વ્રત ઉપવાસ હોય ત્યારે હમેસા આપણે એ વિચારી છીએ કે આજ આપણે શું બનાવું અને શેમાંથી બનાવશું? મહાશિવરાત્રી માટે ઘરે તમારા આ મુજવણ ને આજ આપને એક હેલ્થી અને ટેસ્ટી કંદમૂળ નો ઉપયોગ કરી ફૂલ Farali Thali તૈયાર કરતા શીખીશું. એ કંદમૂળ છે શક્કરીયા (Sweet Potatoes), તે પચવામાં હળવા હોય છે જેમાંથી આજ આપણે એક સ્વીટ, સુકી ભાજી અને પરોઠા ત્રણે બનાવશું. આ થાળી ખાધા પછી તમને આખો દિવસ એનર્જી જળવાઈ રહેશે. ચાલો જોઈએ શક્કરિયાની ફરાળી થાળી બનાવવાની રીત.
Table of contents
શક્કરીયાની ખીર બનાવવા માટેની સામગ્રી
- ઘી 2-3 ચમચી
- શક્કરીયા 1 કિલો
- કાજુ ના કટકા 2-3 ચમચી
- બદામ ના કટકા 2-3 ચમચી
- પીસ્તા ના કટકા 1 ચમચી
- બાફી ને છીણેલા શક્કરીયા 2 કપ
- ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
- ખાંડ/ સાકર ¼ કપ
- કેસર ના તાંતણ 8-10
શક્કરીયાનું શાક બનાવવા માટેની સામગ્રી
- તેલ / ઘી 2-3 ચમચી
- જીરું 1 ચમચી
- આદું મરચાની પેસ્ટ 2 ચમચી
- મીઠા લીમડાના પાંદ 5-7
- શક્કરીયા સુધારેલ 3 કપ / 300 ગ્રામ
- મરી પાઉડર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- શેકેલ સિંગદાણા નો અધ કચરો ભૂકો 3-4 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ખાંડ 1 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલ 5-7 ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
શક્કરીયાના ફરાળી પરોઠા બનાવવા માટેની સામગ્રી
- છીણેલા શક્કરીયા 1 કપ
- ફરાળી લોટ 1 કપ
- પીસેલા સિંગદાણા નો પાઉડર ¼ કપ
- આદું મરચાની પેસ્ટ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલ 7-8 ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- જીરું ½ ચમચી
- સ્વાદ મુજબ ફરાળી મીઠું
- તેલ / ઘી જરૂર મુજબ
Farali Thali banavani rit
ફરાળી થાળી બનાવવા સૌથી પહેલા શક્ક્રીયાને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક મોટા વાસણમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મુકો એમાં ચારણી મૂકી સાફ કરેલ શક્કરીયાને એમાં મૂકી ઢાંકી પંદર વીસ મિનીટ માટે મીડીયમ તાપે બાફી લ્યો. શાક્રિયા બફાય ત્યાં સુંધી ખીર માટે ના ડ્રાય ફ્રુટ ના કટકા કરી લ્યો ત્યાર બાદ શાક અને પરોઠા માટેઆદું મરચાની પેસ્ટ ચાર પાંચ ચમચી બનાવી લ્યો સાથે લીલા ધાણા સાફ કરી ધોઈ ઝીણા સુધારી લ્યો.
ત્યાર બાદ સિંગદાણા નો પણ અધ કચરો ભૂકો બનાવી લ્યો. શક્કરીયા બફાઈ જાય એટલે બહાર કાઢી થોડા ઠંડા કરી લ્યો ત્યાર બાદ ઠંડા થયેલ શક્કરીયા ને છોલી લઇ ત્રણ કપ થાય એટલા શક્કરીયા છીણી થી છીણી લ્યો અને બાકી ના બચેલા શક્કરીયા ના મીડીયમ સાઈઝ ના કટકા કરી તૈયાર કરી લ્યો.
