આજ આપણે ઘઉંના લોટની જલેબી બનાવવાની રીત શીખીશું. અત્યાર સુંધી આપણે મેંદા માંથી ક્રિસ્પી અને કુરકુરી જલેબી બનાવી છે જેને આથો આપી તૈયાર કરતા હતા પણ આજ આપણે ઘઉંના લોટ માંથી આથો આપ્યા વગર માત્ર પંદર વીસ મિનિટ માં જલેબી માટેનું મિશ્રણ તૈયાર કરી ક્રિસ્પી રસીલી Ghau na lot ni jalebi તૈયાર કરીશું.
ઘઉં ના લોટની જલેબી બનાવવા જરૂરી સામગ્રી
- ઈનો 1 પેકેટ
- ઘઉંનો લોટ 1 કપ
- ઘી 1 ચમચી
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
ચાસણી માટેની સામગ્રી
- ખાંડ 2 કપ
- પાણી 1 કપ
- એલચી ના દાણા 5-7
- ફૂડ કલર 1-2 ટીપાં
- કેસર ના તાંતણા 15-20
- પિસ્તા ની કતરણ 1-2 ચમચી
ઘઉં ના લોટની જલેબી ની રેસીપી
ઘઉં ના લોટની જલેબી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી ગેસ ચાલુ કરી લ્યો અને ખાંડ ઓગળી જાય એટલે એમાં જો નાખવો હોય તો કેસરી ફૂડ કલર નાખો અથવા કેસર ના તાંતણા નાખી મિક્સ કરી લ્યો અને સાથે એલચી ના દાણા પણ નાખો સાથે બે ત્રણ કટકા લીંબુના નાખી મિક્સ કરી લ્યો ચાસણી થોડી ચિકાસ પડતી થાય અને અડધા જેવો તાર બને એટલે લીંબુના કટકા કાઢી નાખો અને ગેસ બંધ કરી નાખો અને તૈયાર ચાસણી ને એક બાજુ મૂકો.
એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લેશું ત્યાર બાદ એમાં ઘી અને ઈનો નાખી મિક્સ કરી લેશું. હવે થોડું થોડું કરી પાણી નાખતા જઈ મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લેશું અને એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક ફ્લેટ પેન અથવા કડાઈ માં થોડું તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી તૈયાર કરેલ મિશ્રણ દૂધ ની થેલી કે પ્લાસ્ટિક માં નાખી રબર થી બંધ કરી નાખો અથવા સોસ ની બોટલ માં ભરી લ્યો.
તેલ ગરમ થાય એટલે એમાં પ્લાસ્ટિક માં કાણું કરી ગરમ તેલ માં ગોળ ગોળ ફેરવી ગોળ કરી છેલ્લે અંદર બાજુ લાઈન કરી પેક કરો આમ બે ચાર જલેબી કર્યા પછી ગેસ ધીમો કરી જલેબી ને ચડાવી લ્યો અને જલેબી ક્રિસ્પી થાય એટલે તેલ માંથી કાઢી ચાસણીમાં નાખો અને એક મિનિટ ચાસણમાં રાખી ઝારા પર મૂકો જેથી વધારાની ચાસણી નીકળી જાય.
આમ જલેબી ની મિશ્રણ નાખતી વખતે ફૂલ તાપ અને ત્યાર બાદ ગેસ ધીમો કરી જલેબી ને ગોલ્ડન તરી લ્યો અને તરેલી જલેબી ચાસણીમાં નાખી કાઢી વધારાની ચાસણી ને નિતારી લ્યો છેલ્લે ઉપર પિસ્તા ની કતરણ છાંટો અને મજા લ્યો ગરમ ગરમ જલેબીનો તો તૈયાર છે ઘઉં ના લોટની જલેબી.
jalebi recipe notes
- જો ઈનો ના નાખવો હોય તો બેકિંગ સોડા પણ વાપરી શકો છો.
- અથવા રાત્રે દહી થી મિશ્રણ બનાવી આથો આવવા મૂકી શકો છો.
