ગરમી ની શરૂઆત થઈ ગઈ છે એટલે કઈક ને કંઈક ઠંડુ પીવાનું મન તો નાના થી લઈ અને મોટા સુધી બધા ને થતું જ હોય છે પણ ગરમી માં કંઈક ઇન્સ્ટન્ટ બની જાય એવું હોવું જોઈએ તો ચાલો આજે આપડે સિકંજી નો મસાલો તૈયાર કરી ને 6 મહિના સુધી સ્ટોર કરી શકીએ અને જો મસાલો તૈયાર હોય તો સરબત બનાવાતા વાર જ ના લાગે તો ચાલો આજે Sikanji masalo – સિકંજી મસાલો બનાવવાની રીત શીખીશું.
Ingredients
- જીરું 3 ચમચી
- વરિયાળી 2 ચમચી
- કાળા મરી 1 ચમચી
- મીઠા લીમડાનાં પાંદ 20-25
- તજ નો ટુકડો 1 ઇંચ
- કાળુ મીઠું 1 ચમચી
- મીઠું ½ ચમચી
- એલચી 4 નંગ
- સૂકવેલા ફુદીના ના પાંદ નો પાવડર 1 ચમચી
- ખાંડ 1 ચમચી
Sikanji masalo banavani rit
સિકંજી મસાલો બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક પેન / કડાઈ ગરમ કરવા મૂકીશું પેન ગરમ થાય એટલે તેમાં જીરું 3 ચમચી , વરિયાળી 2 ચમચી , કાળા મરી 1 ચમચી , મીઠા લીમડાનાં પાંદ 20-25, તજ નો ટુકડો 1 ઇંચ નાખી સાવ ધીમા તાપે સેકી લેશું જો એમાં કોઈ ભેજ લાગેલો હશે તો તે સેકવાથી નીકળી જશે અને ભેજ નીકળી જવાથી 6 મહિના સુધી આપડે આ મસાલા ને આરામથી સ્ટોર કરી શકીએ છીએ મસાલા નો કલર ચેન્જ થાય અને આપડા મીઠા લીંબડા ના પાંદ પણ થોડા ક્રિસ્પી થાય ત્યાર સુધી આપડે આ મસાલો સેકી લેશું. મસાલો શેકાઈ ગયા બાદ ગેસ બંધ કરી અને મસાલા ને ઠંડો થવા દેશું .
હવે મસાલો ઠંડો થાય એટલે એટલે એક મિક્ષ્ચર જાર માં મસાલો નાખી તેમાં 1 ચમચી કાળું મીઠું , સાદુ મીઠું ½ ચમચી , એલચી 4 નંગ , સૂકા ફુદીના ના પાંદ નો પાવડર 1 ચમચી , ખાંડ 1 ચમચી ત્યાર બાદ બધી વસ્તુ ને એક દમ સારી રીતે પીસી અને સ્મૂથ પાવડર તૈયાર કરી લેશું જો તમને પાવડર જાડો લાગે તો તમે તેને ચારી શકો છો અને જો પાવડર દર્દરો પણ હશે તો પણ શરબત બનાવવા માં સારોજ લાગશે.
ત્યાર બાદ કોઈ પણ કાચ ની બરણી માં ભરી અને 6 મહિના સુધી તમે આ પાવડર ને સ્ટોર કરી સકો છો.
તો તૈયાર છે આપણો સિકંજી નો મસાલો જ્યારે તમને પીવા ની ઈચ્છા થાય ત્યારે 2 કાચ ના ગ્લાસ લેશું અને બને માં 2-2 બરફ ના ટુકડા નાખીશું , લીંબુ નો રસ બને માં ½ નાખીશું ત્યાર બાદ બને ગ્લાસ માં 1-1 ચમચી આપડે તૈયાર કરેલો સિકનજી નો મસાલો નાખીશું હવે એક ગ્લાસ માં ઠંડું પાણી નાખશું અને મિક્સ કરી લેશું અને બીજા ગ્લાસ માં સોડા નાખી અને મિક્સ કરી લેશું.
તો તૈયાર છે બંને અલગ અલગ રીત નું મસ્ત ઠંડુ ઠંડું ગરમી માં પીવાની મજા આવે એવો સિકંજી નો સરબત જો મસાલો તૈયાર હશે તો ફટાફટ તમે આ મસાલો નાખી અને સિકંજી બનાવી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
સિકંજી મસાલો બનાવવાની રીત

Sikanji masalo banavani rit
Equipment
- 1 પેન / કડાઈ
- 1 કાંચ ની બરણી
- 1 મિક્ષ્ચરજાર
Ingredients
- 3 ચમચી જીરું
- 2 ચમચી વરિયાળી
- 1 ચમચી કાળા મરી
- 20-25 મીઠા લીમડાનાં પાંદ
- 1 ઇંચ તજ નો ટુકડો
- 1 ચમચી કાળુ મીઠું
- ½ ચમચી મીઠું
- 4 નંગ એલચી
- 1 ચમચી સૂકવેલા ફુદીના ના પાંદ નો પાવડર
- 1 ચમચી ખાંડ
Instructions
Sikanji masalo banavani rit
- સિકંજી મસાલો બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક પેન / કડાઈ ગરમ કરવા મૂકીશું પેન ગરમ થાય એટલે તેમાં જીરું 3 ચમચી , વરિયાળી 2 ચમચી , કાળા મરી 1 ચમચી , મીઠા લીમડાનાં પાંદ 20-25, તજ નો ટુકડો 1 ઇંચ નાખી સાવ ધીમા તાપે સેકી લેશું જો એમાં કોઈ ભેજ લાગેલો હશે તો તે સેકવાથી નીકળી જશે અને ભેજ નીકળી જવાથી 6 મહિના સુધી આપડે આ મસાલા ને આરામથી સ્ટોર કરી શકીએ છીએ મસાલા નો કલર ચેન્જ થાય અને આપડા મીઠા લીંબડા ના પાંદ પણ થોડા ક્રિસ્પી થાય ત્યાર સુધી આપડે આ મસાલો સેકી લેશું. મસાલો શેકાઈ ગયા બાદ ગેસ બંધ કરી અને મસાલા ને ઠંડો થવા દેશું .
- હવે મસાલો ઠંડો થાય એટલે એટલે એક મિક્ષ્ચર જાર માં મસાલો નાખી તેમાં 1 ચમચી કાળું મીઠું , સાદુ મીઠું ½ ચમચી , એલચી 4 નંગ , સૂકા ફુદીના ના પાંદ નો પાવડર 1 ચમચી , ખાંડ 1 ચમચી ત્યાર બાદ બધી વસ્તુ ને એક દમ સારી રીતે પીસી અને સ્મૂથ પાવડર તૈયાર કરી લેશું જો તમને પાવડર જાડો લાગે તો તમે તેને ચારી શકો છો અને જો પાવડર દર્દરો પણ હશે તો પણ શરબત બનાવવા માં સારોજ લાગશે.
- ત્યાર બાદ કોઈ પણ કાચ ની બરણી માં ભરી અને 6 મહિના સુધી તમે આ પાવડર ને સ્ટોર કરી સકો છો .
- તો તૈયાર છે આપણો સિકંજી નો મસાલો જ્યારે તમને પીવા ની ઈચ્છા થાય ત્યારે 2 કાચ ના ગ્લાસ લેશું અને બને માં 2-2 બરફ ના ટુકડા નાખીશું , લીંબુ નો રસ બને માં ½ નાખીશું ત્યાર બાદ બને ગ્લાસ માં 1-1 ચમચી આપડે તૈયાર કરેલો સિકનજી નો મસાલો નાખીશું હવે એક ગ્લાસ માં ઠંડું પાણી નાખશું અને મિક્સ કરી લેશું અને બીજા ગ્લાસ માં સોડા નાખી અને મિક્સ કરી લેશું.
- તો તૈયાર છે બંને અલગ અલગ રીત નું મસ્ત ઠંડુ ઠંડું ગરમી માં પીવાની મજા આવે એવો સિકંજી નો સરબત જો મસાલો તૈયાર હશે તો ફટાફટ તમે આ મસાલો નાખી અને સિકંજી બનાવી શકો છો .
Notes
- ઇયા તમે ખાંડ ની જગ્યા એ ખડી સાકર નો ઉપયોગ પણ કરી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
vanilla ice cream banavani recipe | વેનીલા આઈસ્ક્રીમ
Farali Dry fruit milk shake | ફરાળી ડ્રાય ફ્રુટ મિલ્ક શેક
Mango Chia Seeds pudding | મેંગો ચિયા સીડ પુડિંગ બનાવવાની રીત
Falsa shots banavani rit | ફાલસા શોટ્સ બનાવવાની રીત
Taad gola no sharbat banavani rit | તાડ ગોલા નો શરબત બનાવવાની રીત
mango lassi banavani rit | મેંગો લસ્સી બનાવવાની રીત