HomeLunch & Dinnerડુંગળી ના પરોઠા | dungri na paratha

ડુંગળી ના પરોઠા | dungri na paratha

જય શ્રી કૃષ્ણ આજ આપણે ડુંગળી ના પરોઠા શીખીશું આ પરોઠા ખાવામાં જેટલા સ્વાદિષ્ટ લાગશે બનાવવા એટલાં જ સરળ છે. જ્યારે સવાર કે સાંજ ના નાસ્તા માં કઈ ના સુજે અને ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે આ એક dungri na paratha ને બનાવી શાક અને રોટલી બને ની મજા લઇ પેટ ભરી શકો છો.  

લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 2 કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર પ્રમાણે

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • ઝીણી સુધારેલી ડુંગળી 7-8
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 5-7 ચમચી
  • અજમો ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½  ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • ફુદીના ના પાંદ 5-7
  • ગરમ મસાલો ½ ચમચી
  • સંચળ ½ ચમચી
  • પીસેલી દાળિયા દાળ ¼ કપ

પરોઠા ની રેસીપી

ડુંગળી ના પરોઠા બનાવવા સૌપ્રથમ લોટ બાંધી ને તૈયાર કરીશું. ત્યાર બાદ સ્ટફિંગ બનાવી તૈયાર કરી પરોઠા ને તેલ કે ઘી થી શેકી લેશું.

લોટ બાંધવાની રીત

લોટ બાંધવા સૌથી પહેલા એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લો અને હવે થોડું થોડું પાણી નાખી નરમ લોટ બાંધો. બાંધેલા લોટ માં એક બે ચમચી તેલ નાખી બે ચાર મિનિટ બરોબર મસળી લ્યો અને લોટ ને બરોબર મસળી લીધા બાદ ઢાંકી એક બાજુ મૂકો.

સ્ટફિંગ બનાવવાની રીત

સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલાં ધાણા, ઝીણા સમારેલા લીલાં મરચા, આદુની પેસ્ટ, હાથ થી મસળી અજમો નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, સંચળ, ગરમ મસાલો, આમચૂર પાઉડર, ફુદીના ના પાંદ, પીસેલી દાળિયા દાળ નાને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો.

ડુંગળી ના પરોઠા બનાવવાની રીત

બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ જે સાઇઝ ના પરોઠા બનાવવા હોય એ સાઇઝ નો લુવો લ્યો અને કોરા લોટ થી વણી ને એક જાડી રોટલી બનાવી લ્યો બનાવેલી રોટલી ની વચ્ચે તૈયાર કરેલ સ્ટફિંગ મૂકો અને બધી બાજુથી બરોબર પેક કરી લ્યો. અને હથેળી થી હલકા હાથે દબાવી લ્યો અને વેલણ વડે હલકા હાથે વણી ને તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક તવી ને ગરમ કરી એમાં તૈયાર કરેલ પરોઠા ને નાખી બને બાજુ થોડા શેકી લ્યો અને ત્યાર બાદ ઘી કે તેલ લાગવી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો આમ બધા જ  પરોઠા વની તૈયાર કરી શેકી લ્યો અને શેકેલ પરોઠા ને ચટણી કે ચા સાથે સર્વ કરો ડુંગળી ના પરોઠા.

Parotha recipe notes

  • સ્ટફિંગ માટેની ડુંગળી બને એટલી ઝીણી સુધારેલી રાખશો તો પરોઠા ને બનવા માં તકલીફ નહિ પડે.
  • દાળિયા દાળ ના પાઉડર ની જગ્યાએ તમે શેકેલ બેસન કે પીસેલા પૌવા નો ઉપયોગ પણ કરી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

dungri na paratha banavani rit

ડુંગળી ના પરોઠા - dungri na paratha - dungri na paratha banavani rit - ડુંગળી ના પરોઠા ની રેસીપી

dungri na paratha banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે ડુંગળી ના પરોઠા શીખીશું આ પરોઠાખાવામાં જેટલા સ્વાદિષ્ટ લાગશે બનાવવા એટલાં જ સરળ છે. જ્યારે સવારકે સાંજ ના નાસ્તા માં કઈ ના સુજે અને ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે આ એક dungri na paratha ને બનાવી શાકઅને રોટલી બને ની મજા લઇ પેટ ભરી શકો છો.  
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 19 minutes
Total Time: 29 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 કથરોટ
  • 1 વેલણ
  • 1 પાટલો

Ingredients

લોટ બાંધવા માટેની સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર પ્રમાણે

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 7-8 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 5-7 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ½ ચમચી અજમો
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 5-7 ફુદીના ના પાંદ
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી સંચળ
  • ¼ કપ પીસેલી દાળિયા દાળ

Instructions

પરોઠા ની રેસીપી

  • ડુંગળી ના પરોઠા બનાવવા સૌપ્રથમ લોટ બાંધી ને તૈયાર કરીશું. ત્યાર બાદ સ્ટફિંગ બનાવી તૈયાર કરી પરોઠા ને તેલ કે ઘી થી શેકી લેશું.

લોટ બાંધવાની રીત

  • લોટ બાંધવા સૌથી પહેલા એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લો અને હવે થોડું થોડું પાણી નાખી નરમ લોટ બાંધો. બાંધેલા લોટ માં એક બે ચમચી તેલ નાખી બે ચાર મિનિટ બરોબર મસળી લ્યો અને લોટ ને બરોબર મસળી લીધા બાદ ઢાંકી એક બાજુ મૂકો.

સ્ટફિંગ બનાવવાની રીત

  • સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલાં ધાણા, ઝીણા સમારેલા લીલાં મરચા, આદુની પેસ્ટ, હાથ થી મસળી અજમો નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, સંચળ, ગરમ મસાલો, આમચૂર પાઉડર, ફુદીના ના પાંદ, પીસેલી દાળિયા દાળ નાને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો.

ડુંગળી ના પરોઠા બનાવવાની રીત

  • બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ જે સાઇઝ ના પરોઠા બનાવવા હોય એ સાઇઝ નો લુવો લ્યો અને કોરા લોટ થી વણી ને એક જાડી રોટલી બનાવી લ્યો બનાવેલી રોટલી ની વચ્ચે તૈયાર કરેલ સ્ટફિંગ મૂકો અને બધી બાજુથી બરોબર પેક કરી લ્યો. અને હથેળી થી હલકા હાથે દબાવી લ્યો અને વેલણ વડે હલકા હાથે વણી ને તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક તવી ને ગરમ કરી એમાં તૈયાર કરેલ પરોઠા ને નાખી બને બાજુ થોડા શેકી લ્યો અને ત્યાર બાદ ઘી કે તેલ લાગવી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો આમ બધા જ પરોઠા વની તૈયાર કરી શેકી લ્યો અને શેકેલ પરોઠા ને ચટણી કે ચા સાથે સર્વ કરો ડુંગળી ના પરોઠા.

Parotha recipe notes

  • સ્ટફિંગ માટેની ડુંગળી બને એટલી ઝીણી સુધારેલી રાખશો તો પરોઠા ને બનવા માં તકલીફ નહિ પડે.
  • દાળિયા દાળ ના પાઉડર ની જગ્યાએ તમે શેકેલ બેસન કે પીસેલા પૌવા નો ઉપયોગ પણ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular