HomeDessert & DrinksGol papdi recipe : ગોળ પાપડી બનાવવાની રેસીપી

Gol papdi recipe : ગોળ પાપડી બનાવવાની રેસીપી

જય શ્રી કૃષ્ણ ગોળ પાપડી ને સુખડી પણ કહેતા હોય છે જે ગુજરાતીઓ ની એક પારંપરિક મીઠાઈ છે જેનો પ્રસાદ તરીકે પણ ઉપયોગ થાય છે અને ઘર ના નાના મોટા પ્રસંગ માં અથવા નાના મોટા પ્રવાસમાં બનાવી ને દરેક ગુજરાતી મજા લેતા હોય છે આ ગોળ પાપડી ખૂબ ઓછી ઘરમાં રહેલ સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે જેને તમે સાદી રીતે, વસાણા ઉમેરીને અથવા ડ્રાય ફ્રુટ નાખી તૈયાર કરી શકો છો પણ આ ગોળ પાપડી જેટલી તમે સાદી બનાવશો એટલી સ્વાદિષ્ટ લાગશે. તો ચાલો આજ આપણે સરળ અને સાદી Gol papdi banavani rit શીખીએ.

ગોળ પાપડી બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉંનો લોટ 1 કપ
  • ઘી ½  કપ
  • ઝીણો ઝીણો છીણેલો ગોળ 1કપ
  • એલચી પાઉડર ½ ચમચી

Gol papdi banavani rit

ગોળ પાપડી બનાવવા સૌપ્રથમ એક થાળી ને અડધી ચમચી ઘી લગાવી ગ્રીસ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર જાડા તળિયાવાળી કડાઈ માં ઘી ગરમ કરવા મૂકો ઘી થોડું ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં ચાળી રાખેલ ઘઉંનો લોટ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો હવે મિડીયમ તાપે લોટ અને ઘી ને બરોબર હલાવતા રહો અને લોટ નો રંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી બરોબર હલાવતા રહી શેકી લ્યો.

હવે લોટ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ ને બે મિનિટ હલાવતા રહો મિશ્રણ ને બે મિનિટ હલાવી લીધા બાદ એમાં છીણેલો ગોળ, એલચી પાઉડર નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ગોળ બરોબર ઓગળી જાય ત્યાં સુંધી બરોબર હલાવી અને ગોળ ને ચમચાથી મેસ કરતા જઈ મિક્સ કરવો.

ગોળ અને લોટ બરોબર મિક્સ થઈ જાય એટલે ગ્રીસ કરેલ થાળી માં તૈયાર મિશ્રણ નાખી એક સરખું ફેલાવી લ્યો અને ચાકુ વડે જે સાઇઝ ના પીસ કરવા હોય એ સાઇઝ માં કાપા કરી લ્યો,

ત્યાર બાદ ગોળ પાપડી ને ઠંડી થવા દયો બે કલાક માં બિલકુલ ઠંડી થાય એટલે ફરી ચાકુ વડે કાપા કરી લ્યો અને પીસ અલગ કરી ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો.

Gol papdi NOTES

  • અહી જો તમે ઘઉંનો લોટ લેશો તો એક કપ લોટ માં અડધો કપ ઘી જોઈશે અને જો ઘઉંનો કરકરો લોટ લેશો તો પા કપ ઘી માં પણ ગોળ પાપડી તૈયાર થઈ જશે.

ગોળ પાપડી બનાવવાની રીત

ગોળ પાપડી - Gol papdi - ગોળ પાપડી બનાવવાની રીત - Gol papdi banavani rit - Gol papdi recipe

Gol papdi banavani rit

જય શ્રી કૃષ્ણ ગોળ પાપડી ને સુખડી પણ કહેતા હોય છે જેગુજરાતીઓ ની એક પારંપરિક મીઠાઈ છે જેનો પ્રસાદ તરીકે પણ ઉપયોગ થાય છે અને ઘર ના નાનામોટા પ્રસંગ માં અથવા નાના મોટા પ્રવાસમાં બનાવી ને દરેક ગુજરાતી મજા લેતા હોય છે આગોળ પાપડી ખૂબ ઓછી ઘરમાં રહેલ સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે જેને તમે સાદી રીતે, વસાણા ઉમેરીને અથવા ડ્રાય ફ્રુટ નાખી તૈયાર કરી શકો છો પણ આ ગોળ પાપડી જેટલીતમે સાદી બનાવશો એટલી સ્વાદિષ્ટ લાગશે. તો ચાલો આજ આપણે સરળ અને સાદી Gol papdi banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ગોળ પાપડી બનાવવા જરૂરીસામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ
  • ½ કપ ઘી
  • 1 કપ ઝીણો ઝીણો છીણેલો ગોળ
  • ½ ચમચી એલચી પાઉડર

Instructions

Gol papdi banavani rit

  • ગોળ પાપડી બનાવવા સૌપ્રથમ એક થાળી ને અડધી ચમચી ઘી લગાવી ગ્રીસ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર જાડા તળિયાવાળી કડાઈ માં ઘી ગરમ કરવા મૂકો ઘી થોડું ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં ચાળી રાખેલ ઘઉંનો લોટ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો હવે મિડીયમ તાપે લોટ અને ઘી ને બરોબર હલાવતા રહો અને લોટ નો રંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી બરોબર હલાવતા રહી શેકી લ્યો.
  • હવે લોટ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ ને બે મિનિટ હલાવતા રહો મિશ્રણ ને બે મિનિટ હલાવી લીધા બાદ એમાં છીણેલો ગોળ, એલચી પાઉડર નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ગોળ બરોબર ઓગળી જાય ત્યાં સુંધી બરોબર હલાવી અને ગોળ ને ચમચાથી મેસ કરતા જઈ મિક્સ કરવો.
  • ગોળ અને લોટ બરોબર મિક્સ થઈ જાય એટલે ગ્રીસ કરેલ થાળી માં તૈયાર મિશ્રણ નાખી એક સરખું ફેલાવી લ્યો અને ચાકુ વડે જે સાઇઝ ના પીસ કરવા હોય એ સાઇઝ માં કાપા કરી લ્યો,
  • ત્યાર બાદ ગોળ પાપડી ને ઠંડી થવા દયો. ગોળ પાપડી બે કલાક માં બિલકુલ ઠંડી થાય એટલે ફરી ચાકુ વડે કાપા કરી લ્યો અને પીસ અલગ કરી ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો ગોળ પાપડી.

Gol papdi NOTES

  • અહી જો તમે ઘઉંનો લોટ લેશો તો એક કપ લોટ માં અડધો કપ ઘીજોઈશે અને જો ઘઉંનો કરકરો લોટ લેશો તો પા કપ ઘી માં પણ ગોળ પાપડી તૈયાર થઈ જશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular