અત્યાર સુંધી આપણે બજાર માંથી કાજુ કતરી લઈ ને ઘણી મજા લીધી છે પણ એ થોડી મોંઘી હોવાથી લેતા નથી પણ આજ ની આપણી મીઠાઈ કાજુ કતરી કરતા પણ વધુ ટેસ્ટી લાગે છે અને કાજુ કતરી થી અડધા ભાવે તૈયાર થઈ જાય છે સીંગદાણા કતરી તો ચાલો Singdana katri banavani rit શીખીએ.
સીંગદાણા કતરી રેસીપી સામગ્રી
- મિલ્ક પાઉડર 2-3 ચમચી
- સીંગદાણા 2 કપ
- એલચી પાઉડર ¼ ચમચી
- ખાંડ 1 કપ
- પાણી ½ કપ
- ઘી જરૂર મુજબ
Singdana katri recipe
સીંગદાણા કતરી બનાવવા સૌપ્રથમ સીંગદાણા ને સાફ કરી ખરાબ દાણા અલગ કરી સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં સાફ કરેલ સીંગદાણા નાખી હલાવતા રહો અને મિડીયમ તાપે શેકી લ્યો. સીંગદાણા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી લઈ ઠંડા કરી લ્યો. હવે ઠંડા કરેલ સીંગદાણા ને કપડામાં નાખી મસળી લ્યો અથવા હથેળી વચ્ચે મૂકી મસળી ફોતરા અલગ કરી લ્યો.
હવે સીંગદાણા માંથી ફોતરા અલગ કરી લ્યો અને મિક્સર જારમાં નાખી ને પ્લસ મોડમાં પીસી ને પાઉડર બનાવી લ્યો. હવે પીસેલા સીંગદાણા ને ચારણીથી કાઢી લ્યો. હવે એમાં મિલ્ક પાઉડર અને એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ગેસ પર એક કડાઈમાં ખાંડ અને પાણી નાખી ને મિક્સ કરી લ્યો અને ગેસ ચાલુ કરી લ્યો. હવે ખાંડ ઓગળી જાય ત્યાર બાદ ચાસણીમાં એક તાર થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ચાસણી એક તાર ની થાય એટલે ગેસ ધીમો કરી એમાં સીંગદાણા પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ધીમા હલાવતા રહો.
મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે એમાં ઘી નાંખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને બીજી બે ત્રણ મિનિટ અથવા કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખી અને તૈયાર મિશ્રણ ને બટર પેપર પર અથવા ગ્રીસ કરેલ થાળીમાં નાખી ચમચા થી હલાવી મિશ્રણ ને ઠંડુ કરી લ્યો. મિશ્રણ ઠંડુ થાય એટલે હાથ થી મસળી ને બાંધેલા લોટ જેવું થાય ત્યાં સુંધી મસળી લ્યો.
મિશ્રણ લોટ જેવો ઘટ્ટ થાય એટલે બટર પેપર વચ્ચે મૂકી ઉપર બીજું બટર પેપર મૂકી વેલણ વડે થોડી જાડી રોટલી બનાવી લ્યો અને ચાકુથી કાપી કટકા કરી લ્યો અને કટકા ને ઠંડા થવા દયો. કતરી ઠંડી થાય એટલે બોક્સ માં મૂકી દયો અને મજા લ્યો સીંગદાણા કતરી.
Singdana katri notes
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- શેકેલ સીંગદાણા ને મિક્સર જાર માં પ્લસ મોડ માં પીસવા જેથી એમાંથી તેલ અલગ થાય નહિ.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Singdana katri banavani rit
Singdana katri banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
- 1 બટર પેપર
Ingredients
સીંગદાણા કતરી રેસીપી સામગ્રી
- 2-3 ચમચી મિલ્ક પાઉડર
- 2 કપ સીંગદાણા
- ¼ ચમચી એલચી પાઉડર
- 1 કપ ખાંડ
- ½ કપ પાણી
- ઘી જરૂર મુજબ
Instructions
Singdana katri banavani rit
- સીંગદાણા કતરી બનાવવા સૌપ્રથમ સીંગદાણા ને સાફ કરી ખરાબ દાણા અલગ કરી સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં સાફ કરેલ સીંગદાણા નાખી હલાવતા રહો અને મિડીયમ તાપે શેકી લ્યો. સીંગદાણા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી લઈ ઠંડા કરી લ્યો. હવે ઠંડા કરેલ સીંગદાણા ને કપડામાં નાખી મસળી લ્યો અથવા હથેળી વચ્ચે મૂકી મસળી ફોતરા અલગ કરી લ્યો.
- હવે સીંગદાણા માંથી ફોતરા અલગ કરી લ્યો અને મિક્સર જારમાં નાખી ને પ્લસ મોડમાં પીસી ને પાઉડર બનાવી લ્યો. હવે પીસેલા સીંગદાણા ને ચારણીથી કાઢી લ્યો. હવે એમાં મિલ્ક પાઉડર અને એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- ગેસ પર એક કડાઈમાં ખાંડ અને પાણી નાખી ને મિક્સ કરી લ્યો અને ગેસ ચાલુ કરી લ્યો. હવે ખાંડ ઓગળી જાય ત્યાર બાદ ચાસણીમાં એક તાર થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ચાસણી એક તાર ની થાય એટલે ગેસ ધીમો કરી એમાં સીંગદાણા પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ધીમા હલાવતા રહો.
- મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે એમાં ઘી નાંખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને બીજી બે ત્રણ મિનિટ અથવા કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખી અને તૈયાર મિશ્રણ ને બટર પેપર પર અથવા ગ્રીસ કરેલ થાળીમાં નાખી ચમચા થી હલાવી મિશ્રણ ને ઠંડુ કરી લ્યો. મિશ્રણ ઠંડુ થાય એટલે હાથ થી મસળી ને બાંધેલા લોટ જેવું થાય ત્યાં સુંધી મસળી લ્યો.
- મિશ્રણ લોટ જેવો ઘટ્ટ થાય એટલે બટર પેપર વચ્ચે મૂકી ઉપર બીજું બટર પેપર મૂકી વેલણ વડે થોડી જાડી રોટલી બનાવી લ્યો અને ચાકુથી કાપી કટકા કરી લ્યો અને કટકા ને ઠંડા થવા દયો. કતરી ઠંડી થાય એટલે બોક્સ માં મૂકી દયો અને મજા લ્યો સીંગદાણા કતરી.
Singdana katri notes
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Gol varo Mohanthal | ગોળ વારો મોહનથાળ બનાવવાની રીત
ખાજા બનાવવાની રીત | Khaja banavani rit | Khaja recipe in gujarati
હોટ ચોકલેટ મિક્સ બનાવવાની રીત | Hot Chocolate Mix