિંધી કોકી.

Notes

  • જો ડુંગળી ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો.
  • દાડમ દાણા ના હોય તો આમચૂર પાઉડર  પણ નાખી શકો છો.
  • ઘી કે તેલ તમારી પસંદ મુજબ વાપરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular