HomeNastaબે પ્રકારની મખાના બાઇટ્સ બનાવવાની રીત | Be prakar ni makhana bytes...

બે પ્રકારની મખાના બાઇટ્સ બનાવવાની રીત | Be prakar ni makhana bytes banavani rit

મખાના સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે એટલે આજકલ બજાર માં અલગ અલગ પ્રકારની મખાના ની ચાર્ટ, શાક, સ્વીટ જોવા મળે છે અને બાઇટ્સ પણ અલગ અલગ પ્રકારના ફ્લેવર્સ સાથે મળે છે જે ખાવી ખૂબ ગમે છે તો આજ આપણે બે પ્રકારની મખાના બાઇટ્સ બનાવવાની રીત શીખીશું જેમાંથી એક ગોળ સાથે અને બીજી ચીઝ સાથે બનાવી તૈયાર કરીશું makhana bytes banavani rit.

ગોળ વાળા મખાના બાઇટ્સ બનાવવા માટેની સામગ્રી

  • મખાના 4 કપ
  • ઘી 3-4 ચમચી
  • ગોળ ઝીણો સમારેલો ½ કપ
  • બેકિંગ સોડા ½ ચમચી
  • સફેદ તલ ¼ કપ
  • વરિયાળી 2 ચમચી
  • મીઠું 1-2 ચપટી
  • મરી પાઉડર ¼ ચમચી
  • સૂંઠ પાઉડર 1 ચમચી
  • સંચળ 2-3 ચપટી

ચીઝ મખાના બાઇટ્સ બનાવવા માટેની સામગ્રી

  • મખાના 4 કપ
  • ઘી 2-3 ચમચી
  • પ્રોસેસ ચીઝ છીણેલું 1 કપ
  • હળદર ¼ ચમચી
  • સંચળ ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ચાર્ટ મસાલો ¼ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • મીઠું ¼ ચમચી
  • લસણ પાઉડર ¼ ચમચી (ઓપ્શનલ છે હોય તો નાખવો )

Be prakar ni makhana bytes banavani rit

આજ આપણે મખાના માંથી બે પ્રકારની બાઇટ્સ બનાવતા શીખીશું જે દરેક ને ખૂબ પસંદ આવશે. તો ચાલો બનાવતા શીખીએ.

ગોળ મખાના બાઇટ્સ બનાવવાની રીત

ગોળ મખાના બાઇટ્સ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી ઘી નાખી એમાં મખાના નાખી મખાના ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો. મખાના ક્રિસ્પી થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. હવે એજ કડાઈ માં બે ચમચી ઘી નાખો અને ગરમ કરી લ્યો અને એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરી ચડાવી લ્યો. ગોળ ને આપણે ચીક્કી બનાવીએ ત્યારે જેટલો ચડાવી એ એટલો ચડાવી લ્યો.

જયારે ગોળ બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી એમાં બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો અને ફરીથી ગેસ ચાલુ કરી ધીમા તાપે એમાં શેકી રાખેલ મખાના, સફેદ તલ, વરિયાળી, મીઠું, સંચળ, મરી પાઉડર, સૂઠ પાઉડર, નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મખાના સાથે બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી નાખો અને બીજા વાસણમાં કાઢી થોડા ઠંડા કરો અને ત્યાર બાદ એક એક મખાના ને અલગ કરી નાખો તો તૈયાર છે ગોળ મખાના.

ચીઝ મખાના બાઇટ્સ બનાવવાની રીત

ચીઝ મખાના બનાવવા સૌપ્રથમ એક પ્લેટમાં  ચીઝ ને છીણી લ્યો અને ફેલાવી લ્યો ત્યાર બાદ પંખા નીચે એક થી બે દિવસ સુંધી સૂકવી લ્યો અને ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને જ્યારે પણ ચીઝ પાઉડર ની જરૂર પડે ત્યારે પીસી ને વાપરી શકો છો. હવે સૂકવેલી ચીઝ ને મિક્સર જાર માં નાખો સાથે હળદર, સંચળ, લાલ મરચાનો પાઉડર , ચાર્ટ મસાલો, મરી પાઉડર, મીઠું, લસણ નો પાઉડર નાખી પીસી પાઉડર બનાવી લ્યો અને તૈયાર કરી લ્યો ચીઝ મસાલા પાઉડર.

હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી ઘી ગરમ કરી લ્યો અને એમાં મખાના નાખી મિક્સ કરી શેકી લ્યો મખાના ક્રિસ્પી થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. અને નવશેકા મખાના ઉપર જરૂર મુજબ તૈયાર કરેલ ચીઝ મસાલા પાઉડર છાંટી બરોબર મિક્સ કરી લ્યો અને મજા લ્યો ચીઝ મખાના.

