HomeNastaPauva ane soji no chatpato nasto | પૌવા અને સોજી નો ચટપટો...

Pauva ane soji no chatpato nasto | પૌવા અને સોજી નો ચટપટો નાસ્તો

મિત્રો પૌંઆ અને સોજી તો બધા ના ઘરના રસોડા માં મળી જ જતા હોય છે . તો આજે આપણે આ બને વસ્તુ માંથી એકદમ સરળ અને નાના થી લઈ અને મોટા દરેક ને મજા પડી જાય તેવો કંઈક અલગ જ રીત નો Pauva ane soji no chatpato nasto – પૌવા અને સોજી નો ચટપટો નાસ્તો અને ચટણી બનાવતા શીખીશું.

નાસ્તા માટે ની સામગ્રી :-

  • પાતળા પૌંઆ 3 કપ
  • સોજી 1 કપ
  • છાશ 1 કપ
  • લીલું મરચું  1
  • લીલા ધાણા ગાર્નિશિંગ કરવા માટે

તડકા માટેની સામગ્રી :-

  • તેલ 2 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • જીરું ¼ ચમચી
  • રાઈ ¼ ચમચી
  • સફેદ તલ ¼ ચમચી
  • મીઠા લીમડા ના પાંદ 8-10 નંગ
  • ચિલી ફ્લેક્સ ½  ચમચી
  • ગાર્નિશિંગ માટે લીલા ધાણા ના પાંદ
  • મીઠું સ્વાદ પ્રમાણે

લાલ ચટણી માટેની સામગ્રી :-

  • લીલું મરચું 1 નંગ
  • કાચી કેરી ના ટુકડા ½ નંગ
  • મીઠા લીમડાનાં પાંદ 8-10 નંગ
  • લસણ 4 કણી
  • લીલા ધાણા ના પાંદ ગાર્નિશિંગ માટે
  • ટમેટા 2 નંગ
  • તેલ 2 ચમચી
  • જીરું 1 ચમચી
  • રાઈ 1 ચમચી
  • કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી
  • સંચળ પાવડર ½ ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • જીરા પાવડર ½ ચમચી
  • લાલ મરચું પાવડર ½ ચમચી
  • લીલા ધાણા ના પાંદ ગાર્નિશિંગ માટે

Pauva ane soji no chatpato nasto banavani rit

પૌવા અને સોજી નો ચટપટો નાસ્તો બનાવવા માટે સૌ પ્રથમ આપણે આપણે પાતળા 3 કપ પૌંઆ ને પાણી માં 2 વખત ધોઈ લેશું ખાસ ધ્યાન રાખવું કે આપણે પાતળા પૌંઆ લીધા છે માટે પૌંઆ ને 2 વખત જ ધોઈ લેશું . ત્યાર બાદ એક બાઉલ લેશું તેમાં આપણે 1 કપ સોજી માં 1 કપ છાશ નાખી ને આપણે સોજી ને સારી રીતે પલળવા દેશું . જો તમારા પાસે છાશ ના હોય તો તમે દહીં નો પણ ઉપયોગ કરી શકો છો.

ત્યાર બાદ હવે ઢાંકણ ઢાંકી અને પૌંઆ અને સોજી પલળે ત્યાં સુધી માં આપણે ચટણી માટેની તૈયારી કરી લેશું તેના માટે આપણે એક મિક્ષ્ચર જાર લેશું તેમાં 2 નાના ટમેટા કાપી ને નાખીશું ત્યાર બાદ તેમાં લસણ 4 કણી , કાચી કેરી ના ટુકડા ½ નંગ , લીલા ધાણા , લીલા મરચા 2 નંગ નાખી જરૂર મુજબ પાણી નાખી અને ચટણી તૈયાર કરી લેશું.

હવે ગેસ પર એક પેન લઈ તેમાં 2 ચમચી તેલ નાખી દેશું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે જીરું 1 ચમચી , રાઈ 1 ચમચી , કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી નાખી થોડું સેકી લીધા બાદ આપણે જે ચટણી તૈયાર કરી હતી તે ચટણી ને આપણે પેન માં નાખી દેશું ત્યાર બાદ તેમાં સંચળ પાવડર સંચળ પાવડર ½ ચમચી મીઠું સ્વાદ પ્રમાણે , જીરા પાવડર ½ ચમચી , લાલ મરચું પાવડર ½ ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે ચડવા દેશું . ચળી ગયા બાદ એક બાઉલ માં ચટણી કાઢી અને તેના પર લીલા ધાણા નાખી અને ચટણી ને સાઇડ માં મૂકી દેશું.

હવે આપણે જે પૌંઆ પલાડી ને રાખ્યા હતા તે પૌંઆ અને સોજી ને બાઉલ માં કાઢી તેમાં લીલા ધાણા જરૂર મુજબ અને લીલા મરચા જીણા સુધારેલા જરૂર મુજબ અને મીઠું સ્વાદ મુજબ નાખી બધી વસ્તુ ને સારી રીતે હાથ વડે મસળી લેશું અને એક લોટ તૈયાર કરી લેશું.

ત્યાર બાદ આપણે આના બોલ બનાવીયે ત્યાં સુધી માં આપણે ગેસ પર 1 સ્ટીમર માં પાણી નાખી અને સ્ટીમર ને ગરમ કરવા મૂકી દેશું પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે પૌંઆ અને સોજી વાળા બેટર ના સાવ નાના નાના બોલ બનાવી અને સ્ટીમર વાળી થાળી માં થોડું તેલ લગાવી અને તેના પર તૈયાર કરેલા બોલ્સ ને મૂકી દેશું . ત્યાર બાદ સ્ટીમર માં થાળી મૂકી ઢાંકણ બંધ કરી અને 10-12 મિનિટ માટે આપણે તેને સ્ટીમ થવા દેશું.

હવે આપણા બોલ્સ સ્ટીમ થઈ ગયા બાદ આપણે આ બોલ્સ ને વગારવા માટેની તૈયારી કરીશું તેના માટે ગેસ પર એક પેન / કડાઈ ગરમ કરવા મૂકીશું ત્યાર બાદ તેમાં આપણે 2 ચમચી તેલ નાખશું તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ ¼ ચમચી , જીરું ¼ ચમચી , રાઈ ¼ ચમચી નાખી બધું બરાબર તતડી જાય એટલે તેમાં , સફેદ તલ ¼ ચમચી , મીઠા લીમડા ના પાંદ 8-10 નંગ નાખી અને તેમાં આપણે સ્ટીમ કરેલા બોલ્સ નાખી દેશું  બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લીધા બાદ આપણે તેના પર ચિલી ફ્લેક્સ ½ ચમચી , મીઠું સ્વાદ પ્રમાણે ગાર્નિશિંગ માટે લીલા ધાણા ના પાંદ નાખી અને સર્વિંગ પ્લેટ માં કાઢી અને સર્વ કરીશું.

તો તૈયાર છે આપણી મસ્ત ખાટી મીઠી ચટણી અને પૌંઆ અને સોજી નો નાસ્તો જેને આપણે તૈયાર કરેલી ચટણી સાથે સર્વ કરી લેશું.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

પૌવા અને સોજી નો ચટપટો નાસ્તો બનાવવાની રીત

Pauva ane soji no chatpato nasto - પૌવા અને સોજી નો ચટપટો નાસ્તો

Pauva ane soji no chatpato nasto banavani rit

મિત્રો પૌંઆ અને સોજી તો બધા ના ઘરના રસોડા માં મળી જજતા હોય છે . તો આજે આપણે આ બને વસ્તુ માંથી એકદમસરળ અને નાના થી લઈ અને મોટા દરેક ને મજા પડી જાય તેવો કંઈક અલગ જ રીત નો Pauva ane soji no chatpato nasto – પૌવા અને સોજી નો ચટપટો નાસ્તો અને ચટણી બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 25 minutes
Total Time: 45 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 બાઉલ
  • 1 પેન
  • 1 સ્ટીમર
  • 1 મિક્ષ્ચર જાર

Ingredients

નાસ્તા માટે ની સામગ્રી :-

  • 3 કપ પાતળા પૌંઆ
  • 1 કપ સોજી
  • 1 કપ છાશ
  • 1 લીલું મરચું
  • લીલા ધાણા ગાર્નિશિંગ કરવા માટે

તડકા માટેની સામગ્રી :-

  • 2 ચમચી તેલ
  • ¼ ચમચી હિંગ
  • ¼ ચમચી જીરું
  • ¼ ચમચી રાઈ
  • ¼ ચમચી સફેદ તલ
  • 8-10 નંગ મીઠા લીમડા ના પાંદ
  • ½ ચમચી ચિલી ફ્લેક્સ
  • ગાર્નિશિંગ માટે લીલા ધાણા ના પાંદ
  • મીઠું સ્વાદ પ્રમાણે

લાલ ચટણી માટેની સામગ્રી :-

  • 1 નંગ લીલું મરચું
  • ½ નંગ કાચી કેરી ના ટુકડા
  • 8-10 નંગ મીઠા લીમડાનાં પાંદ
  • 4 કણી લસણ
  • લીલા ધાણા ના પાંદ ગાર્નિશિંગ માટે
  • 2 નંગ ટમેટા
  • 2 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  • ½ ચમચી સંચળ પાવડર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ½ ચમચી જીરા પાવડર
  • ½ ચમચી લાલ મરચું પાવડર
  • લીલા ધાણા ના પાંદ ગાર્નિશિંગ માટે

