રામ નવમીનો પવિત્ર તહેવાર ઉનાળાની શરૂઆતમાં આવે છે, અને આ દિવસે ભગવાન શ્રી રામને પ્રસાદ રૂપે ખાસ Panakam (પાનકમ) ધરાવવાની વર્ષો જૂની પરંપરા છે. મૂળ દક્ષિણ ભારતનું આ પીણું હવે આખા દેશમાં લોકપ્રિય છે. પાનકમ એ માત્ર પ્રસાદ જ નહીં, પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને તરત જ એનર્જી (Instant Energy) અને ઠંડક આપતું એક અદભૂત ડિટોક્સ ડ્રિંક છે. બનાવું ખુબ સરળ છે અને સ્વાદ ની સાથે સેહત માટે પણ ખુબ સારું છે તો આ રામનવમી પર ભગવાન રામ ને અર્પણ કરી પ્રસાદી લઇ શરીર ને આ ગરમી માં ઠંડક આપો. તો ચાલો ભગવાનના થાળ માટે પાનકમ બનાવવાની રીત શીખીએ.
Table of contents
Ingredients
- છીણેલો ગોળ 5-6 ચમચી
- સુંઠ પાઉડર ¼ ચમચી
- મરી 5-6 નંગ
- એલચી 3 નંગ
- કેસરના તાંતણા 10-12
- ખાઈ શકાય એવો કપૂર 1 ચપટી
- મીઠું 1 ચપટી
- લીંબુ નો રસ 1 નંગ
- તુલસી ના પાંદ 4-5
- પાણી 500 એમ.એલ.
Panakam banavani rit
પાનકમ સૌથી પહેલા ગોળ ને સાવ ઝીણો ઝીણો સુધારી લ્યો. હવે એક વાસણમાં છીણેલો ગોળ લ્યો એમાં પાણી નાખી મિક્સ કરી એક બાજુ ગોળ ને ઓગળવા દયો. ગોળ ઓગળે ત્યાં સુંધી ખરલ માં મરી અને એલચી લઇ એને કુટી લઇ સ્મૂથ પાઉડર બનાવી લ્યો.
હવે ગોળ ને હલાવતા રહી ગોળ ને પાણીમાં ઓગાળી લ્યો ત્યાર બાદ ગરણી વડે બીજા વાસણમાં ગાળી લ્યો ત્યાર બાદ એમાં મરી અને એલચીનો પાઉડર, મીઠું, ખાઈ શકાય એવું કપૂર, કેસરના તાંતણા, સુંઠ પાઉડર અને લીંબુનો રસ નાખી બધી સામગ્રી ને બરોબર મીકા કરી લ્યો.
હવે બધી સામગ્રી બરોબર મિક્સ થઇ જાય એટલે ગ્લાસ માં ભરી ઉપર તુલસી ના પાંદ ને મૂકી ભગવાન રામ ને ધારવો ત્યાર બાદ ઘરના બધા પ્રસાદી ગ્રહણ કરો. ( અહી તમે તુલસી ના પાંદ ને હાથ થી થોડા ક્રસ કરી ને નાખશો તો તુલસી નો સ્વાદ પાનાકમ માં આવી જશે. આ પાનાકમ તમે રામ નવમી સિવાય પણ બનાવી શકો છો જે શરીર ની ગરમી દુર કરવામાં ખુબ ઉપયોગી થાય છે
કપૂર માં ભીમશેની કપૂર સારું માનવમાં આવે છે અને આ પીણા માં કપૂર નો પાઉડર માત્ર એક ચપટી નાખવો.
Panakam banavani rit

Panakam Recipe in Gujarati | પાનકમ બનાવવાની રીત
Equipment
- 1 ખરલ
Ingredients
Ingredients
- 5-6 ચમચી છીણેલો ગોળ
- ¼ ચમચી સુંઠ પાઉડર
- 5-6 નંગ મરી
- 3 નંગ એલચી
- 10-12 કેસરના તાંતણા
- 1 ચપટી ખાઈ શકાય એવો કપૂર
- 1 ચપટી મીઠું
- 1 નંગ લીંબુ નો રસ
- 4-5 તુલસી ના પાંદ
- 500 એમ.એલ. પાણી
Instructions
Panakam banavani rit
- પાનકમ સૌથી પહેલા ગોળ ને સાવ ઝીણો ઝીણો સુધારી લ્યો. હવે એક વાસણમાં છીણેલો ગોળ લ્યો એમાં પાણી નાખી મિક્સ કરી એક બાજુ ગોળ ને ઓગળવા દયો. ગોળ ઓગળે ત્યાં સુંધી ખરલ માં મરી અને એલચી લઇ એને કુટી લઇ સ્મૂથ પાઉડર બનાવી લ્યો.
- હવે ગોળ ને હલાવતા રહી ગોળ ને પાણીમાં ઓગાળી લ્યો ત્યાર બાદ ગરણી વડે બીજા વાસણમાં ગાળી લ્યો ત્યાર બાદ એમાં મરી અને એલચીનો પાઉડર, મીઠું, ખાઈ શકાય એવું કપૂર, કેસરના તાંતણા, સુંઠ પાઉડર અને લીંબુનો રસ નાખી બધી સામગ્રી ને બરોબર મીકા કરી લ્યો.
- હવે બધી સામગ્રી બરોબર મિક્સ થઇ જાય એટલે ગ્લાસ માં ભરી ઉપર તુલસી ના પાંદ ને મૂકી ભગવાન રામ ને ધારવો ત્યાર બાદ ઘરના બધા પ્રસાદી ગ્રહણ કરો. ( અહી તમે તુલસી ના પાંદ ને હાથ થી થોડા ક્રસ કરી ને નાખશો તો તુલસી નો સ્વાદ પાનાકમ માં આવી જશે. આ પાનાકમ તમે રામ નવમી સિવાય પણ બનાવી શકો છો જે શરીર ની ગરમી દુર કરવામાં ખુબ ઉપયોગી થાય છે
- કપૂર માં ભીમશેની કપૂર સારું માનવમાં આવે છે અને આ પીણા માં કપૂર નો પાઉડર માત્ર એક ચપટી નાખવો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Mango Magnum Bars Recipe in Gujarati | મેંગો મેગ્નમ બાર આઈસ્ક્રીમ બનાવવાની રીત
Aam panna sharbat banavani rit | આમ પન્ના શરબત બનાવવાની રીત
કોલ્ડ કોફી બનાવવાની રીત | cold coffee banavani rit
વરિયાળી નો શરબત બનાવવાની રીત | Variyali no sarbat banavani rit
jaljeera soda banavani rit | જલજીરા સોડા બનાવવાની રીત