Makhana bytes recipe notes

  • આ શેકેલ મખાના ને એર ટાઈટ ડબ્બામાં ભરવા નહિતર ઝડપથી હદ્રાઈ ( સોગી / સોફ્ટ ) થઈ જસે.
  • તમે થોડા થોડા બનાવી મજા લેશો તો વધારે મજા આવશે.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

બે પ્રકારની મખાના બાઇટ્સ બનાવવાની રીત

બે પ્રકારની મખાના બાઇટ્સ - Be prakar ni makhana bytes - બે પ્રકારની મખાના બાઇટ્સ બનાવવાની રીત - Be prakar ni makhana bytes banavani rit

Be prakar ni makhana bytes banavani rit

મખાના સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે એટલે આજકલબજાર માં અલગ અલગ પ્રકારની મખાના ની ચાર્ટ, શાક, સ્વીટ જોવા મળે છે અને બાઇટ્સ પણ અલગ અલગ પ્રકારના ફ્લેવર્સ સાથે મળે છે જેખાવી ખૂબ ગમે છે તો આજ આપણે બે પ્રકારની મખાના બાઇટ્સ બનાવવાની રીત શીખીશું જેમાંથી એક ગોળ સાથે અને બીજી ચીઝ સાથે બનાવી તૈયાર કરીશું makhana bytes banavani rit.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ગોળ વાળા મખાના બાઇટ્સ બનાવવા માટેની સામગ્રી

  • 4 કપ મખાના
  • 3-4 ચમચી ઘી
  • ½ કપ ગોળ ઝીણો સમારેલો
  • ½ ચમચી બેકિંગ સોડા
  • ¼ કપ સફેદ તલ
  • 2 ચમચી વરિયાળી
  • 1-2 ચપટી મીઠું
  • ¼ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી સૂંઠ પાઉડર
  • 2-3 ચપટી સંચળ

ચીઝ મખાના બાઇટ્સ બનાવવા માટેની સામગ્રી

  • 4 કપ મખાના
  • 2-3 ચમચી ઘી
  • 1 કપ પ્રોસેસ ચીઝ છીણેલું
  • ¼ ચમચી હળદર
  • ¼ ચમચી સંચળ
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી ચાર્ટ મસાલો
  • ¼ ચમચી મરી પાઉડર
  • ¼ ચમચી મીઠું
  • ¼ ચમચી લસણ પાઉડર ( ઓપ્શનલ છે હોય તો નાખવો )

Instructions

makhana bytes banavani rit

  • આજ આપણે મખાના માંથી બે પ્રકારની બાઇટ્સ બનાવતા શીખીશું જે દરેક ને ખૂબ પસંદ આવશે. તો ચાલો બનાવતા શીખીએ.

ગોળ મખાના બાઇટ્સ બનાવવાની રીત

  • ગોળ મખાના બાઇટ્સ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી ઘી નાખી એમાં મખાના નાખી મખાના ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો. મખાના ક્રિસ્પી થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. હવે એજ કડાઈ માં બે ચમચી ઘી નાખો અને ગરમ કરી લ્યો અને એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરી ચડાવી લ્યો. ગોળ ને આપણે ચીક્કી બનાવીએ ત્યારે જેટલો ચડાવી એ એટલો ચડાવી લ્યો.
  • જયારે ગોળ બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી એમાં બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો અને ફરીથી ગેસ ચાલુ કરી ધીમા તાપે એમાં શેકી રાખેલ મખાના, સફેદ તલ, વરિયાળી, મીઠું, સંચળ, મરી પાઉડર, સૂઠ પાઉડર, નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મખાના સાથે બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી નાખો અને બીજા વાસણમાં કાઢી થોડા ઠંડા કરો અને ત્યાર બાદ એક એક મખાના ને અલગ કરી નાખો તો તૈયાર છે ગોળ મખાના.

ચીઝ મખાના બાઇટ્સ બનાવવાની રીત

  • ચીઝ મખાના બનાવવા સૌપ્રથમ એક પ્લેટમાં ચીઝ ને છીણી લ્યો અને ફેલાવી લ્યો ત્યાર બાદ પંખા નીચે એક થી બે દિવસ સુંધી સૂકવી લ્યો અને ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને જ્યારે પણ ચીઝ પાઉડર ની જરૂર પડે ત્યારે પીસી ને વાપરી શકો છો. હવે સૂકવેલી ચીઝ ને મિક્સર જાર માં નાખો સાથે હળદર, સંચળ, લાલ મરચાનો પાઉડર , ચાર્ટ મસાલો, મરી પાઉડર, મીઠું, લસણ નો પાઉડર નાખી પીસી પાઉડર બનાવી લ્યો અને તૈયાર કરી લ્યો ચીઝ મસાલા પાઉડર.
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી ઘી ગરમ કરી લ્યો અને એમાં મખાના નાખી મિક્સ કરી શેકી લ્યો મખાના ક્રિસ્પી થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. અને નવશેકા મખાના ઉપર જરૂર મુજબ તૈયાર કરેલ ચીઝ મસાલા પાઉડર છાંટી બરોબર મિક્સ કરી લ્યો અને મજા લ્યો ચીઝ મખાના.

Makhana bytes recipe notes

  • આ શેકેલ મખાના ને એર ટાઈટ ડબ્બામાં ભરવા નહિતર ઝડપથી હદ્રાઈ ( સોગી / સોફ્ટ ) થઈ જસે.
  • તમે થોડા થોડા બનાવી મજા લેશો તો વધારે મજા આવશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular