આજ આપણા ગુજરાતીઓ ના જમવાના સ્વાદમાં જો કઈ વધારો કરી શકે એવી સાઈડ ડિસ હોય તો એ છે અથાણાં અને ચટણીઓ. અથાણાં તો તેલ માં રહેવાથી લાંબો સમય સુંધી ખાઈ શકીએ છીએ પણ ચટણીઓ ને સ્વાદિષ્ટ અને લાંબો સમય સાચવી શકવાની રીત આજ આપણે શીખીશું. તો ચાલો Lili chatni banavani rit શીખીએ.
લીલી ચટણી બનાવવા જરૂરી સામગ્રી
- ફુદીના ના પાંદ ¼ કપ
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- દાળિયા દાળ 2-3 ચમચી
- આદુનો ટુકડો 1 ઇંચ
- લસણ ની કણી 2-3
- લીલા મરચા સુધારેલા 3-4
- ખાંડ ¼ ચમચી
- લીંબુનો રસ 1-2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Lili chatni banavani rit
લીલી ચટણી બનાવવા સૌપ્રથમ ધાણા ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ ચાકુથી સુધારી લ્યો ત્યાર બાદ ફુદીના ના પાંદ ને સાફ કરી એક બે પાણી થી ધોઇ લ્યો. હવે લસણ ની કણી છોલી ને લ્યો અને આદુનો ટુકડા ને પણ છોલી સાફ કરી કટકા કરી લ્યો. લીલા મરચા જો તીખા હોય તો બે અને જો મીડીયમ હોય તો ત્રણ સુધારી લ્યોને લીંબુ માંથી રસ કાઢી લ્યો.
હવે મિક્સર જાર માં સાફ કરી સુધારેલ લીલા ધાણા, ફુદીના ના પાંદ, આદુના કટકા, લીલા મરચા સુધારેલા, દાળિયા દાળ, લીંબુનો રસ, ખાંડ, લસણ ની કણી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો,
ત્યાર બાદ જરૂર મુજબ થોડું ઠંડું પાણી અથવા બરફ ના કટકા નાખી ફરીથી દરદરી અથવા સ્મુથ પીસી લ્યો. તૈયાર ચટણી ને એર ટાઈટ ડબ્બામાં ભરી ફ્રીઝ કે ફ્રીજર માં મૂકી ને મજા લ્યો લીલી ચટણી.
Lili chatni NOTES
- બરફ કે ઠંડા પાણીથી ચટણી પીસવા થી ચટણી નો રંગ લીલો જ રહે છે.
- જો ચટણી બનાવી લાંબો સમય સુંધી રાખવી હોય તો ફ્રિજર માં મૂકી દયો અને જોઈએ એવી કાઢી ને વાપરશો તો ચટણી લાંબો સમય સારી રહેશે.
લીલી ચટણી બનાવવાની રીત
Lili chatni banavani rit
Equipment
- 1 મિક્સર
Ingredients
લીલી ચટણી બનાવવા જરૂરી સામગ્રી
- ¼ કપ ફુદીના ના પાંદ
- 1 કપ લીલા ધાણા સુધારેલા
- 2-3 ચમચી દાળિયા દાળ
- 1 ઇંચ આદુનો ટુકડો
- 2-3 લસણ ની કણી
- 3-4 લીલા મરચા સુધારેલા
- ¼ ચમચી ખાંડ
- 1-2 ચમચી લીંબુનો રસ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Lili chatni banavani rit
- લીલી ચટણી બનાવવા સૌપ્રથમ ધાણા ને સાફ કરી બે ત્રણ પાણીથીધોઈ લ્યો ત્યાર બાદ ચાકુથી સુધારી લ્યો ત્યાર બાદ ફુદીના ના પાંદ ને સાફ કરી એક બેપાણી થી ધોઇ લ્યો. હવે લસણ ની કણી છોલી ને લ્યોઅને આદુનો ટુકડા ને પણ છોલી સાફ કરી કટકા કરી લ્યો. લીલા મરચા જો તીખા હોય તો બે અને જો મીડીયમ હોય તો ત્રણસુધારી લ્યોને લીંબુ માંથી રસ કાઢી લ્યો.
- હવે મિક્સર જાર માં સાફ કરી સુધારેલ લીલા ધાણા, ફુદીના ના પાંદ, આદુના કટકા, લીલામરચા સુધારેલા, દાળિયા દાળ, લીંબુનો રસ, ખાંડ, લસણ ની કણી અને સ્વાદ મુજબ મીઠુંનાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો,
- ત્યાર બાદ જરૂર મુજબ થોડું ઠંડું પાણી અથવા બરફ ના કટકાનાખી ફરીથી દરદરી અથવા સ્મુથ પીસી લ્યો. તૈયારચટણી ને એર ટાઈટ ડબ્બામાં ભરી ફ્રીઝ કે ફ્રીજર માં મૂકી ને મજા લ્યો લીલી ચટણી.
Lili chatni NOTES
- બરફ કે ઠંડા પાણીથી ચટણી પીસવા થી ચટણી નો રંગ લીલો જ રહેછે.
- જો ચટણી બનાવી લાંબો સમય સુંધી રાખવી હોય તો ફ્રિજર માંમૂકી દયો અને જોઈએ એવી કાઢી ને વાપરશો તો ચટણી લાંબો સમય સારી રહેશે.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
લચ્છા પરોઠા બનાવવાની રીત | Lachha Parotha banavani rit
પાલક ની ખીચડી બનાવવાની રીત | palak ni khichdi banavani rit
બટાકાનું રસાવાળું ફરાળી શાક | batata nu rasavalu farali shaak