ઉનાળાની ગરમી અને બાળકોની રજાઓ એટલે ઘરમાં રોજ કંઈક ઠંડુ અને ગળ્યું ખાવાની માંગ! અને બાળકોને જ્યારે આઈસ્ક્રીમની વાત આવે ત્યારે ‘ચોકલેટ ફ્લેવર’ સૌથી પહેલી પસંદ હોય છે. બજારમાં મળતી આઇસક્રીમ આપણે નાના બાળકો ને આપતા થોડા અચકાઇએ છીએ. કેમકે એમાં ખાંડ અને બીજા પ્રીઝર્વેટીવ હોય છે તો આ ઉનાળો બાળકો માટે હેલ્થી અને ટેસ્ટી એવી આઇસક્રીમ ની મજા અપાવવા ઘરે બનાવો Chocolate Ice Cream (ચોકલેટ આઈસ્ક્રીમ). જે તે મોઢામાં મુકતા જ ઓગળી જશે , ચાલો જોઈએ કિડ્સ સ્પેશિયલ ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવાની રીત.
Table of contents
Ingredients List
- ફૂલ ક્રીમ દૂધ 2 ¼ કપ
- પલાળેલા કાજુ 10-12 નંગ
- પલાળેલી બદામ 9-10 નંગ
- નરમ ખજુર 5-7 નંગ
- મધ 2 ચમચી
- કોકો પાઉડર 1 ½ ચમચી
- મિલ્ક પાઉડર 2 ચમચી
- વેનીલા એસેન્સ ½ ચમચી
- ડાર્ક ચોકલેટ ચિપ્સ 2 ચમચી
Chocolate Ice Cream banavani rit
ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવા સૌથી પહેલા એક મોટા વાટકામાં બદામ અને કાજુ લઇ એમાં ગરમ પાણી નાખી ઢાંકી બે કલાક પહેલા પલાળી લ્યો. બે કલાક પછી બદામના ફોતરા અલગ કરી લ્યો સાથે પાણી માંથી કાજુ અને બદામ કાઢી મિક્સર જારમાં નાખો સાથે ખજુર ના ઠળિયા અને ટોપી કાઢી એને પણ મિક્સર જારમાં નાખો. ત્યાર બાદ એમાં પા કપ ફૂલ ક્રીમ દૂધ નાખી બધી સામગ્રી ને સ્મૂથ થાય ત્યાં સુંધી પીસી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો.
હવે એક કડાઈમાં મિલ્ક પાઉડર અને કોકો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોધુ કરી ફૂલ ક્રીમ દૂધ નાખતા જઈ ગાંઠા ના રહે એમ મિક્સ કરી લ્યો. હવે એમાં પીસી રાખેલ પેસ્ટ નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો. હવે કડાઈને ગેસ પર મૂકી હલાવતા રહી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુંધી દસ મિનીટ જેવું હલાવતા રહી ચડાવી લ્યો. મિશ્રણ ઘટ્ટ થાય જાય એટલે ગેસ બંધ કરી એમાં વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી લ્યો અને મિશ્રણ ઠંડું થાય ત્યાં સુંધી હલાવી બરોબર મિક્સ કરતા રહો.
મિશ્રણ ઠંડું થાય એટલે એમાં મધ નાખી વ્હીસપરથી બરોબર મિક્સ કરી પાંચ સાત મિનીટ ફેટી લ્યો ત્યાર બાદ એમાં ચોકલેટ ચિપ્સ નાખી મિક્સ કરી તૈયાર મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી ફ્રીઝરમાં દસ થી બાર કલાક અથવા આખી રાત આઈસક્રીમ જમાવવા રાખી દયો. આઇસક્રીમ બરોબર જામી જાય એટલે એના પર થોડા ચોકલેટ ચિપ્સ છાંટી ને બાળકો ને સર્વ કરો તો તૈયાર છે કિડ્સ સ્પેશિયલ ચોકલેટ આઇસક્રીમ.
Ice Cream Recipe Notes
જો તમે બાળકો ને મધ ના આપતા હો તો સ્કીપ કરી ખજુર ની માત્રા વધારી શકો છો.
