મિત્રો આજે આપડે કંઈક નવું અને એક દમ ચટપટું કે પછી તીખું નાના થી લઈ અને બધા ના મોઢા માં પાણી આવી જાય એવું કાચી કેરી માંથી બનતા ચટપટા આંબોડિયા બનાવતા શીખીશું . જે મોટા લોકો ખાશે તો તેમને પણ નાનપણ ના દિવસો પાછા યાદ કરાવી દેશે તો ચાલો અને Tikha mitha Amboliya – તીખા મીઠા આંબોડિયા બનાવતા શીખીશું.
મસાલેદાર આંબોડિયા માટેની સામગ્રી :-
- કાચી તોતાપૂરી કેરી 500 ગ્રામ
- હળદર પાવડર 1 ½ ચમચી
- મીઠું 1 ચમચી
- લીંબુ ½
- શેકેલું જીરું પાવડર 1 ચમચી
- સંચળ પાવડર 1 ½ ચમચી
- લાલ મરચું પાવડર 1 ચમચી
- ખાંડ 1 ચમચી
મીઠા આંબોડિયા માટેની સામગ્રી :-
- કાચી કેરી 500 ગ્રામ
- મીઠું 1 ½ ચમચી
- ખાંડ 250 ગ્રામ
- પીસેલી ખાંડ 1 ચમચી
Tikha mitha Amboliya banavani rit
તીખા મીઠા આંબોડિયા બનાવવા માટે સૌ પ્રથમ બજાર માં મળતી તોતા પૂરી કેરી 1 કિલો લેશું. તેમાંથી 500 ગ્રામ કેરી ના આપડે તીખા આંબોડિયા બનાવીશું અને 500 ગ્રામ કેરી ના ખાટા મીઠા આંબોડિયા બનાવીશું તો બધી કેરી ને પેલે સારી રીતે પાણી માં ધોઈ લેશું.પાણી માં ધોઈ લીધા બાદ એક મોટો ટુકડો કરી અને તેના પેલે લાંબા લાંબા ટુકડા કરીશું અને લાંબા ટુકડા થઈ ગયા બાદ વચે થી એક આડો કટ મારી અને મીડીયમ સાઈઝ ના ટુકડા કરી લેશું અને થોડા એવા ઝાડા ટુકડા કરી અને બાઉલ માં કાઢી લેશું . કટકા કરી લીધા બાદ 500 ગ્રામ કેરી ને એક બાઉલ માં રાખશું અને બીજી કેરી ને બીજા બાઉલ માં મૂકી દેશું .
હવે પેલે આપડે તીખા ચટપટા આંબોડિયા બનાવીશું જેના માટે આપડે જે બાઉલ માં કેરી ના કટકા કાઢ્યા હતા તે કેરી માં આપડે હળદર પાવડર ½ ચમચી , મીઠું 1 ચમચી અને લીંબુ ½ નાખી અને બધી વસ્તુ ને સારી રીતે હાથે થી મિક્સ કરી લેશું . લીંબુ નો રસ નાખવાથી કેરી નો કલર કાળો નઈ પડે . અને ત્યાર બાદ તેના પર કાણા વાડી ડીશ ઢાંકી અને 5 કલાક રેવા દેશું . જેથી અને હળદર અને મીઠું એકદમ સારી રીતે કેરી માં ભળી જશે.
ત્યાર બાદ મીઠા આંબોડિયા બનાવવા માટે જે બીજી કેરી ને બાઉલ માં મૂકી હતી તે બાઉલ લેશું તેમાં મીઠું ½ ચમચી , ખાંડ 1 કપ નાખી અને ચમચા વડે મિક્સ કરી લેશું .જો ચમચા વડે મિક્સ કરતા ના ફાવે તો હાથ થી પણ મિક્સ કરી સકો છો . મિક્સ કરી લીધા બાદ આ બાઉલ ઉપર પણ કાણા વાડી થાળી ઢાંકી દેશું અને તેને પણ 5 કલાક રેવા દેશું જેથી ખાંડ ઓગળી અને પાણી થઈ જાય અને કેરી માં અંદર સુધી મીઠાસ આવી જશે.
હવે 5 કલાક બાદ હળદર મીઠા વાળા આંબોડિયા નું ઢાંકણ ખોલી ને જોશું તો તેમાં હળદર , મીઠું અને લીંબુ સારી રીતે ભળી ગયું છે , અને થોડું ખાટું પાણી પણ છૂટું પડ્યું હશે તે પાણી ને આપડે કોઈ પણ ગરણી વડે ગારી લેશું અને કેરી માંથી બધું પાણી સારી રીતે નિતારી લેશું .ત્યાર બાદ તીખા આંબોડિયા નો એક મસાલો તૈયાર કરીશું એક નાના બાઉલ માં શેકેલું જીરું પાવડર 1 ચમચી , સંચળ પાવડર ½ ચમચી અને 1 ચમચી લાલ મરચું પાવડર નાખી અને બરાબર મિક્સ કરી લેશું .
ત્યાર બાદ કેરી ના ટુકડા ને નિતારી લીધા બાદ એક મોટી થાળી માં કાઢી લેશું અને તેના પર તૈયાર કરેલો મસાલો નાખી અને ફરીથી કેરી અને મસાલા ને સારી રીતે મિક્સ કરી લેશું અને ડીશ માંજ ફેલાવી અને ઘરમાંજ પંખા નીચે રાખી અને 2 દિવસ માટે સૂકાવા દેશું જેથી થોડા સોફ્ટ અને થોડા કડક આંબોડિયા બની અને તૈયાર થઈ જશે .
હવે એજ રીતે જે ખાંડ માં મિક્સ કરેલા આંબોડિયા હતા તેમાં પણ બધી ખાંડ ઓગળી અને પાણી પણ છૂટું થઈ ગયું છે અને આ કેરી ના ટુકડા ને મોટી ચારણી માં પાણી સહિત જ નાખી દેશું જેથી ખાંડ નું મીઠું પાણી અલગ થઈ જશે 3-4 મિનિટ માંજ પાણી અલગ થઈ જશે . અને ફરીથી એક મોટી થાળી માં પાછા બધા કેરી ના કટકા ને પહોળા કરી અને 2 દિવસ માટે આને પણ સૂકાવા દેશું .
હવે 2 દિવસ બાદ આપડા તીખા આંબોડિયા સુકાઈ અને મસ્ત થોડા સોફ્ટ થોડા કડક અને મસાલો પણ સારો એવો કૉટિંગ થઈ ગયો છે ત્યાર બાદ એક બાઉલ માં કાઢી લેશું અને તેના પર 1 ચમચી ખાંડ નાખી અને હાથ વડે 4-5 મિનિટ સુધી મિક્સ કરી લેશું જેથી ખાંડ નો પાવડર સારી રીતે કેરી પર ચડી જાય . ખાંડ નાખવી બિલકુલ ઓપ્શનલ છે . તો તૈયાર છે આપડા તીખા આંબોડિયા
ત્યાર બાદ હવે મીઠા આંબોડિયા પણ 2 દિવસ સૂકવ્યા બાદ થોડા કડક અને થોડા સોફ્ટ થઈ ગયા છે ત્યાર બાદ તેને પણ એક બાઉલ માં કાઢી ઉપર થી મીઠાસ ઉમેરવા માટે તેના પર 1 ચમચી ખાંડ નાખી અને ફરીથી બધું હાથ વડે 4-5 મિનિટ સુધી મિક્સ કરી લેશું જેથી ખાંડ નો પાવડર કેરી પર સારી રીતે ચડી જશે .
તો તૈયાર છે આપડા તીખા અને મીઠા આંબોડિયા જેને એયર ટાઈટ કન્ટેનર માં રાખી અને આખું વર્ષ તમે સ્ટોર કરી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
તીખા મીઠા આંબોડિયા બનાવવાની રીત

Tikha mitha Amboliya banavani rit
Equipment
- 1 બાઉલ
- 1 ચમચી
- 1 ગરણી
Ingredients
મસાલેદાર આંબોડિયા માટેની સામગ્રી :-
- 500 ગ્રામ કાચી તોતાપૂરી કેરી
- 1 ½ ચમચી હળદર પાવડર
- 1 ચમચી મીઠું
- ½ લીંબુ
- 1 ચમચી શેકેલું જીરું પાવડર
- 1½ ચમચી સંચળ પાવડર
- 1 ચમચી લાલ મરચું પાવડર
- 1 ચમચી ખાંડ
મીઠા આંબોડિયા માટેની સામગ્રી :-
- 500 ગ્રામ કાચી કેરી
- 1½ ચમચી મીઠું
- 250 ગ્રામ ખાંડ
- 1 ચમચી પીસેલી ખાંડ
Instructions
Tikha mitha Amboliya banavani rit
- તીખા મીઠા આંબોડિયા બનાવવા માટે સૌ પ્રથમ બજાર માં મળતી તોતા પૂરી કેરી 1 કિલો લેશું. તેમાંથી 500 ગ્રામ કેરી ના આપડે તીખા આંબોડિયા બનાવીશું અને 500 ગ્રામ કેરી ના ખાટા મીઠા આંબોડિયા બનાવીશું તો બધી કેરી ને પેલે સારી રીતે પાણી માં ધોઈ લેશું.પાણી માં ધોઈ લીધા બાદ એક મોટો ટુકડો કરી અને તેના પેલે લાંબા લાંબા ટુકડા કરીશું અને લાંબા ટુકડા થઈ ગયા બાદ વચે થી એક આડો કટ મારી અને મીડીયમ સાઈઝ ના ટુકડા કરી લેશું અને થોડા એવા ઝાડા ટુકડા કરી અને બાઉલ માં કાઢી લેશું . કટકા કરી લીધા બાદ 500 ગ્રામ કેરી ને એક બાઉલ માં રાખશું અને બીજી કેરી ને બીજા બાઉલ માં મૂકી દેશું .
- હવે પેલે આપડે તીખા ચટપટા આંબોડિયા બનાવીશું જેના માટે આપડે જે બાઉલ માં કેરી ના કટકા કાઢ્યા હતા તે કેરી માં આપડે હળદર પાવડર ½ ચમચી , મીઠું 1 ચમચી અને લીંબુ ½ નાખી અને બધી વસ્તુ ને સારી રીતે હાથે થી મિક્સ કરી લેશું . લીંબુ નો રસ નાખવાથી કેરી નો કલર કાળો નઈ પડે . અને ત્યાર બાદ તેના પર કાણા વાડી ડીશ ઢાંકી અને 5 કલાક રેવા દેશું . જેથી અને હળદર અને મીઠું એકદમ સારી રીતે કેરી માં ભળી જશે.
- ત્યાર બાદ મીઠા આંબોડિયા બનાવવા માટે જે બીજી કેરી ને બાઉલ માં મૂકી હતી તે બાઉલ લેશું તેમાં મીઠું ½ ચમચી , ખાંડ 1 કપ નાખી અને ચમચા વડે મિક્સ કરી લેશું .જો ચમચા વડે મિક્સ કરતા ના ફાવે તો હાથ થી પણ મિક્સ કરી સકો છો . મિક્સ કરી લીધા બાદ આ બાઉલ ઉપર પણ કાણા વાડી થાળી ઢાંકી દેશું અને તેને પણ 5 કલાક રેવા દેશું જેથી ખાંડ ઓગળી અને પાણી થઈ જાય અને કેરી માં અંદર સુધી મીઠાસ આવી જશે.
- હવે 5 કલાક બાદ હળદર મીઠા વાળા આંબોડિયા નું ઢાંકણ ખોલી ને જોશું તો તેમાં હળદર , મીઠું અને લીંબુ સારી રીતે ભળી ગયું છે , અને થોડું ખાટું પાણી પણ છૂટું પડ્યું હશે તે પાણી ને આપડે કોઈ પણ ગરણી વડે ગારી લેશું અને કેરી માંથી બધું પાણી સારી રીતે નિતારી લેશું .ત્યાર બાદ તીખા આંબોડિયા નો એક મસાલો તૈયાર કરીશું એક નાના બાઉલ માં શેકેલું જીરું પાવડર 1 ચમચી , સંચળ પાવડર ½ ચમચી અને 1 ચમચી લાલ મરચું પાવડર નાખી અને બરાબર મિક્સ કરી લેશું .
- ત્યાર બાદ કેરી ના ટુકડા ને નિતારી લીધા બાદ એક મોટી થાળી માં કાઢી લેશું અને તેના પર તૈયાર કરેલો મસાલો નાખી અને ફરીથી કેરી અને મસાલા ને સારી રીતે મિક્સ કરી લેશું અને ડીશ માંજ ફેલાવી અને ઘરમાંજ પંખા નીચે રાખી અને 2 દિવસ માટે સૂકાવા દેશું જેથી થોડા સોફ્ટ અને થોડા કડક આંબોડિયા બની અને તૈયાર થઈ જશે .
- હવે એજ રીતે જે ખાંડ માં મિક્સ કરેલા આંબોડિયા હતા તેમાં પણ બધી ખાંડ ઓગળી અને પાણી પણ છૂટું થઈ ગયું છે અને આ કેરી ના ટુકડા ને મોટી ચારણી માં પાણી સહિત જ નાખી દેશું જેથી ખાંડ નું મીઠું પાણી અલગ થઈ જશે 3-4 મિનિટ માંજ પાણી અલગ થઈ જશે . અને ફરીથી એક મોટી થાળી માં પાછા બધા કેરી ના કટકા ને પહોળા કરી અને 2 દિવસ માટે આને પણ સૂકાવા દેશું .
- હવે 2 દિવસ બાદ આપડા તીખા આંબોડિયા સુકાઈ અને મસ્ત થોડા સોફ્ટ થોડા કડક અને મસાલો પણ સારો એવો કૉટિંગ થઈ ગયો છે ત્યાર બાદ એક બાઉલ માં કાઢી લેશું અને તેના પર 1 ચમચી ખાંડ નાખી અને હાથ વડે 4-5 મિનિટ સુધી મિક્સ કરી લેશું જેથી ખાંડ નો પાવડર સારી રીતે કેરી પર ચડી જાય . ખાંડ નાખવી બિલકુલ ઓપ્શનલ છે . તો તૈયાર છે આપડા તીખા આંબોડિયા
- ત્યાર બાદ હવે મીઠા આંબોડિયા પણ 2 દિવસ સૂકવ્યા બાદ થોડા કડક અને થોડા સોફ્ટ થઈ ગયા છે ત્યાર બાદ તેને પણ એક બાઉલ માં કાઢી ઉપર થી મીઠાસ ઉમેરવા માટે તેના પર 1 ચમચી ખાંડ નાખી અને ફરીથી બધું હાથ વડે 4-5 મિનિટ સુધી મિક્સ કરી લેશું જેથી ખાંડ નો પાવડર કેરી પર સારી રીતે ચડી જશે .
- તો તૈયાર છે આપડા તીખા અને મીઠા આંબોડિયા જેને એયર ટાઈટ કન્ટેનર માં રાખી અને આખું વર્ષ તમે સ્ટોર કરી શકો છો .
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Capsicum nu masaledar shaak | કેપ્સીકમ નું મસાલેદાર શાક
vada pav ni chutney recipe | વડાપાવ ની ચટણી બનાવવાની રીત
kerda nu athanu banavani rit | કેરડા નું અથાણું
chaat masala recipe in gujarati | ચાટ મસાલો બનાવવાની રીત
Khati mithi daal banavani rit | ખાટી મીઠી દાળ બનાવવાની રીત
tindora batata nu shaak banavani rit | ટીંડોળા બટાકાનું શાક બનાવવાની રીત