શક્કરીયાની ખીર બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય ત્યારે એમાં ડ્રાય ફ્રુટ ના કટકા નાખી ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો. શેકેલ ડ્રાય ફ્રુટ ને એક વાટકામાં કાઢી લ્યો. હવે એમાં બે કપ છીણેલા શક્કરીયા નાખી હલાવી પાંચ સાત મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી મિક્સ કરી લ્યો.
ત્યારબાદ અને હલાવતા રહી દૂધ ને ઉકાળી લ્યો દૂધ ઉકળવા લાગે એટલે એમાં કેસરના તાંતણા અને ખાંડ / સાકર નાખી મિક્સ કરી ઓગાળી લ્યો અને ગેસ ધીમો કરી દસ પંદર મિનીટ ચડવા દયો. ખીર ચડી જાય એટલે એમાં શેકી રાખેલ ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી તૈયાર શક્કરીયાની ખીર ને ઢાંકી એક બાજુ મુકો.
શક્કરીયાનું ફરાળી શાક બનાવવાની રીત
ખીર ઉકળે ત્યાં સુંધીમાં બીજા ગેસ પર બીજી કડાઈ ને ગરમ કરવા મુકો. ગરમ કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મુકો. ત્યાર બાદ એમાં જીરું નાખી તતડાવી લ્યો હવે એમાં મીઠા લીમડાના પાંદ, આદું મરચાની પેસ્ટ નાખી શેકો. આદુની કચાસ દુર થાય એટલે એમાં બાફીને સુધારેલ શક્કરીયા નાખો.
ત્યારબાદ અને ગેસ ધીમો કરી એમાં સિંગદાણા નો ભૂકો, લાલ મરચા પાઉડર, ધાણા જીરું પાઉડર, મરી પાઉડર, ખાં, લીલા ધાણા સુધારેલ, લીંબુનો રસ અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનીટ ચડવા દયો. સાત મિનીટ પછી ફરી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી નાખો તો તૈયાર છે શક્કરીયા નું ફરાળી શાક.
શક્કરીયાના ફરાળી પરોઠા બનાવવાની રીત
શાક ધીમા તાપે ચડે છે ત્યાં સુંધીમાં કથરોટ માં ફરાળી લોટ ચાળી ને લ્યો એમાં છીણેલા શક્કરીયા, આદું મરચાની પેસ્ટ, મરી પાઉડર, સિંગદાણા પાઉડર, લીલા ધાણા સુધારેલ, જીરું અને ફરાળી મીઠું સ્વાદ મુજબ નાખી બધી સામગ્રીને હાથ થી બરોબર મસળી મિક્સ કરી લોટ બાંધી લ્યો.
બાંધેલા લોટ માંથી એક સરખા લુવા કરી લ્યો અને ફરાળી લોટની મદદ થી મીડીયમ જાડા પરોઠા ને વણી લ્યો. ગેસ પર તવી ગરમ કરવા મુકો. તવી ગરમ થાય એટલે એમાં વણેલા પરોઠા ને નાખી ગેસ મીડીયમ કરી બને બાજુ થોડા થોડા શેકી લ્યો યાર બાદ ઘી કે તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો. આમ બધા પરોઠા વણી શેકી લ્યો. તો તૈયાર છે શક્કરીયા માંથી ફરાળી પરોઠા
Farali Thali recipe notes
- તમે ઉપરોક્ત ઉપયોગમાં લીધેલ સામગ્રી માંથી જે પણ વ્રત માં ઉપયોગમાં ના લેતા હો એને સ્કીપ કરી શકો છો.
- સિંગદાણા ના ભૂકા ની જગ્યાએ કાજુનો ભૂકો પણ વાપરી શકો છો.
- જો તમે વ્રત માં તેલ ના વાપરતા હો તો ઘી થી બધી સામગ્રી બનાવવી
- ફરાળ માટે તમે જે મીઠા નો ઉપયોગ કરતા હો એ કરવો.
