આ એક ફરાળી વાનગી છે જે વ્રત ઉપવાસમાં બનાવી ને ખાઈ શકો છો અને જો વ્રત ઉપવાસ વગર પણ બનાવી શકો છો કેમકે લાગે જ એટલા ટેસ્ટી છે. જો બટાકા ખાઈ ખાઈ કંટાળી ગયા હો તો આ રીતે એક વખત કાચા કેળા ને શેકી ને બનાવો ટેસ્ટી લાગશે તો ચાલો Shekel kacha kela banavani rit શીખીએ.
શેકેલ કાચા કેળા બનાવવા જરૂરી સામગ્રી
- કાચા કેળા 2-3
- તેલ 4-5 ચમચી
- જીરું 1 ચમચી
- ઝીણા સમારેલા લીલાં મરચા 2-3
- આદુ પેસ્ટ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
મસાલો બનાવવા માટેની સામગ્રી
- સૂકા આખા ધાણા 1 ચમચી
- જીરું 1 ચમચી
- મરી 5-6
- એલચી 1-2
- લવિંગ 3-4
- સૂકા કાશ્મીરી લાલ મરચા 3-4
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલા
શેકેલ કાચા કેળા બનાવવાની રીત
શેકેલ કાચા કેળા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં આખા સૂકા ધાણા, જીરું, મરી, લવિંગ, એલચી અને સૂકા કાશ્મીરી લાલ મરચા ધીમા તાપે શેકી લ્યો અને મસાલા બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો અને શેકેલ મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લ્યો. અને મસાલો તૈયાર કરી એક બાજુ મૂકો.
કાચી કેળા ને ધોઇ લ્યો ત્યાર બાદ છોલી ને સાફ કરી ફરી પાણીથી ધોઈ લ્યો અને ત્યાર બાદ મિડીયમ સાઇઝ ના ગોળ ગોળ કાપી કટકા કરી લ્યો અને ત્યાર બાદ એક બાજુ મૂકો.
ગેસ પર એક કડાઈમાં બે ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ પેસ્ટ અને ઝીણી સુધારેલ લીલા ધાણા નાખી મિક્સ કરી લ્યો .
હવે એમાં સુધારેલ કાચા કેળા નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ પંદર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ વચ્ચે વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહે જેથી બધી બાજુથી બરોબર ગોલ્ડન થાય ત્યાં સુંધી મિડીયમ તાપે શેકો લ્યો.
કેળા ગોલ્ડન થાય એટલે એમાં પીસી રાખેલ મસાલો એક થી બે ચમચી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ને મિનિટ મસાલા સાથે શેકી લ્યો અને લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો શેકેલ કાચા કેળા.
Masaledar kacha kela recipe notes
- અહી મસાલા શેકતી વખતે એક ચમચી આમચૂર પાઉડર નાખી પીસી લેશો તો સ્વાદ માં વધારો થશે.
Shekel kacha kela banavani rit
Youtube પર Krishna’s Cuisine ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
kacha kela recipe
Shekel kacha kela banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
શેકેલ કાચા કેળા બનાવવા જરૂરી સામગ્રી
- 2-3 કાચા કેળા
- 4-5 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- 2-3 ઝીણા સમારેલા લીલાં મરચા
- 1 ચમચી આદુ પેસ્ટ
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
મસાલો બનાવવા માટેની સામગ્રી
- 1 ચમચી સૂકા આખા ધાણા
- 1 ચમચી જીરું
- 5-6 મરી
- 1-2 એલચી
- 3-4 લવિંગ
- 3-4 સૂકા કાશ્મીરી લાલ મરચા
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલા
Instructions
Shekel kacha kela banavani rit
- શેકેલ કાચા કેળા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં આખા સૂકા ધાણા, જીરું, મરી, લવિંગ, એલચી અને સૂકા કાશ્મીરી લાલ મરચા ધીમા તાપે શેકી લ્યો અને મસાલા બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો અને શેકેલ મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લ્યો. અને મસાલો તૈયાર કરી એક બાજુ મૂકો.
- કાચી કેળા ને ધોઇ લ્યો ત્યાર બાદ છોલી ને સાફ કરી ફરી પાણીથી ધોઈ લ્યો અને ત્યાર બાદ મિડીયમ સાઇઝ ના ગોળ ગોળ કાપી કટકા કરી લ્યો અને ત્યાર બાદ એક બાજુ મૂકો.
- ગેસ પર એક કડાઈમાં બે ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ પેસ્ટ અને ઝીણી સુધારેલ લીલા ધાણા નાખી મિક્સ કરી લ્યો .
- હવે એમાં સુધારેલ કાચા કેળા નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ પંદર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ વચ્ચે વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહે જેથી બધી બાજુથી બરોબર ગોલ્ડન થાય ત્યાં સુંધી મિડીયમ તાપે શેકો લ્યો.
- કેળા ગોલ્ડન થાય એટલે એમાં પીસી રાખેલ મસાલો એક થી બે ચમચી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ને મિનિટ મસાલા સાથે શેકી લ્યો અને લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો શેકેલ કાચા કેળા.
Masaledar kacha kela recipe notes
- અહી મસાલા શેકતી વખતે એક ચમચી આમચૂર પાઉડર નાખી પીસી લેશો તો સ્વાદ માં વધારો થશે.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Rice rotli recipe | રાઈસ રોટલી બનાવવાની રીત
સાબુદાણા ના વડા બનાવવાની રીત | sabudana vada recipe in gujarati
વેજ પનીર ફ્રાઇડ રાઈસ બનાવવાની રીત | Vej paneer fried rice banavani rit