Instructions

Pauva ane soji no chatpato nasto banavani rit

  • પૌવા અને સોજી નો ચટપટો નાસ્તો બનાવવા માટે સૌ પ્રથમ આપણે આપણે પાતળા 3 કપ પૌંઆ ને પાણી માં 2 વખત ધોઈ લેશું ખાસ ધ્યાન રાખવું કે આપણે પાતળા પૌંઆ લીધા છે માટે પૌંઆ ને 2 વખત જ ધોઈ લેશું . ત્યાર બાદ એક બાઉલ લેશું તેમાં આપણે 1 કપ સોજી માં 1 કપ છાશ નાખી ને આપણે સોજી ને સારી રીતે પલળવા દેશું . જો તમારા પાસે છાશ ના હોય તો તમે દહીં નો પણ ઉપયોગ કરી શકો છો.
  • ત્યાર બાદ હવે ઢાંકણ ઢાંકી અને પૌંઆ અને સોજી પલળે ત્યાં સુધી માં આપણે ચટણી માટેની તૈયારી કરી લેશું તેના માટે આપણે એક મિક્ષ્ચર જાર લેશું તેમાં 2 નાના ટમેટા કાપી ને નાખીશું ત્યાર બાદ તેમાં લસણ 4 કણી , કાચી કેરી ના ટુકડા ½ નંગ , લીલા ધાણા , લીલા મરચા 2 નંગ નાખી જરૂર મુજબ પાણી નાખી અને ચટણી તૈયાર કરી લેશું.
  • હવે ગેસ પર એક પેન લઈ તેમાં 2 ચમચી તેલ નાખી દેશું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે જીરું 1 ચમચી , રાઈ 1 ચમચી , કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી નાખી થોડું સેકી લીધા બાદ આપણે જે ચટણી તૈયાર કરી હતી તે ચટણી ને આપણે પેન માં નાખી દેશું ત્યાર બાદ તેમાં સંચળ પાવડર સંચળ પાવડર ½ ચમચી મીઠું સ્વાદ પ્રમાણે , જીરા પાવડર ½ ચમચી , લાલ મરચું પાવડર ½ ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે ચડવા દેશું . ચળી ગયા બાદ એક બાઉલ માં ચટણી કાઢી અને તેના પર લીલા ધાણા નાખી અને ચટણી ને સાઇડ માં મૂકી દેશું.
  • હવે આપણે જે પૌંઆ પલાડી ને રાખ્યા હતા તે પૌંઆ અને સોજી ને બાઉલ માં કાઢી તેમાં લીલા ધાણા જરૂર મુજબ અને લીલા મરચા જીણા સુધારેલા જરૂર મુજબ અને મીઠું સ્વાદ મુજબ નાખી બધી વસ્તુ ને સારી રીતે હાથ વડે મસળી લેશું અને એક લોટ તૈયાર કરી લેશું.
  • ત્યાર બાદ આપણે આના બોલ બનાવીયે ત્યાં સુધી માં આપણે ગેસ પર 1 સ્ટીમર માં પાણી નાખી અને સ્ટીમર ને ગરમ કરવા મૂકી દેશું પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે પૌંઆ અને સોજી વાળા બેટર ના સાવ નાના નાના બોલ બનાવી અને સ્ટીમર વાળી થાળી માં થોડું તેલ લગાવી અને તેના પર તૈયાર કરેલા બોલ્સ ને મૂકી દેશું . ત્યાર બાદ સ્ટીમર માં થાળી મૂકી ઢાંકણ બંધ કરી અને 10-12 મિનિટ માટે આપણે તેને સ્ટીમ થવા દેશું.
  • હવે આપણા બોલ્સ સ્ટીમ થઈ ગયા બાદ આપણે આ બોલ્સ ને વગારવા માટેની તૈયારી કરીશું તેના માટે ગેસ પર એક પેન / કડાઈ ગરમ કરવા મૂકીશું ત્યાર બાદ તેમાં આપણે 2 ચમચી તેલ નાખશું તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ ¼ ચમચી , જીરું ¼ ચમચી , રાઈ ¼ ચમચી નાખી બધું બરાબર તતડી જાય એટલે તેમાં , સફેદ તલ ¼ ચમચી , મીઠા લીમડા ના પાંદ 8-10 નંગ નાખી અને તેમાં આપણે સ્ટીમ કરેલા બોલ્સ નાખી દેશું બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લીધા બાદ આપણે તેના પર ચિલી ફ્લેક્સ ½ ચમચી , મીઠું સ્વાદ પ્રમાણે ગાર્નિશિંગ માટે લીલા ધાણા ના પાંદ નાખી અને સર્વિંગ પ્લેટ માં કાઢી અને સર્વ કરીશું.
  • તો તૈયાર છે આપણી મસ્ત ખાટી મીઠી ચટણી અને પૌંઆ અને સોજી નો નાસ્તો જેને આપણે તૈયાર કરેલી ચટણી સાથે સર્વ કરી લેશું.

Notes

  •  તમે આ બોલ્સ ને અપ્પમ પાત્ર માં પણ સેકી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular