આજ ના આપણો શરબત કોઈ પણ પ્રકારના પ્રિઝવેટવી વગર નેચર કલર અને સ્વાદ થી ભરપૂર તૈયાર થશે. ઉનાળા માં બધા ને શરબત, આઈસક્રીમ, ઠંડા પીણા પીવા ખૂબ પસંદ આવતા હોય છે ત્યારે આજ આપણે દેશી ગુલાબ ની પાંખડી ની ઉપયોગ કરી બજાર કરતા પણ સારો Gulab sharbat – ગુલાબ શરબત બનાવતા શીખીશું. જે એક વખત બનાવી તૈયાર કરી જ્યારે મન થાય ત્યારે શરબત ની મજા લઇ શકશો.
INGREDIENTS
- દેશી ગુલાબ ની પાંખડી 100 ગ્રામ
- બીટ ½ ના કટકા કરેલ
- ખાંડ 2 કપ
- લીંબુનો રસ 1 ચમચી
- ગુલાબજળ 2 ચમચી
- પાણી 2 કપ
Gulab sharbat banavani rit
ગુલાબ શરબત બનાવવા સૌપ્રથમ બીટ ને છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ નાના કટકા કરી લ્યો. હવે મિક્સર જાર માં કટકા કરેલ બીટ નાખી પીસી લ્યો અને એમાં પા કપ પાણી નાખી પીસી સ્મુથ કરી એક બાજુ મૂકો. હવે દેસી ગુલાબ લઈ એની પાંદડી અલગ કરી લ્યો અને પાંદ ને એક બે પાણીથી ધોઈ સાફ કરી ચારણીમાં નાખી નિતારી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં બે કપ પાણી નાખી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં ગુલાબ ની પાંખડી નાખી ચમચા થી હલાવતા રહો અને પાંચ મિનિટ પછી પાંદડી સફેદ થઇ જાય અને પાણી ગુલાબી થઈ જાય એટલે ગેસ બંધ કરી પાણી માં પીસેલ બીટ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઝીણી ગરણી થી ગાળી પાંદડી અને બીટ નો પલ્પ અલગ કરી નાખો.
હવે ફરીથી ગેસ પર કડાઈમાં ગાળી રાખેલ પાણી નાખો અને એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો. અને ત્યાર બાદ ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે ગેસ મીડીયમ કરી દસ મિનિટ ઉકાળી લ્યો. દસ મિનિટ પછી ચેક કરો જો ચાસણી ચિકાસ વાળી લાગે તો ગેસ બંધ કરી નાખો અને ગેસ બંધ કરી નાખ્યા પછી એમાં ગુલાબજળ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો.
બધી સામગ્રી બરોબર મિક્સ કરી લીધા બાદ શરબત ને ઠંડો થવા દયો. શરબત ઠંડો થાય એટલે ફરી ગરણી થી ગાળી લ્યો અને સાફ કોરી બોટલ માં ભરી લ્યો. તૈયાર શરબત ને ફ્રીઝ માં મૂકી લાંબા સમય સુંધી વાપરી શકો છો. તો તૈયાર છે ગુલાબ શરબત.
શરબત બનાવવાની રીત
એક તપેલી માં બરફ ના કટકા નાખી એમાં બે ગ્લાસ પાણી અથવા દૂધ નાખો એમાં તમારી પસંદ મુજબ ત્રણ ચાર ચમચી તૈયાર કરેલ શરબત નાખો સાથે પલાળેલા સબ્જા ના બીજ અને ફ્રેશ ગુલાબ ની પાંખડી તોડી ને નાખો અને મિક્સ કરી મજા ગુલાબ શરબત.
Sharbat recipe video notes
- અહીં ખાંડ ની જગ્યાએ સાકર પણ વાપરી શકો છો.
- લીંબુના રસ ની જગ્યાએ લીંબુના ફૂલ પણ વાપરી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
ગુલાબ શરબત બનાવવાની રીત

Gulab sharbat banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
- 1 ગરણી
Ingredients
- 100 ગ્રામ દેશી ગુલાબ ની પાંખડી
- ½ બીટ ના કટકા કરેલ
- 2 કપ ખાંડ
- 1 ચમચી લીંબુનો રસ
- 2 ચમચી ગુલાબજળ
- 2 કપ પાણી
Instructions
Gulab sharbat banavani rit
- ગુલાબ શરબત બનાવવા સૌપ્રથમ બીટ ને છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ નાના કટકા કરી લ્યો. હવે મિક્સર જાર માં કટકા કરેલ બીટ નાખી પીસી લ્યો અને એમાં પા કપ પાણી નાખી પીસી સ્મુથ કરી એક બાજુ મૂકો. હવે દેસી ગુલાબ લઈ એની પાંદડી અલગ કરી લ્યો અને પાંદ ને એક બે પાણીથી ધોઈ સાફ કરી ચારણીમાં નાખી નિતારી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં બે કપ પાણી નાખી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં ગુલાબ ની પાંખડી નાખી ચમચા થી હલાવતા રહો અને પાંચ મિનિટ પછી પાંદડી સફેદ થઇ જાય અને પાણી ગુલાબી થઈ જાય એટલે ગેસ બંધ કરી પાણી માં પીસેલ બીટ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઝીણી ગરણી થી ગાળી પાંદડી અને બીટ નો પલ્પ અલગ કરી નાખો.
- હવે ફરીથી ગેસ પર કડાઈમાં ગાળી રાખેલ પાણી નાખો અને એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો. અને ત્યાર બાદ ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે ગેસ મીડીયમ કરી દસ મિનિટ ઉકાળી લ્યો. દસ મિનિટ પછી ચેક કરો જો ચાસણી ચિકાસ વાળી લાગે તો ગેસ બંધ કરી નાખો અને ગેસ બંધ કરી નાખ્યા પછી એમાં ગુલાબજળ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો.
- બધી સામગ્રી બરોબર મિક્સ કરી લીધા બાદ શરબત ને ઠંડો થવા દયો. શરબત ઠંડો થાય એટલે ફરી ગરણી થી ગાળી લ્યો અને સાફ કોરી બોટલ માં ભરી લ્યો. તૈયાર શરબત ને ફ્રીઝ માં મૂકી લાંબા સમય સુંધી વાપરી શકો છો. તો તૈયાર છે ગુલાબ શરબત.
- શરબત બનાવવાની રીત
- એક તપેલી માં બરફ ના કટકા નાખી એમાં બે ગ્લાસ પાણી અથવા દૂધ નાખો એમાં તમારી પસંદ મુજબ ત્રણ ચાર ચમચી તૈયાર કરેલ શરબત નાખો સાથે પલાળેલા સબ્જા ના બીજ અને ફ્રેશ ગુલાબ ની પાંખડી તોડી ને નાખો અને મિક્સ કરી મજા ગુલાબ શરબત.
Notes
- અહીં ખાંડ ની જગ્યાએ સાકર પણ વાપરી શકો છો.
- લીંબુના રસ ની જગ્યાએ લીંબુના ફૂલ પણ વાપરી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Oreo cake banavani recipe | ઓરિયો કેક બનાવવાની રેસીપી
Mathura na penda recipe | મથુરા ના પેંડા બનાવવાની રીત
Gond Katira kheer banavani rit | ગોંદ કતીરા ખીર બનાવવાની રીત