તમે એર ટાઈટ ડબ્બા ની જગ્યાએ કોઈ મોલ્ડ નો ઉપયોગ કરી કુલ્ફી નો આકાર પણ આપી શકો છો.
ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવાની રીત

Chocolate Ice Cream Recipe in Gujarati | ચોકલેટ આઈસ્ક્રીમ | Kids Dessert
Equipment
- 1 મિક્સર
- 1 કડાઈ
Ingredients
- 2 ¼ કપ ફૂલ ક્રીમ દૂધ
- 10-12 નંગ પલાળેલા કાજુ
- 9-10 નંગ પલાળેલી બદામ
- 5-7 નંગ નરમ ખજુર
- 2 ચમચી મધ 2
- 1½ ચમચી કોકો પાઉડર 1 ½ ચમચી
- 2 ચમચી મિલ્ક પાઉડર 2 ચમચી
- ½ ચમચી વેનીલા એસેન્સ ½ ચમચી
- 2 ચમચી ડાર્ક ચોકલેટ ચિપ્સ 2 ચમચી
Instructions
Chocolate Ice Cream banavani rit
- ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવા સૌથી પહેલા એક મોટા વાટકામાં બદામ અને કાજુ લઇ એમાં ગરમ પાણી નાખી ઢાંકી બે કલાક પહેલા પલાળી લ્યો. બે કલાક પછી બદામના ફોતરા અલગ કરી લ્યો સાથે પાણી માંથી કાજુ અને બદામ કાઢી મિક્સર જારમાં નાખો સાથે ખજુર ના ઠળિયા અને ટોપી કાઢી એને પણ મિક્સર જારમાં નાખો. ત્યાર બાદ એમાં પા કપ ફૂલ ક્રીમ દૂધ નાખી બધી સામગ્રી ને સ્મૂથ થાય ત્યાં સુંધી પીસી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો.
- હવે એક કડાઈમાં મિલ્ક પાઉડર અને કોકો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોધુ કરી ફૂલ ક્રીમ દૂધ નાખતા જઈ ગાંઠા ના રહે એમ મિક્સ કરી લ્યો. હવે એમાં પીસી રાખેલ પેસ્ટ નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો. હવે કડાઈને ગેસ પર મૂકી હલાવતા રહી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુંધી દસ મિનીટ જેવું હલાવતા રહી ચડાવી લ્યો. મિશ્રણ ઘટ્ટ થાય જાય એટલે ગેસ બંધ કરી એમાં વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી લ્યો અને મિશ્રણ ઠંડું થાય ત્યાં સુંધી હલાવી બરોબર મિક્સ કરતા રહો.
- મિશ્રણ ઠંડું થાય એટલે એમાં મધ નાખી વ્હીસપરથી બરોબર મિક્સ કરી પાંચ સાત મિનીટ ફેટી લ્યો ત્યાર બાદ એમાં ચોકલેટ ચિપ્સ નાખી મિક્સ કરી તૈયાર મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી ફ્રીઝરમાં દસ થી બાર કલાક અથવા આખી રાત આઈસક્રીમ જમાવવા રાખી દયો. આઇસક્રીમ બરોબર જામી જાય એટલે એના પર થોડા ચોકલેટ ચિપ્સ છાંટી ને બાળકો ને સર્વ કરો તો તૈયાર છે કિડ્સ સ્પેશિયલ ચોકલેટ આઇસક્રીમ.
Ice Cream Recipe Notes
- જો તમે બાળકો ને મધ ના આપતા હો તો સ્કીપ કરી ખજુર ની માત્રા વધારી શકો છો.
- તમે એર ટાઈટ ડબ્બા ની જગ્યાએ કોઈ મોલ્ડ નો ઉપયોગ કરી કુલ્ફી નો આકાર પણ આપી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Panakam Recipe in Gujarati | પાનકમ બનાવવાની રીત
mango shrikhand banavani rit | મેંગો શ્રીખંડ બનાવવાની રીત
ફ્રુટ સલાડ વિથ આઈસક્રીમ બનાવવાની રીત | fruit salad with ice cream banavani rit
મેંગો યોગર્ટ બનાવવાની રીત | Mango Yogurt banavani rit
jayfal ni ice cream banavani rit | જાયફળ ની આઈસક્રીમ બનાવવાની રીત
