HomeNastaFarali masala singdana recipe : ફરાળી મસાલા સીંગદાણા બનાવવાની રીત

Farali masala singdana recipe : ફરાળી મસાલા સીંગદાણા બનાવવાની રીત

અત્યાર સુંધી આપણે ઘણી અલગ અલગ સ્વાદ ની ફરાળી વાનગી બનાવી ને મજા લીધી છે પણ આજ ફરાળી મસાલા સીંગદાણા બનાવશું જે સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી પણ છે અને પ્રોટીન થી ભરપુર છે તો ચાલો Farali masala singdana banavani rit શીખીએ.

ફરાળી મસાલા સીંગદાણા બનાવવા જરૂરી સામગ્રી

  • સીંગદાણા 250 ગ્રામ
  • તેલ 3-4 ચમચી
  • જીરું ½ ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ છીણેલું 1 ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • છીણેલું નારિયેળ 2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ અનુસાર
  • પાણી જરૂર મુજબ
  • ગરમ પાણી 2-3 કપ

ફરાળી મસાલા સીંગદાણા બનાવવાની રીત

ફરાળી મસાલા સીંગદાણા બનાવવા સૌપ્રથમ સીંગદાણાને એક વાસણમાં લઈ  એક બે પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં ગરમ પાણી નાખી ને મિક્સ કરી ઢાંકી ને બે થી ત્રણ કલાક એક બાજુ મૂકો. ત્રણ કલાક પછી ચારણી માં નાખી વધારાનું પાણી નિતારી લ્યો અને એક બાજુ મૂકો.

હવે નિતરેલ સીંગદાણા ને કુકર માં નાખી અડધો કપ પાણી નાખી કુકર બંધ કરી ગેસ પર મૂકી બે સીટી વગાડી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો હવે નીકળી જાય ત્યાર બાદ કુકર નું ઢાંકણ ખોલી ફરી ચારણી માં નાખી પાણી નિતારી લ્યો.

ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ છીણેલું નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ સીંગદાણા નાખી બે ચાર મિનિટ બરોબર મિક્સ કરી લ્યો.

એમાં ફરાળી મીઠું સ્વાદ મુજબ, મરી પાઉડર, આમચૂર પાઉડર, નારિયળ નું છીણ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બે ત્રણ મિનિટ શેકી લ્યો અને છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ મજા લ્યો ફરાળી મસાલા સીંગદાણા.

masala singdana NOTES

  • અહી જો તમે ગાજર ને ફરાળ માં વાપરતા હો તો નાખી શકો છો.
  • અહી તમે શક્કરિયા ગાજર ને છીણી ને પણ નાખી શકો છો
  • સીંગદાણા બાફતી વખતે મીઠું. નાખશો તો સીંગદાણા નો સ્વાદ સારો આવશે.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Farali masala singdana banavani rit

ફરાળી મસાલા સીંગદાણા - Farali masala singdana - ફરાળી મસાલા સીંગદાણા બનાવવાની રીત - Farali masala singdana banavani rit

Farali masala singdana banavani rit

અત્યાર સુંધી આપણે ઘણી અલગ અલગ સ્વાદ ની ફરાળી વાનગી બનાવીને મજા લીધી છે પણ આજ ફરાળી મસાલા સીંગદાણા બનાવશું જે સ્વાદિષ્ટ નીસાથે હેલ્થી પણ છે અને પ્રોટીન થી ભરપુર છે તો ચાલો Farali masala singdana banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 kadai

Ingredients

ફરાળી મસાલા સીંગદાણા બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ સીંગદાણા
  • 3-4 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ છીણેલું
  • ½ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • 2 ચમચી છીણેલું નારિયેળ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ફરાળી મીઠું સ્વાદ અનુસાર
  • પાણી જરૂર મુજબ
  • 2-3 કપ ગરમ પાણી

Instructions

Farali masala singdana banavani rit

  • ફરાળી મસાલા સીંગદાણા બનાવવા સૌપ્રથમ સીંગદાણાને એક વાસણમાં લઈ એક બે પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં ગરમ પાણી નાખી ને મિક્સ કરી ઢાંકી ને બે થી ત્રણ કલાક એક બાજુ મૂકો. ત્રણ કલાક પછી ચારણી માં નાખી વધારાનું પાણી નિતારી લ્યો અને એક બાજુ મૂકો.
  • હવે નિતરેલ સીંગદાણા ને કુકર માં નાખી અડધો કપ પાણી નાખી કુકર બંધ કરી ગેસ પર મૂકી બે સીટી વગાડી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો હવે નીકળી જાય ત્યાર બાદ કુકર નું ઢાંકણ ખોલી ફરી ચારણી માં નાખી પાણી નિતારી લ્યો.
  • ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ છીણેલું નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ સીંગદાણા નાખી બે ચાર મિનિટ બરોબર મિક્સ કરી લ્યો.
  • એમાં ફરાળી મીઠું સ્વાદ મુજબ, મરી પાઉડર, આમચૂર પાઉડર, નારિયળ નું છીણ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બે ત્રણ મિનિટ શેકી લ્યો અને છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ મજા લ્યો ફરાળી મસાલા સીંગદાણા.

masala singdana NOTES

  • અહી જો તમે ગાજર ને ફરાળ માં વાપરતા હો તો નાખી શકો છો.
  • અહી તમે શક્કરિયા ગાજર ને છીણી ને પણ નાખી શકો છો
  • સીંગદાણા બાફતી વખતે મીઠું. નાખશો તો સીંગદાણા નો સ્વાદ સારો આવશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular