HomeDessert & DrinksPanakam Recipe in Gujarati | પાનકમ બનાવવાની રીત

Panakam Recipe in Gujarati | પાનકમ બનાવવાની રીત

રામ નવમીનો પવિત્ર તહેવાર ઉનાળાની શરૂઆતમાં આવે છે, અને આ દિવસે ભગવાન શ્રી રામને પ્રસાદ રૂપે ખાસ Panakam (પાનકમ) ધરાવવાની વર્ષો જૂની પરંપરા છે. મૂળ દક્ષિણ ભારતનું આ પીણું હવે આખા દેશમાં લોકપ્રિય છે. પાનકમ એ માત્ર પ્રસાદ જ નહીં, પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને તરત જ એનર્જી (Instant Energy) અને ઠંડક આપતું એક અદભૂત ડિટોક્સ ડ્રિંક છે. બનાવું ખુબ સરળ છે અને સ્વાદ ની સાથે સેહત માટે પણ ખુબ સારું છે તો આ રામનવમી પર ભગવાન રામ ને અર્પણ કરી પ્રસાદી લઇ શરીર ને આ ગરમી માં ઠંડક આપો. તો ચાલો ભગવાનના થાળ માટે પાનકમ બનાવવાની રીત શીખીએ. 

Ingredients

  1. છીણેલો ગોળ 5-6 ચમચી
  2. સુંઠ પાઉડર ¼ ચમચી
  3. મરી 5-6 નંગ
  4. એલચી 3 નંગ
  5. કેસરના તાંતણા 10-12
  6. ખાઈ શકાય એવો કપૂર 1 ચપટી
  7. મીઠું 1 ચપટી
  8. લીંબુ નો રસ 1 નંગ
  9. તુલસી ના પાંદ 4-5
  10. પાણી 500 એમ.એલ.

Panakam banavani rit

પાનકમ સૌથી પહેલા ગોળ ને સાવ ઝીણો ઝીણો સુધારી લ્યો. હવે એક વાસણમાં છીણેલો ગોળ લ્યો એમાં પાણી નાખી મિક્સ કરી એક બાજુ ગોળ ને ઓગળવા દયો. ગોળ ઓગળે ત્યાં સુંધી ખરલ માં મરી અને એલચી લઇ એને કુટી લઇ સ્મૂથ પાઉડર બનાવી લ્યો.

હવે ગોળ ને હલાવતા રહી ગોળ ને પાણીમાં ઓગાળી લ્યો ત્યાર બાદ ગરણી વડે બીજા વાસણમાં ગાળી લ્યો ત્યાર બાદ એમાં મરી અને એલચીનો પાઉડર, મીઠું, ખાઈ શકાય એવું કપૂર, કેસરના તાંતણા, સુંઠ પાઉડર અને લીંબુનો રસ નાખી બધી સામગ્રી ને બરોબર મીકા કરી લ્યો.

હવે બધી સામગ્રી બરોબર મિક્સ થઇ જાય એટલે ગ્લાસ માં ભરી ઉપર તુલસી ના પાંદ ને મૂકી  ભગવાન રામ ને ધારવો ત્યાર બાદ ઘરના બધા પ્રસાદી ગ્રહણ કરો. ( અહી તમે તુલસી ના પાંદ ને હાથ થી થોડા ક્રસ કરી ને નાખશો તો તુલસી નો સ્વાદ પાનાકમ  માં આવી જશે. આ પાનાકમ તમે રામ નવમી સિવાય પણ બનાવી શકો છો જે શરીર ની ગરમી દુર કરવામાં ખુબ ઉપયોગી થાય છે

કપૂર માં ભીમશેની કપૂર સારું માનવમાં આવે છે અને આ પીણા માં કપૂર નો પાઉડર માત્ર એક ચપટી નાખવો.

Panakam banavani rit

રામ નવમી સ્પેશિયલ પાનકમ - Panakam Recipe in Gujarati

Panakam Recipe in Gujarati | પાનકમ બનાવવાની રીત

રામ નવમીનો પવિત્ર તહેવાર ઉનાળાની શરૂઆતમાંઆવે છે, અને આ દિવસે ભગવાન શ્રી રામને પ્રસાદ રૂપે ખાસ Panakam (પાનકમ) ધરાવવાની વર્ષો જૂની પરંપરા છે. મૂળ દક્ષિણભારતનું આ પીણું હવે આખા દેશમાં લોકપ્રિય છે. પાનકમ એ માત્ર પ્રસાદજ નહીં, પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને તરત જ એનર્જી (Instant Energy) અને ઠંડક આપતું એક અદભૂત ડિટોક્સ ડ્રિંક છે. બનાવું ખુબ સરળછે અને સ્વાદ ની સાથે સેહત માટે પણ ખુબ સારું છે તો આ રામનવમી પર ભગવાન રામ નેઅર્પણ કરી પ્રસાદી લઇ શરીર ને આ ગરમી માં ઠંડક આપો. તો ચાલો ભગવાનના થાળ માટે પાનકમ બનાવવાની રીત શીખીએ. 
No ratings yet
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 3 ગ્લાસ આશરે

Equipment

  • 1 ખરલ

Ingredients

Ingredients

  • 5-6 ચમચી છીણેલો ગોળ
  • ¼ ચમચી સુંઠ પાઉડર
  • 5-6 નંગ મરી
  • 3 નંગ એલચી
  • 10-12 કેસરના તાંતણા
  • 1 ચપટી ખાઈ શકાય એવો કપૂર
  • 1 ચપટી મીઠું
  • 1 નંગ લીંબુ નો રસ
  • 4-5 તુલસી ના પાંદ
  • 500 એમ.એલ. પાણી

Instructions

Panakam banavani rit

  • પાનકમ સૌથી પહેલા ગોળ ને સાવ ઝીણો ઝીણો સુધારી લ્યો. હવે એક વાસણમાં છીણેલો ગોળ લ્યો એમાં પાણી નાખી મિક્સ કરી એક બાજુ ગોળ ને ઓગળવા દયો. ગોળ ઓગળે ત્યાં સુંધી ખરલ માં મરી અને એલચી લઇ એને કુટી લઇ સ્મૂથ પાઉડર બનાવી લ્યો.
  • હવે ગોળ ને હલાવતા રહી ગોળ ને પાણીમાં ઓગાળી લ્યો ત્યાર બાદ ગરણી વડે બીજા વાસણમાં ગાળી લ્યો ત્યાર બાદ એમાં મરી અને એલચીનો પાઉડર, મીઠું, ખાઈ શકાય એવું કપૂર, કેસરના તાંતણા, સુંઠ પાઉડર અને લીંબુનો રસ નાખી બધી સામગ્રી ને બરોબર મીકા કરી લ્યો.
  • હવે બધી સામગ્રી બરોબર મિક્સ થઇ જાય એટલે ગ્લાસ માં ભરી ઉપર તુલસી ના પાંદ ને મૂકી ભગવાન રામ ને ધારવો ત્યાર બાદ ઘરના બધા પ્રસાદી ગ્રહણ કરો. ( અહી તમે તુલસી ના પાંદ ને હાથ થી થોડા ક્રસ કરી ને નાખશો તો તુલસી નો સ્વાદ પાનાકમ માં આવી જશે. આ પાનાકમ તમે રામ નવમી સિવાય પણ બનાવી શકો છો જે શરીર ની ગરમી દુર કરવામાં ખુબ ઉપયોગી થાય છે
  • કપૂર માં ભીમશેની કપૂર સારું માનવમાં આવે છે અને આ પીણા માં કપૂર નો પાઉડર માત્ર એક ચપટી નાખવો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular