HomeLunch & DinnerFafda ni Chutney recipe : ફાફડા ની ચટણી બનાવવાની રેસીપી

Fafda ni Chutney recipe : ફાફડા ની ચટણી બનાવવાની રેસીપી

આજ આપણે ફાફડા ની ચટણી બનાવવાની રીત શીખીશું. આ ચટણી અમદાવાદ, સુરત બાજુ ફાફડા, ગાંઠિયા, ઢોકળા અને બીજા ઘણા ફરસાણ સાથે સર્વ થતી હોય છે જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે અને ફરસાણ ના સ્વાદ માં વધારો કરે છે અત્યાર સુધી આપણે બજાર માંથી આ ચટણી લાવી ને મજા લીધી છે પણ હવે પછી ખૂબ ઓછી સામગ્રીથી ઘરે ખૂબ ઓછા સમય માં તૈયાર કરીશું. તો ચાલો Fafda ni Chutney banavani rit શીખીએ.

ફાફડા ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • બેસન ¼ કપ
  • તેલ 1-2 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • સૂકા આખા ધાણા અધ કચરા પીસેલા 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • હળદર ¼ ચમચી
  • મીઠા લીમડા ના પાંદ 4-5
  • દહી 2-3 ચમચી
  • ખાંડ / છીણેલો ગોળ 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી 1-½ કપ

Fafda ni Chutney banavani rit

ફાફડા ની ચટણી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં પા કપ બેસન લ્યો ત્યાર બાદ થોડું થોડું કરી એમાં અડધા કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ મિશ્રણ ને એક બાજુ મૂકો.

એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, સૂકા ધાણા અધ કચરા પીસેલા, મીઠા લીમડા ના પાંદ, હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પા કપ જેટલું પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બેસન વાળું મિશ્રણ નાખી મિક્સ કરી ઉકળવા દયો.

કઢી/ ચટણી ઉકળવા લાગે એટલે એમાં લીલા મરચા સુધારેલા, સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી મિક્સ કરી કઢી ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. અને બેસન બરોબર ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો. કઢી ઘટ્ટ થાય એટલે એમાં દહી નાખી મિક્સ કરી લ્યો અને બીજી બે ચાર મિનિટ ઉકાળી લ્યો.

કઢી બરોબર ઉકાળી લીધા બાદ ગેસ બંધ કરી લ્યો અને ગરમ ગરમ ચટણી ને ગાંઠિયા કે ઢોકળા સાથે સર્વ કરો ફાફડા માટેની ચટણી.

Fafda Chutney NOTES

  • કઢી / ચટણી તમેને મીઠાસ વધારે પસંદ હોય તો મીઠી બનાવી શકો છો.

ફાફડા ની ચટણી બનાવવાની રીત

ફાફડા ની ચટણી - Fafda ni Chutney - ફાફડા ની ચટણી બનાવવાની રીત - Fafda ni Chutney banavani rit - Fafda ni Chutney recipe

Fafda ni Chutney recipe

આજ આપણે ફાફડા ની ચટણી બનાવવાની રીત શીખીશું. આ ચટણી અમદાવાદ, સુરત બાજુ ફાફડા, ગાંઠિયા, ઢોકળા અને બીજા ઘણા ફરસાણ સાથે સર્વ થતી હોયછે જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે અને ફરસાણ ના સ્વાદ માં વધારો કરે છે અત્યાર સુધીઆપણે બજાર માંથી આ ચટણી લાવી ને મજા લીધી છે પણ હવે પછી ખૂબ ઓછી સામગ્રીથી ઘરે ખૂબઓછા સમય માં તૈયાર કરીશું. તો ચાલો Fafda ni Chutney banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 19 minutes
Total Time: 29 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ફાફડા ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • ¼ કપ બેસન
  • 1-2 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી સૂકા આખા ધાણા અધ કચરા પીસેલા
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ¼ ચમચી હળદર
  • 4-5 મીઠા લીમડા ના પાંદ
  • 2-3 ચમચી દહી
  • 1-2 ચમચી ખાંડ / છીણેલો ગોળ
  • મીઠું સ્વાદ મુજબ
  • કપ પાણી

Instructions

Fafdani Chutney recipe

  • ફાફડા ની ચટણી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં પા કપ બેસન લ્યો ત્યાર બાદ થોડું થોડું કરી એમાં અડધા કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ મિશ્રણ ને એક બાજુ મૂકો.
  • એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, સૂકા ધાણા અધ કચરા પીસેલા, મીઠા લીમડા ના પાંદ, હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પા કપ જેટલું પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બેસન વાળું મિશ્રણ નાખી મિક્સ કરી ઉકળવા દયો.
  • કઢી/ ચટણી ઉકળવા લાગે એટલે એમાં લીલા મરચા સુધારેલા, સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી મિક્સ કરી કઢી ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. અને બેસન બરોબર ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો. કઢી ઘટ્ટ થાય એટલે એમાં દહી નાખી મિક્સ કરી લ્યો અને બીજી બે ચાર મિનિટ ઉકાળી લ્યો.
  • કઢી બરોબર ઉકાળી લીધા બાદ ગેસ બંધ કરી લ્યો અને ગરમ ગરમ ચટણી ને ગાંઠિયા કે ઢોકળા સાથે સર્વ કરો ફાફડા માટેની ચટણી.

Fafda Chutney NOTES

  • કઢી / ચટણી તમેને મીઠાસ વધારે પસંદ હોય તો મીઠી બનાવી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular