HomeLunch & DinnerMakhana curry recipe : મખાના કરી બનાવવાની રીત

Makhana curry recipe : મખાના કરી બનાવવાની રીત

આજ આપણે મખાના કરી ની રેસીપી શીખીશું. આ મખાના માંથી આપણે અલગ અલગ મસાલા વાળા મખાના, મીઠાઈ, ફરસાણ, ચાર્ટ વગેરે તો ઘણી વખત બનાવ્યા છે પણ આજ આપણે મખાના નું એક ગ્રેવી વાળું શાક Makhana curry ni recipe બનાવશું જે ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું ખૂબ સરળ છે.

મખાના કરી બનાવવા જરૂરી સામગ્રી

  • સુધારેલી ડુંગળી 3
  • મખાના 50 ગ્રામ
  • સુધારેલા ટમેટા 2
  • જીરું 1 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • કાજુ ¼ કપ
  • આદુ નો કટકો 1
  • લસણ ની કણી 8-10
  • લવિંગ 1-2
  • એલચી 1-2
  • તજનો ટુકડો 1
  • ગરમ મસાલો ½ ચમચી
  • મીઠા લીમડા ના પાંદ 5-7
  • ફ્રેશ ક્રીમ જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • માખણ / તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Makhana curry ni recipe

મખાના કરી બનાવવા સૌપ્રથમ ગેસ પ્ર એક કડાઈમાં બે ચમચી માખણ નાખી ગરમ કરી એમાં મખાના ને શેકી લ્યો. મખાના બરોબર શેકાઈ ને ક્રિસ્પી થઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો હવે એજ કડાઈમાં બીજી બે ત્રણ ચમચી માખણ / તેલ ગરમ કરવા મૂકો. માખણ ગરમ થાય એટલે એમાં એલચી, તજનો ટુકડો, લવિંગ નાખી મિક્સ કરી લ્યો.

ત્યારબાદ એમાં જીરું, વરિયાળી નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ કાજુ નાખી શેકી લ્યો કાજુ થોડા શેકી લીધા બાદ એમાં લીલા મરચા સુધારેલા અને બે ડુંગળી સુધારેલ નાખી સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાં સુંધી શેકી લ્યો ડુંગળી નરમ થાય એટલે એમાં  ટમેટા સુધારેલ નાખી મિક્સ કરી લ્યો. ટમેટા ચડી થોડા નરમ થાય એટલે એમાં હળદર અને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો.

હવે ગેસ બંધ કરી શેકેલ મસાલા ને ઠંડા કરી લ્યો મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો અને પેસ્ટ ને સમુથ કરવા એમાં થોડું પાણી નાખી ફરીથી બરોબર પીસી લ્યો. અને તૈયાર ગ્રેવી ને એક બાજુ મૂકો.

ફરી એજ કડાઈમાં બે  ચમચી માખણ ગરમ કરી લ્યો અને માખણ ગરમ થાય એટલે એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો અને એક સુધારેલી ડુંગળી નાખી ડુંગળી ને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં પીસેલા પેસ્ટ ને નાખો સાથે એક કપ પાણી નાખી મિક્સ કરી ગ્રેવી ને ઉકાળી લ્યો અને જરૂર લાગે તો મીઠું નાખી દેવું.

ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં શેકેલ મખાના નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ઉપર ફ્રેશ ક્રીમ અને લીલા ધાણા સુધારેલા નાખી મજા લ્યો મખાના કરી.

Makhana curry notes

  • અહી તમે ગ્રેવી તૈયાર કરી સર્વ કરતી વખતે મખાના ઉપરથી પણ નાખી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

મખાના કરી ની રેસીપી

મખાના કરી - Makhana curry - મખાના કરી ની રેસીપી - Makhana curry ni recipe

Makhana curry ni recipe

આજ આપણે મખાના કરી ની રેસીપી શીખીશું. આ મખાના માંથી આપણેઅલગ અલગ મસાલા વાળા મખાના, મીઠાઈ, ફરસાણ,ચાર્ટ વગેરે તો ઘણી વખત બનાવ્યા છે પણ આજ આપણે મખાના નું એક ગ્રેવી વાળુંશાક Makhana curry ni recipe બનાવશું જે ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું ખૂબ સરળ છે.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

મખાના કરી બનાવવા જરૂરી સામગ્રી

  • 3 સુધારેલી ડુંગળી
  • 50 ગ્રામ મખાના
  • 2 સુધારેલા ટમેટા
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી વરિયાળી
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ¼ ચમચી હળદર
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ કપ કાજુ
  • 1 આદુ નો કટકો
  • 8-10 લસણ ની કણી
  • 1-2 લવિંગ
  • 1-2 એલચી
  • 1 તજનો ટુકડો
  • ½ ચમચી ગરમ મસાલો
  • 5-7 મીઠા લીમડા ના પાંદ
  • ફ્રેશ ક્રીમ જરૂર મુજબ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • માખણ / તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Makhana curry ni recipe

  • મખાના કરી બનાવવા સૌપ્રથમ ગેસ પ્ર એક કડાઈમાં બે ચમચી માખણ નાખી ગરમ કરી એમાં મખાના ને શેકી લ્યો. મખાના બરોબર શેકાઈ ને ક્રિસ્પી થઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો હવે એજ કડાઈમાં બીજી બે ત્રણ ચમચી માખણ / તેલ ગરમ કરવા મૂકો. માખણ ગરમ થાય એટલે એમાં એલચી, તજનો ટુકડો, લવિંગ નાખી મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ એમાં જીરું, વરિયાળી નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ કાજુ નાખી શેકી લ્યો કાજુ થોડા શેકી લીધા બાદ એમાં લીલા મરચા સુધારેલા અને બે ડુંગળી સુધારેલ નાખી સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાં સુંધી શેકી લ્યો ડુંગળી નરમ થાય એટલે એમાં ટમેટા સુધારેલ નાખી મિક્સ કરી લ્યો. ટમેટા ચડી થોડા નરમ થાય એટલે એમાં હળદર અને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ બંધ કરી શેકેલ મસાલા ને ઠંડા કરી લ્યો મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો અને પેસ્ટ ને સમુથ કરવા એમાં થોડું પાણી નાખી ફરીથી બરોબર પીસી લ્યો. અને તૈયાર ગ્રેવી ને એક બાજુ મૂકો.
  • ફરી એજ કડાઈમાં બે ચમચી માખણ ગરમ કરી લ્યો અને માખણ ગરમ થાય એટલે એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો અને એક સુધારેલી ડુંગળી નાખી ડુંગળી ને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં પીસેલા પેસ્ટ ને નાખો સાથે એક કપ પાણી નાખી મિક્સ કરી ગ્રેવી ને ઉકાળી લ્યો અને જરૂર લાગે તો મીઠું નાખી દેવું. ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં શેકેલ મખાના નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ઉપર ફ્રેશ ક્રીમ અને લીલા ધાણા સુધારેલા નાખી મજા લ્યો મખાના કરી.

Makhana curry notes

  • અહી તમે ગ્રેવી તૈયાર કરી સર્વ કરતી વખતે મખાના ઉપરથી પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular