જય શ્રી કૃષ્ણ આજ આપણે ઢાબા સ્ટાઈલ ગુવાર નું શાક બનાવવાની રીત – guvar nu shaak banavani rit શીખીશું. ગવાર નું નામ આવતા જ ઘણા ના મોઢા બગડી જતાં હોય છે, Please subscribe Poonam’s Kitchen YouTube channel If you like the recipe, ઘરમાં પણ આજ આપણે બહાર ઢાબા માં મળતા એકદમ ટેસ્ટી ને ગ્રેવી વાળુ શાક ઘરે ઘરમાં રહેલ સામગ્રી માંથી તૈયાર કરીશું જેને ગવાર પસંદ નથી એ પણ માંગી માંગી ને ખાશે. તો ચાલો ઢાબા સ્ટાઈલ ગવારનું શાક બનાવવાની રીત – gawar nu shaak – gavar nu shak recipe in gujarati શીખીએ.
ગુવાર નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- ગવાર 250 ગ્રામ
- લસણ ની કણી 8-10
- શેકેલ સીંગદાણા 2 -3 ચમચી
- સફેદ તલ 2 ચમચી
- સેવ ¼ કપ
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- હળદર ½ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- તેલ 5-6 ચમચી
- રાઈ 1 ચમચી
- અજમો 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- ટમેટા ની પ્યુરી ¼ કપ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
ગુવાર નું શાક બનાવવાની રીત | guvar nu shaak banavani rit
ઢાબા સ્ટાઈલ ગવાર નું શાક બનાવવા સૌપ્રથમ કાચા ગવાર ને સાફ કરી દાડી વાળો ભાગ અલગ કરી ને ગવાર ના કટકા કરી લ્યો ત્યાર બાદ પાણી થી ધોઇ ને સાફ કરી લ્યો.
હવે મિક્સર જાર માં લસણ ની કણી, શેકેલ સીંગદાણા, સફેદ તલ, સેવ નાખી મિક્સર જાર માં દરદરા પીસી લ્યો (અથવા ખાંડણી ધસ્ટા થી ફૂટી ને પણ તૈયાર કરી શકો છો ).
ત્યારબાદ એમાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર ને મીઠું નાખી ને ફરી એક વખત મિક્સર ને એક વખત પીસી લ્યો અને એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કુકર માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી ને તતડાવી લ્યો અને અજમો અને હિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા પ્યુરી નાખી મિક્સ કરી લ્યો.
ટમેટા શેકાઈ જાય ને તેલ અલગ થવા લાગે એટલે એમાં મિક્સર માં પીસેલા મસાલા ને નાખો ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને મસાલા ને બરોબર ચડાવી ને તેલ અલગ થાય ત્યાં સુંધી શેકો.
મસાલા માંથી તેલ અલગ થાય એટલે એમાં ગવાર ના કટકા નાખો ને બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ ધીમો કરી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાંખી મિક્સ કરી લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી મિક્સ કરી લો અને કુકર નું ઢાંકણ બંધ કરો ને ફૂલ તાપે બે ત્રણ સીટી વગાડવા દયો.
બે સીટી પછી ગેસ ધીમો કરી ધીમા તાપે દસ પંદર મિનિટ ચડવા દયો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકળવા દયો કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી શાક ને ફરી ગેસ પર મૂકો હવે છેલ્લે એમાં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લો ને ગરમ ગરમ સર્વ કરો ઢાબા સ્ટાઈલ ગવાર નું શાક.
gavar nu shak recipe in gujarati notes
- અહી તમે શાક ને કુકર ની જગ્યાએ કડાઈ માં પણ બનાવી શકો છો અથવા કુકર મા બાફી ને પાછળ થી પણ વાઘરી શકો છો.
gawar nu shaak banavani rit | Recipe Video
Youtube પર Poonam’s Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
ગવારનું શાક બનાવવાની રીત | gavar nu shak recipe in gujarati
ગુવાર નું શાક | guvar nu shaak banavani rit | guvar nu shaak recipe | gavar nu shak | gawar nu shaak | guvar nu shaak | ગુવારનું શાક | ગવારનું શાક બનાવવાની રીત
Equipment
- 1 કુકર
- 1 મિક્સર
Ingredients
ગુવાર નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- 250 ગ્રામ ગવાર
- 8-10 લસણની કણી
- 2 -3 ચમચી શેકેલ સીંગદાણા
- 2 ચમચી સફેદ તલ
- ¼ સેવ
- 2 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી હળદર
- ½ ચમચી ગરમ મસાલો
- 5-6 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 1 ચમચી અજમો
- ¼ ચમચી હિંગ
- ¼ કપ ટમેટાની પ્યુરી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
ગુવાર નું શાક | guvar nu shaak recipe | gavar nu shak | gawar nu shaak | guvar nu shaak | ગુવારનું શાક
- ગવાર નું શાક બનાવવા સૌપ્રથમ કાચા ગવાર ને સાફ કરી દાડી વાળો ભાગ અલગ કરી ને ગવાર ના કટકા કરી લ્યો ત્યાર બાદ પાણી થી ધોઇ ને સાફ કરી લ્યો.
- હવે મિક્સર જાર માં લસણ ની કણી, શેકેલ સીંગદાણા, સફેદ તલ, સેવ નાખીમિક્સર જાર માં દરદરા પીસી લ્યો (અથવા ખાંડણી ધસ્ટા થી ફૂટી નેપણ તૈયાર કરી શકો છો ).
- હવે એમાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર ને મીઠું નાખી ને ફરી એક વખત મિક્સર ને એક વખત પીસી લ્યો અને એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કુકર માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી ને તતડાવી લ્યોઅને અજમો અને હિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા પ્યુરી નાખી મિક્સ કરી લ્યો.
- ટમેટા શેકાઈ જાય ને તેલ અલગ થવા લાગે એટલે એમાં મિક્સર માં પીસેલા મસાલા ને નાખો ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને મસાલા ને બરોબર ચડાવી ને તેલ અલગ થાય ત્યાં સુંધી શેકો.
- મસાલા માંથી તેલ અલગ થાય એટલે એમાં ગવાર ના કટકા નાખો ને બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ ધીમો કરી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાંખી મિક્સ કરી લ્યો હવે એમાંસ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી મિક્સ કરી લો અને કુકર નું ઢાંકણ બંધ કરો ને ફૂલ તાપેબે ત્રણ સીટી વગાડવા દયો.
- બે સીટી પછી ગેસ ધીમો કરી ધીમા તાપે દસ પંદર મિનિટ ચડવા દયો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકળવા દયો કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી શાક ને ફરી ગેસ પર મૂકો હવે છેલ્લે એમાં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લો ને ગરમ ગરમ સર્વ કરો ઢાબા સ્ટાઈલ ગવાર નું શાક.
gavar nu shak recipe in gujarati notes
- અહી તમે શાક ને કુકર ની જગ્યાએ કડાઈ માં પણ બનાવી શકો છો અથવા કુકર મા બાફી ને પાછળ થી પણ વાઘરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ચણા મેથીનું અથાણું | chana methi nu athanu | methi chana nu athanu
ભાખરી બનાવવાની રીત | bhakhri banavani rit | gujarati bhakri recipe
લાપસી બનાવવાની રીત| lapsi banavani rit | lapsi recipe in gujarati
હરા ભરા કબાબ | hara bhara kabab recipe in gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.