ફરાળી થાળી બનાવવાની રીત

Farali Thali Recipe in Gujarati | ફરાળી થાળી
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
- 1 તવી
- 1 કથરોટ
Ingredients
શક્કરીયાની ખીર બનાવવા માટેની સામગ્રી
- 1 કિલો શક્કરીયા
- 2-3 ચમચી ઘી
- 2-3 ચમચી કાજુ ના કટકા
- 2-3 ચમચી બદામ ના કટકા
- 1 ચમચી પીસ્તા ના કટકા
- 2 કપ બાફી ને છીણેલા શક્કરીયા
- 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
- ¼ કપ ખાંડ/ સાકર
- 8-10 કેસર ના તાંતણ
શક્કરીયાનું શાક બનાવવા માટેની સામગ્રી
- 2-3 ચમચી તેલ / ઘી
- 1 ચમચી જીરું
- 2 ચમચી આદું મરચાની પેસ્ટ
- 5-7 મીઠા લીમડાના પાંદ
- 3 કપ શક્કરીયા સુધારેલ / 300 ગ્રામ
- ½ ચમચી મરી પાઉડર
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
શેકેલ સિંગદાણા નો અધ કચરો ભૂકો 3-4 ચમચી
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી ખાંડ
- 1 ચમચી લીંબુનો રસ
- 5-7 ચમચી લીલા ધાણા સુધારેલ
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
શક્કરીયાના ફરાળી પરોઠા બનાવવા માટેની સામગ્રી
- 1 કપ છીણેલા શક્કરીયા
- 1 કપ ફરાળી લોટ
- ¼ કપ પીસેલા સિંગદાણા નો પાઉડર
- 1 ચમચી આદું મરચાની પેસ્ટ
- 7-8 ચમચી લીલા ધાણા સુધારેલ
- ½ ચમચી મરી પાઉડર
- ½ ચમચી જીરું
- સ્વાદ મુજબ ફરાળી મીઠું
- તેલ / ઘી જરૂર મુજબ
Instructions
Farali Thali banavani rit
- ફરાળી થાળી બનાવવા સૌથી પહેલા શક્ક્રીયાને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક મોટા વાસણમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મુકો એમાં ચારણી મૂકી સાફ કરેલ શક્કરીયાને એમાં મૂકી ઢાંકી પંદર વીસ મિનીટ માટે મીડીયમ તાપે બાફી લ્યો. શાક્રિયા બફાય ત્યાં સુંધી ખીર માટે ના ડ્રાય ફ્રુટ ના કટકા કરી લ્યો ત્યાર બાદ શાક અને પરોઠા માટેઆદું મરચાની પેસ્ટ ચાર પાંચ ચમચી બનાવી લ્યો સાથે લીલા ધાણા સાફ કરી ધોઈ ઝીણા સુધારી લ્યો.
- ત્યાર બાદ સિંગદાણા નો પણ અધ કચરો ભૂકો બનાવી લ્યો. શક્કરીયા બફાઈ જાય એટલે બહાર કાઢી થોડા ઠંડા કરી લ્યો ત્યાર બાદ ઠંડા થયેલ શક્કરીયા ને છોલી લઇ ત્રણ કપ થાય એટલા શક્કરીયા છીણી થી છીણી લ્યો અને બાકી ના બચેલા શક્કરીયા ના મીડીયમ સાઈઝ ના કટકા કરી તૈયાર કરી લ્યો.
શક્કરીયાની ખીર બનાવવાની રીત
- ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય ત્યારે એમાં ડ્રાય ફ્રુટ ના કટકા નાખી ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો. શેકેલ ડ્રાય ફ્રુટ ને એક વાટકામાં કાઢી લ્યો. હવે એમાં બે કપ છીણેલા શક્કરીયા નાખી હલાવી પાંચ સાત મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ અને હલાવતા રહી દૂધ ને ઉકાળી લ્યો દૂધ ઉકળવા લાગે એટલે એમાં કેસરના તાંતણા અને ખાંડ / સાકર નાખી મિક્સ કરી ઓગાળી લ્યો અને ગેસ ધીમો કરી દસ પંદર મિનીટ ચડવા દયો. ખીર ચડી જાય એટલે એમાં શેકી રાખેલ ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી તૈયાર શક્કરીયાની ખીર ને ઢાંકી એક બાજુ મુકો.
શક્કરીયાનું ફરાળી શાક બનાવવાની રીત
- ખીર ઉકળે ત્યાં સુંધીમાં બીજા ગેસ પર બીજી કડાઈ ને ગરમ કરવા મુકો. ગરમ કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મુકો. ત્યાર બાદ એમાં જીરું નાખી તતડાવી લ્યો હવે એમાં મીઠા લીમડાના પાંદ, આદું મરચાની પેસ્ટ નાખી શેકો. આદુની કચાસ દુર થાય એટલે એમાં બાફીને સુધારેલ શક્કરીયા નાખો.
- ત્યારબાદ અને ગેસ ધીમો કરી એમાં સિંગદાણા નો ભૂકો, લાલ મરચા પાઉડર, ધાણા જીરું પાઉડર, મરી પાઉડર, ખાં, લીલા ધાણા સુધારેલ, લીંબુનો રસ અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનીટ ચડવા દયો. સાત મિનીટ પછી ફરી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી નાખો તો તૈયાર છે શક્કરીયા નું ફરાળી શાક.
શક્કરીયાના ફરાળી પરોઠા બનાવવાની રીત
- શાક ધીમા તાપે ચડે છે ત્યાં સુંધીમાં કથરોટ માં ફરાળી લોટ ચાળી ને લ્યો એમાં છીણેલા શક્કરીયા, આદું મરચાની પેસ્ટ, મરી પાઉડર, સિંગદાણા પાઉડર, લીલા ધાણા સુધારેલ, જીરું અને ફરાળી મીઠું સ્વાદ મુજબ નાખી બધી સામગ્રીને હાથ થી બરોબર મસળી મિક્સ કરી લોટ બાંધી લ્યો.
- બાંધેલા લોટ માંથી એક સરખા લુવા કરી લ્યો અને ફરાળી લોટની મદદ થી મીડીયમ જાડા પરોઠા ને વણી લ્યો. ગેસ પર તવી ગરમ કરવા મુકો. તવી ગરમ થાય એટલે એમાં વણેલા પરોઠા ને નાખી ગેસ મીડીયમ કરી બને બાજુ થોડા થોડા શેકી લ્યો યાર બાદ ઘી કે તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો. આમ બધા પરોઠા વણી શેકી લ્યો. તો તૈયાર છે શક્કરીયા માંથી ફરાળી પરોઠા
Farali Thali recipe notes
- તમે ઉપરોક્ત ઉપયોગમાં લીધેલ સામગ્રી માંથી જે પણ વ્રત માં ઉપયોગમાં ના લેતા હો એને સ્કીપ કરી શકો છો.
- સિંગદાણા ના ભૂકા ની જગ્યાએ કાજુનો ભૂકો પણ વાપરી શકો છો.
- જો તમે વ્રત માં તેલ ના વાપરતા હો તો ઘી થી બધી સામગ્રી બનાવવી.
- ફરાળ માટે તમે જે મીઠા નો ઉપયોગ કરતા હો એ કરવો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Gajar Mula Gobi Shalgam nu Athanu | ઇન્સ્ટન્ટ ગાજર મૂળા ફુલાવર અને શલગમ નું અથાણું બનાવવાની રીત
બટાકાનું રસાવાળું ફરાળી શાક | batata nu rasavalu farali shaak
સ્ટફ્ડ ફરાળી પુરી બનાવવાની રીત | Stuffed farali puri banavani rit
ફરાળી મુઠીયા બનાવવાની રીત | Farali muthiya banavani rit
