Home Lunch & Dinner Vegetable masala bajra khichdi | વેજીટેબલ મસાલા બાજરા ખીચડી ની રેસીપી

Vegetable masala bajra khichdi | વેજીટેબલ મસાલા બાજરા ખીચડી ની રેસીપી

0

મિત્રો શિયાળા માં બજારો અને બાજરા માંથી બનતી વિવધ વાનગીઓ શરીર માટે ખુબ સારા માનવામાં આવે છે એટલે આજ આપણે રેગ્યુલર ખીચડી થી થોડી અલગ અને સ્વાદિસ્ટ ખીચડી બનાવશું જેમાં ભરપુર માત્રા માં શાક નો ઉપયોગ કરશું. તો ચાલો Vegetable masala bajra khichdi – વેજીટેબલ મસાલા બાજરા ખીચડી બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • બજારો ½ કપ
  • ફોતરા વગરની મગદાળ ¼ કપ
  • ઘી 3-4 ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ 1/8 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • વટાણા ½ કપ
  • ગાજર સુધારેલ ½ કપ
  • ફુલાવર સુધારેલ ½ કપ
  • બટાકા સુધારેલ ½ કપ
  • ટામેટા સુય્ધારેલ 1-2
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી 
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલ 3-4 ચમચી

Vegetable masala bajra khichdi ni recipe

વેજીટેબલ મસાલા બાજરા ખીચડી બનાવવા સૌથી પહેલા બાજરા ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરો અને બે ગ્લાસ પાણી નાખી આખી રાત અથવા આઠ દસ કલાક પલાળી મુકો. ત્યાર બાદ પલાળેલા બજારનું પાણી ચારણીમાં નાખી નીતારી લ્યો અને સાફ કોરા કપડા પર પંખા નીચે એકાદ કલાક સુકવી લ્યો. એક કલાક પછી સુકવેલ બાજરો મિક્સર જારમાં નાખી પ્લસ મોડમાં પાંચ છ વખત ફેતવી લ્યો અને ઝીણી ચારણી થી ચાળી લ્યો. હવે જે શાક નાખવા હોય એ બધા ધોઈ સાફ કરી સુધારી લ્યો.

હવે ગેસ પર કુકરમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો. ત્યાર બાદએમાં લીલા મરચા સુધારેલ અને ફોતરા વગરની મગદાળ નાખી મિક્સ કરી બે મિનીટ શેકી લ્યો અને સાથે સુધારેલ શાક ગાજર, ફુલાવર, બટાકા, વટાણા અને ટામેટા નાખો અને મિક્સ કરી બધી સામગ્રીને પાંચ સાત મિનીટ શેકી લ્યો,

ત્યાર બાદ એમાં  બાજરો નાખી મિક્સ કરી શેકો. અને ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ગ્રામ મસાલો અને સ્વદ્દ મુજબ મીઠું નાખી મિક્સ કરી મસાલા ને શેકી લઇ એમાં અઢી કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ પાણી ઉકાળવા લાગે એટલે કુકર નું ઢાંકણ બંધ કરી લ્યો અને એક સીટી પછી ગેસ ધીમો કરી દસ મિનીટ ચડવા દયો. દસ મિનીટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.

હવા નીકળી જાય એટલે કુકર ખોલી તૈયાર ખીચડી ને હલાવી લ્યો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ ખીચડી પર ઘી નાખી પાપડ, અથાણા સાથે સર્વ કરો. તો તૈયાર છે વેજીટેબલ મસાલા બાજરા ખીચડી.   

  વેજીટેબલ મસાલા બાજરા ખીચડી ની રેસીપી

Vegetable masala bajra khichdi - વેજીટેબલ મસાલા બાજરા ખીચડી

Vegetable masala bajra khichdi – વેજીટેબલ મસાલા બાજરા ખીચડી

મિત્રો શિયાળા માં બજારો અને બાજરા માંથી બનતી વિવધ વાનગીઓશરીર માટે ખુબ સારા માનવામાં આવે છે એટલે આજ આપણે રેગ્યુલર ખીચડી થી થોડી અલગ અને સ્વાદિસ્ટ ખીચડી બનાવશું જેમાં ભરપુર માત્રા માં શાક નો ઉપયોગ કરશું. તો ચાલો Vegitable masala bajra khichdi – વેજીટેબલ મસાલા બાજરા ખીચડી બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 મિક્સર

Ingredients

  • ½ કપ બજારો
  • ¼ કપ ફોતરા વગરની મગદાળ
  • ચમચી ઘી
  • ½ ચમચી જીરું
  • ચમચી હિંગ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ કપ વટાણા
  • ½ કપ ગાજર સુધારેલ
  • ½ કપ ફુલાવર સુધારેલ
  • ½ કપ બટાકા સુધારેલ
  • 1-2 ટામેટા સુય્ધારેલ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ

Instructions

Vegitable masala bajra khichdi ni recipe

  • વેજીટેબલ મસાલા બાજરા ખીચડી બનાવવા સૌથી પહેલા બાજરા ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરો અને બે ગ્લાસ પાણી નાખી આખી રાત અથવા આઠ દસ કલાક પલાળી મુકો. ત્યાર બાદ પલાળેલા બજારનું પાણી ચારણીમાં નાખી નીતારી લ્યો અને સાફ કોરા કપડા પર પંખા નીચે એકાદ કલાક સુકવી લ્યો. એક કલાક પછી સુકવેલ બાજરો મિક્સર જારમાં નાખી પ્લસ મોડમાં પાંચ છ વખત ફેતવી લ્યો અને ઝીણી ચારણી થી ચાળી લ્યો. હવે જે શાક નાખવા હોય એ બધા ધોઈ સાફ કરી સુધારી લ્યો.
  • હવે ગેસ પર કુકરમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો. ત્યાર બાદએમાં લીલા મરચા સુધારેલ અને ફોતરા વગરની મગદાળ નાખી મિક્સ કરી બે મિનીટ શેકી લ્યો અને સાથે સુધારેલ શાક ગાજર, ફુલાવર, બટાકા, વટાણા અને ટામેટા નાખો અને મિક્સ કરી બધી સામગ્રીને પાંચ સાત મિનીટ શેકી લ્યો,
  • ત્યાર બાદ એમાં બાજરો નાખી મિક્સ કરી શેકો. અને ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ગ્રામ મસાલો અને સ્વદ્દ મુજબ મીઠું નાખી મિક્સ કરી મસાલા ને શેકી લઇ એમાં અઢી કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ પાણી ઉકાળવા લાગે એટલે કુકર નું ઢાંકણ બંધ કરી લ્યો અને એક સીટી પછી ગેસ ધીમો કરી દસ મિનીટ ચડવા દયો. દસ મિનીટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
  • હવા નીકળી જાય એટલે કુકર ખોલી તૈયાર ખીચડી ને હલાવી લ્યો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ ખીચડી પર ઘી નાખી પાપડ, અથાણા સાથે સર્વ કરો. તો તૈયાર છે વેજીટેબલ મસાલા બાજરા ખીચડી.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version