આપણે પનીર સ્ટફિંગ પરોઠા બનાવવાની રીત શીખીશું. પરોઠા તો તમે ઘણી પ્રકારની સ્ટફિંગ વાળા કે સ્ટફિંગ વગરના બનાવી ને મજા લીધી હસે પણ આજ ના પનીર માં પરોઠા એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવશો એટલે સ્વાદિષ્ટ લાગે છે. જેને તમે ટિફિન માં અથવા પ્રવાસમાં તૈયાર કરી લઈ જઈ શકો છો તો ચાલો Paneer stuffing parotha banavani rit શીખીએ.
પરોઠા નો લોટ બાંધવા માટેની સામગ્રી
- ઘઉંનો લોટ 2 કપ
- ઘી / તેલ 2-3 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- છીણેલું પનીર 250 ગ્રામ
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- લીલા મરચા સુધારેલા 1-2
- આદુ પેસ્ટ ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ¾ ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- અજમો ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Paneer stuffing parotha banavani rit
પનીર સ્ટફિંગ પરોઠા બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે થોડું થોડું પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને એક ચમચી ઘી લગાવી ફરીથી બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ને એક બાજુ મૂકો.
હવે સ્ટફિંગ બનાવવા એક વાસણમાં છીણેલું પનીર, ઝીણા સમારેલા લીલાં મરચા, ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા સુધારેલા, આદુ પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર, મરી પાઉડર, હાથ થી મસળી ને અજમો નાખો અને ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. અને તૈયાર સ્ટફિંગ ના બોલ બનાવી લ્યો.
હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને એના પણ સ્ટફિંગ ની સાઇઝ ના લુવા બનાવી લ્યો. હવે એક લુવો લ્યો અને એને કોરા લોટ ની મદદ થી વાટકા જેવો આકાર આપી વચ્ચે સ્ટફિંગ નો બોલ મૂકી બધી બાજુથી બરોબર પેક કરી લ્યો આમ બધા સ્ટફિંગ અને લોટ માંથી ભરી લ્યો અને સ્ટફિંગ વાળા લુવા તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુંધી માં તૈયાર લુવા ને બને હથેળી વચ્ચે મૂકી હલકા હાથે દબાવી લ્યો અને સ્ટફિંગ ને ફેલાવી લ્યો. હવે કોરા લોટની મદદ થી પરોઠા ને હલકા હાથે વણી લ્યો અને વણેલા પરોઠા ને તવી પર નાખી બને બાજુ થોડા થોડા ચડાવી લ્યો અને ત્યાર બાદ ઘી કે તેલ થી શેકી લ્યો.
પરોઠા ને બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ તવી પરથી ઉતારી લ્યો અને બીજા પરોઠા ને વણી ને શેકી લ્યો આમ બધા જ પરોઠા શેકી ને તૈયાર કરી લ્યો અને સોસ, ચટણી અથવા દહી સાથે સર્વ કરો પનીર સ્ટફિંગ પરોઠા.
Paneer stuffing parotha NOTES
- પરોઠા માં સ્ટફિંગ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
પનીર સ્ટફિંગ પરોઠા બનાવવાની રીત
Paneer stuffing parotha banavani rit
Equipment
- 1 તવી
Ingredients
પરોઠા નો લોટ બાંધવા માટેની સામગ્રી
- 2 કપ ઘઉંનો લોટ
- 2-3 ચમચી ઘી / તેલ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- 250 ગ્રામ છીણેલું પનીર
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 કપ લીલા ધાણા સુધારેલા
- 1-2 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી આદુ પેસ્ટ
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી આમચૂર પાઉડર
- ¾ ચમચી ગરમ મસાલો
- ¼ ચમચી મરી પાઉડર
- ½ ચમચી અજમો
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Paneer stuffing parotha banavani rit
- પનીર સ્ટફિંગ પરોઠા બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે થોડું થોડું પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને એક ચમચી ઘી લગાવી ફરીથી બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ને એક બાજુ મૂકો.
- હવે સ્ટફિંગ બનાવવા એક વાસણમાં છીણેલું પનીર, ઝીણા સમારેલા લીલાં મરચા, ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા સુધારેલા, આદુ પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર, મરી પાઉડર, હાથ થી મસળી ને અજમો નાખો અને ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. અને તૈયાર સ્ટફિંગ ના બોલ બનાવી લ્યો.
- બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને એના પણ સ્ટફિંગ ની સાઇઝ ના લુવા બનાવી લ્યો. હવે એક લુવો લ્યો અને એને કોરા લોટ ની મદદ થી વાટકા જેવો આકાર આપી વચ્ચે સ્ટફિંગ નો બોલ મૂકી બધી બાજુથી બરોબર પેક કરી લ્યો આમ બધા સ્ટફિંગ અને લોટ માંથી ભરી લ્યો અને સ્ટફિંગ વાળા લુવા તૈયાર કરી લ્યો.
- ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુંધી માં તૈયાર લુવા ને બને હથેળી વચ્ચે મૂકી હલકા હાથે દબાવી લ્યો અને સ્ટફિંગ ને ફેલાવી લ્યો. હવે કોરા લોટની મદદ થી પરોઠા ને હલકા હાથે વણી લ્યો અને વણેલા પરોઠા ને તવી પર નાખી બને બાજુ થોડા થોડા ચડાવી લ્યો અને ત્યાર બાદ ઘી કે તેલ થી શેકી લ્યો.
- પરોઠા ને બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ તવી પરથી ઉતારી લ્યો અને બીજા પરોઠા ને વણી ને શેકી લ્યો આમ બધા જ પરોઠા શેકી ને તૈયાર કરી લ્યો અને સોસ, ચટણી અથવા દહી સાથે સર્વ કરો પનીર સ્ટફિંગ પરોઠા.
Paneer stuffing parotha NOTES
- પરોઠા માં સ્ટફિંગ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Garlic bread recipe | કડાઈમાં ગાર્લીક બ્રેડ બનાવવાની રેસીપી
રગડા પુરી બનાવવાની રીત | ragda pani puri recipe in gujarati
સેવપૂરી બનાવવાની રીત | સેવ પુરી બનાવવાની રીત | sev puri banavani rit
મસાલા પૂરી બનાવવાની રીત | masala puri recipe gujarati | masala puri banavani rit