- અથવા યિસ્ટ નાખી ને પણ મિશ્રણ તૈયાર કરી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Ghau na lot ni jalebi ni recipe

Ghau na lot ni jalebi ni recipe
Equipment
- 1 ફ્લેટ પેન કે કડાઈ
Ingredients
ઘઉં ના લોટની જલેબી બનાવવા જરૂરી સામગ્રી
- 1 પેકેટ ઈનો
- 1 કપ ઘઉંનો લોટ
- 1 ચમચી ઘી
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
ચાસણી માટેની સામગ્રી
- 2 કપ ખાંડ
- 1 કપ પાણી
- 5-7 એલચી ના દાણા
- 1-2 ટીપાં ફૂડ કલર
- 15-20 કેસર ના તાંતણા
- 1-2 ચમચી પિસ્તા ની કતરણ
Instructions
Ghau na lot ni jalebi ni recipe
- ઘઉં ના લોટની જલેબી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી ગેસ ચાલુ કરી લ્યો અને ખાંડ ઓગળી જાય એટલે એમાં જો નાખવો હોય તો કેસરી ફૂડ કલર નાખો અથવા કેસર ના તાંતણા નાખી મિક્સ કરી લ્યો અને સાથે એલચી ના દાણા પણ નાખો સાથે બે ત્રણ કટકા લીંબુના નાખી મિક્સ કરી લ્યો ચાસણી થોડી ચિકાસ પડતી થાય અને અડધા જેવો તાર બને એટલે લીંબુના કટકા કાઢી નાખો અને ગેસ બંધ કરી નાખો અને તૈયાર ચાસણી ને એક બાજુ મૂકો.
- એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લેશું ત્યાર બાદ એમાં ઘી અને ઈનો નાખી મિક્સ કરી લેશું. હવે થોડું થોડું કરી પાણી નાખતા જઈ મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લેશું અને એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક ફ્લેટ પેન અથવા કડાઈ માં થોડું તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી તૈયાર કરેલ મિશ્રણ દૂધ ની થેલી કે પ્લાસ્ટિક માં નાખી રબર થી બંધ કરી નાખો અથવા સોસ ની બોટલ માં ભરી લ્યો.
- તેલ ગરમ થાય એટલે એમાં પ્લાસ્ટિક માં કાણું કરી ગરમ તેલ માં ગોળ ગોળ ફેરવી ગોળ કરી છેલ્લે અંદર બાજુ લાઈન કરી પેક કરો આમ બે ચાર જલેબી કર્યા પછી ગેસ ધીમો કરી જલેબી ને ચડાવી લ્યો અને જલેબી ક્રિસ્પી થાય એટલે તેલ માંથી કાઢી ચાસણીમાં નાખો અને એક મિનિટ ચાસણમાં રાખી ઝારા પર મૂકો જેથી વધારાની ચાસણી નીકળી જાય.
- આમ જલેબી ની મિશ્રણ નાખતી વખતે ફૂલ તાપ અને ત્યાર બાદ ગેસ ધીમો કરી જલેબી ને ગોલ્ડન તરી લ્યો અને તરેલી જલેબી ચાસણીમાં નાખી કાઢી વધારાની ચાસણી ને નિતારી લ્યો છેલ્લે ઉપર પિસ્તા ની કતરણ છાંટો અને મજા લ્યો ગરમ ગરમ જલેબીનો તો તૈયાર છે ઘઉં ના લોટની જલેબી.
jalebi recipe notes
- જો ઈનો ના નાખવો હોય તો બેકિંગ સોડા પણ વાપરી શકો છો.
- અથવા રાત્રે દહી થી મિશ્રણ બનાવી આથો આવવા મૂકી શકો છો.
- અથવા યિસ્ટ નાખી ને પણ મિશ્રણ તૈયાર કરી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Dudh mathi churmu | દૂધ માંથી ચુરમુ બનાવવાની રીત
આમળા નો મોરબો | amla no murabbo
રબડી ખીર બનાવવાની રીત | Rabdi kheer banavani rit
